Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Junagadh લોકસભા બેઠકને લઈને મોટા સમાચાર, ચગ પરિવારનું રાજેશ ચુડાસમા સાથે સમાધાન

Junagadh: લોકસભા ચૂંટણીની તારીખો નજીક આવી રહીં છે. ત્યારે ગુજરામાં રાજકીય ગરમાવો જામેલો છે. નોંધનીય છે કે, પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનનો વિવાદ તો અત્યારે ચરમ પર છે. ઠેર ઠેર તેમનો વિરોધ પણ થઈ રહ્યો છે. ત્યારે જુનાગઢની વાત કરવામાં આવે...
junagadh લોકસભા બેઠકને લઈને મોટા સમાચાર  ચગ પરિવારનું રાજેશ ચુડાસમા સાથે સમાધાન

Junagadh: લોકસભા ચૂંટણીની તારીખો નજીક આવી રહીં છે. ત્યારે ગુજરામાં રાજકીય ગરમાવો જામેલો છે. નોંધનીય છે કે, પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનનો વિવાદ તો અત્યારે ચરમ પર છે. ઠેર ઠેર તેમનો વિરોધ પણ થઈ રહ્યો છે. ત્યારે જુનાગઢની વાત કરવામાં આવે તો અહીંની લોકસભા બેઠકને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. જુનાગઢ લોકસભામાં અત્યારે મોટો ખુલાસો થયો છે. મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો ચગ પરિવારનું રાજેશ ચુડાસમા સાથે સમાધાન થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે, રાજેશ ચુડાસમાં જુનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર છે.

Advertisement

રાજેશ ચુડાસમાં જુનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર

નોંધનીય છે કે, ભાજપના રાજેશ ચુડાસમા સામે વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો. વેરાવળ રઘુવંશી લોહાણા સમાજે રાજેશ ચુડાસમા સામે વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે મહાજનવાડી ખાતે લોહાણા સમાજના યુવાનોની બેઠક પણ યોજાઈ હતી. નોંધનીય છે કે, જૂનાગઢમાં ઉમેદવાર બદલવાની લોહાણા સમાજે માંગ પણ કરી હતી. ડૉ. ચગ આત્મહત્યા કેસમાં લોહાણા સમાજ આકરાપાણીએ થયા હતાં. ઉલ્લેખનીય છે કે, ડૉ. ચગના પુત્રએ પિતાના નામનો ઉપયોગ નહીં કરવા અપીલ કરી હતી.

જુનાગઢમાં લોહાણા સમાજ આકરાપાણીએ થયા હતાં

નોંધનીય છે કે, જુનાગઢ બેઠક ઉપરથી ભાજપ દ્વારા લોકસભાના ઉમેદવાર તરીકે રાજેશ ચુડાસમાની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ તેમના સામે જુનાગઢ ભાજપમાંથી જ વિરોધના સૂર રેલાઈ રહ્યા હતો. જુનાગઢના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો વિરોધ કરવા અર્થે હવે જુનાગઢ ભાજપના એક અગ્રણીએ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલને એક પત્ર પણ લખ્યો હતો. તેમણે આ પત્રમાં જૂનાગઢ સંસદીય વિસ્તારના ઉમેદવાર રાજેશ ચુડાસમાને બદલવા અંગે રજુઆત કરી કરવામાં આવી હતી.

Advertisement

જુનાગઢમાં વિવાદનું સૂર થયા શાંત

તમને જણાવી દઈએ કે, ડો.ચગની આત્મહત્યાનો મામલો ગરમાતા જુનાગઢ બેઠક પરના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને બદલવાની રઘુવંશીઓની ઉગ્ર માંગ થઈ હતી. જોકે અત્યારે આ મામલે શાંત થઈ ગયો છે. મળતી વિગતો વાત કરવામાં આવે તો, અત્યારે ચગ પરિવારનું રાજેશ ચુડાસમા સાથે સમાધાન થઈ ગયું છે. પહેલા જે રીતે પણ વિવાદ સર્જાયો હતો તે બાદ રાજેશ ચુડાસમા સાથે અત્યારે સમાધાન કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: JUNAGADH : લોકસભાના ભાજપના ઉમેદવારને લઇ વિવાદ વકર્યો, રાજેશ ચુડાસમાને બદલવા રજુઆત

આ પણ વાંચો: Mass Marriage Program: ધારાસભ્ય કેતન ઈનામદારે સતત 9 માં વર્ષે સર્વ જ્ઞાતિય સમૂહ મહોત્સવનું કર્યું આયોજન

આ પણ વાંચો: Rupala Controversy : કેશોદમાં ક્ષત્રિય સમાજના અગ્રણીએ કહ્યું, આ લડાઈ અસ્મિતા અને આત્મગૌરવની છેz

Advertisement
Tags :
Advertisement

.