Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jammu and Kashmir : લોકસભાની ચૂંટણી બાદ તુરત યોજાશે વિધાનસભા ચૂંટણી

Jammu and Kashmir : લોકસભા ચૂંટણી 2024 ( Lok Sabha elections)ની તારીખોની જાહેરાત બાદ ચૂંટણી પંચે કહ્યું કે જમ્મુ-કાશ્મીર ( Jammu and Kashmir)માં લોકસભા ચૂંટણી પછી તરત જ Jammu and Kashmir વિધાનસભાની ચૂંટણીઓ યોજવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવા અંગે...
05:33 PM Mar 16, 2024 IST | Vipul Pandya
jammu kashmir election

Jammu and Kashmir : લોકસભા ચૂંટણી 2024 ( Lok Sabha elections)ની તારીખોની જાહેરાત બાદ ચૂંટણી પંચે કહ્યું કે જમ્મુ-કાશ્મીર ( Jammu and Kashmir)માં લોકસભા ચૂંટણી પછી તરત જ Jammu and Kashmir વિધાનસભાની ચૂંટણીઓ યોજવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવા અંગે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે સુરક્ષાના કારણોસર જમ્મુ-કાશ્મીરમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ શક્ય નથી.

30 સપ્ટેમ્બર સુધીમાં ચૂંટણી યોજાશે

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. હાલમાં જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. અહીં છ વર્ષથી વિધાનસભાની ચૂંટણી થઈ નથી, પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 30 સપ્ટેમ્બર સુધીમાં ચૂંટણી યોજાશે.

જમ્મુ-કાશ્મીરમાં 5 તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે

ચૂંટણી પંચે શનિવારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. સમગ્ર દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે. આ 19 એપ્રિલથી શરૂ થશે અને 1 જૂનના રોજ સમાપ્ત થશે. લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. જમ્મુ-કાશ્મીરમાં પાંચ તબક્કામાં મતદાન થશે. અહીં 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે અને 20 મેના રોજ ચૂંટણી યોજાશે.

જમ્મુ-કાશ્મીરમાં 87 લાખ મતદારો

જમ્મુ અને કાશ્મીરમાં પાંચ અને લદ્દાખમાં એક લોકસભા સીટ છે. સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં અંદાજે 87 લાખ મતદારો છે, જેમાંથી 3.4 લાખ મતદારો પ્રથમ વખત તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે 11,629 મતદાન મથકો બનાવવામાં આવશે.

 

આ પણ વાંચો----- Lok Sabha Elections 2024 : દેશના 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી તારીખ જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ

આ પણ વાંચો---- Lok Sabha Election 2024 Live : લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે, પ્રથમ તબક્કાનું 19 એપ્રિલે મતદાન, 4 જૂને મતગણતરી

આ પણ વાંચો---- Gujarat lok Sabha Eleciton : જાણો ગુજરાતમાં ક્યારે અને કયાં તબક્કામાં થશે લોકસભા-વિધાનસભાની પેટાચૂંટણી

Tags :
assembly electionsElection CommissionJammu and KashmirJammu and Kashmir AssemblyLok Sabha ElectionsLok Sabha elections 2024
Next Article