Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ashok Of Muzaffarpur: PM મોદીને માને છે પોતાના ભગવાન, આ વખતે શરીર પર લખાવ્યું ‘અબકી બાર, 400 પાર’

Ashok Of muzaffarpur: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યાં છે. બિહારમાં મુઝફ્ફરપુર જિલ્લામાં આવેલા બ્રહ્મપુરામાં રહેતા અશોક સાહની વડાપ્રધાન મોદીને મળવા માટે તેમની દરેક સભામાં પહોંચતા હોય છે. નોંધનીય છે કે, તેઓ ગમે ત્યારે વડાપ્રધાન મોદીને ચા...
ashok of muzaffarpur  pm મોદીને માને છે પોતાના ભગવાન  આ વખતે શરીર પર લખાવ્યું ‘અબકી બાર  400 પાર’
Advertisement

Ashok Of muzaffarpur: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યાં છે. બિહારમાં મુઝફ્ફરપુર જિલ્લામાં આવેલા બ્રહ્મપુરામાં રહેતા અશોક સાહની વડાપ્રધાન મોદીને મળવા માટે તેમની દરેક સભામાં પહોંચતા હોય છે. નોંધનીય છે કે, તેઓ ગમે ત્યારે વડાપ્રધાન મોદીને ચા પીવડાવતા નજરે પડી શકે છે. તેઓ અત્યારે વડાપ્રધાન મોદીના દરેક સભામાં ચા લઈને ફરતા જોવા મળે છે. છેલ્લા કેટલાય સમયથી તેમનો આ ક્રમ યથાવત જોવા મળી રહ્યાં છે.

મોદીની દરેક સભામાં તેમની અચૂક હાજરી હોય

નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુરૂવારે જમુઈમાં એક જનસભા યોજાઈ હતી તેમાં પણ અશોક (Ashok) સાહની જોવા મળ્યા હતાં. મળતી વિગતો પ્રમાણે વડાપ્રધાનને ભગવાન માનતા સાહનીનું કહેવું છે કે તેઓ છેલ્લા સાત વર્ષથી વડાપ્રધાન મોદીની સભાઓમાં હાજરી આપી રહ્યા છે.તેમણે દાવો કર્યો કે અત્યાર સુધી તેઓ દિલ્હી, અયોધ્યા, કાનપુર, ઝારખંડ, મોતિહારી અને બેટિયા સહિત વડાપ્રધાન મોદીની ઘણી સભાઓમાં પહોંચી ચૂક્યા છે.

Advertisement

શરીર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો બનાવી

તમને જણાવી દઈએ કે, સાહની પોતાના આખા શરીર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો બનાવે છે અને ઉપર ‘નમો નમો’ લખાવે છે. જમુઈમાં પણ અશોક (Ashok) વડાપ્રધાનની સભામાં જોવા મળ્યા હતાં. આ સાથે તેમણે આ વખતે પોતાના શરીર પર ‘અબકી બાર, 400 પાર’ નો નારો પણ લખાવ્યો છે. સાહની હાથમાં કીટલી અને ચા બનાવવાના સાધનો સાથે લોકોને ચા પીરસે છે. તેણે પોતાના ચા બનાવવાના સ્ટવ પર વંદે માતરમ અને આત્મનિર્ભર ભારત જેવા સૂત્રો પણ લખ્યા છે.

Advertisement

વડાપ્રધાન મારા માટે ભગવાન છે: અશોક સાહની

અશોક (Ashok) સાહનીએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી જેવા આ દેશમાં કોઈ નેતા નજરે જ નથી આવ્યા! બધા જ નેતાઓ પોતાના પરિવાર વિશે વધારે વિચારે છે, પરંતુ વડાપ્રધાન એટલે કે મારા ભગવાન માટે દેશની જનતા જ તેમનો પરિવાર છે. તેમને દરેકની ચિંતા છે.તેમણે દાવો કર્યો કે આ ચૂંટણીમાં NDA ચોક્કસપણે 400ને પાર કરશે. સાહનીને વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે તેનો ભગવાન તેની ઈચ્છા ચોક્કસ પૂરી કરશે અને તે તેની બનાવેલી ચાનો કપ પીશે.

આ પણ વાંચો: Rajasthan માં PM મોદીએ કહ્યું- મેં મુસ્લિમ પરિવારોના જીવ બચાવ્યા, કોંગ્રેસ પર પણ કર્યા આકરા પ્રહાર…

આ પણ વાંચો: PM Modi in Bihar: PM મોદીનો ચૂંટણી પ્રચાર, કહ્યું – 2024 ની ચૂંટણી ભારત અને તેના ભવિષ્ય માટે નિર્ણાયક

Tags :
Advertisement

Related News

featured-img
રાજકોટ

Rajnikumar Pandya : પત્રકાર અને સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષે નિધન

featured-img
Top News

WPL 2025 Final : મુંબઈ ઇન્ડિયન્સ ફરી બની 'Champion', રોમાંચક મેચમાં ઐતિહાસિક જીત

featured-img
ગુજરાત

Kutch : ભચાઉ તાલુકામાં કેનાલમાં નહાવા પડેલા 5 માસૂમ ડૂબ્યા, 4 બાળકોનાં મૃતદેહ મળ્યા

featured-img
ગાંધીનગર

RTE હેઠળ બાળકનાં શાળા પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદામાં કરાયો વધારો! વાંચો વિગત

featured-img
રાષ્ટ્રીય

Amritsar temple blast કેસમાં 3 આરોપીઓની ધરપકડ, બિહારથી નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતા ત્રણેય

featured-img
અમદાવાદ

Ahmedabad : વસ્ત્રાલને માથે લેનારા લુખ્ખાઓની જાહેરમાં સરભરા, ઉઠક-બેઠક, હવે 'ડિમોલિશન'!

×

Live Tv

Trending News

.

×