Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Asaduddin Owaisi એ BJP ના માધવી લતાને રેકોર્ડ માર્જિનથી હરાવ્યા, પહેલી પ્રતિક્રિયા આવી...

ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) હૈદરાબાદ લોકસભા બેઠક પરથી જીતી ગયા છે. તેમણે 3.38 લાખથી વધુ મતોના રેકોર્ડ માર્જિનથી જીત મેળવી છે. અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)એ BJP ના ઉમેદવાર માધવી લતાને 3,38,087 મતોથી હરાવીને સતત...
asaduddin owaisi એ bjp ના માધવી લતાને રેકોર્ડ માર્જિનથી હરાવ્યા  પહેલી પ્રતિક્રિયા આવી

ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) હૈદરાબાદ લોકસભા બેઠક પરથી જીતી ગયા છે. તેમણે 3.38 લાખથી વધુ મતોના રેકોર્ડ માર્જિનથી જીત મેળવી છે. અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)એ BJP ના ઉમેદવાર માધવી લતાને 3,38,087 મતોથી હરાવીને સતત પાંચમી જીત હાંસલ કરી છે. ઓવૈસીને 6,61,981 મત મળ્યા જ્યારે માધવી લતાને 3,23,894 મત મળ્યા હતા.

Advertisement

40 વર્ષથી ઓવૈસી પરિવારનો કબજો...

કોંગ્રેસના મોહમ્મદ વલીઉલ્લાહ સમીર 62,962 મતો સાથે ત્રીજા ક્રમે છે. જ્યારે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના ગદ્દમ શ્રીનિવાસ યાદવને 18,641 મત મળ્યા હતા. AIMIM નો ગઢ ગણાતા આ લોકોસભા મતવિસ્તારમાં ઓવૈસીની જીતનો માર્જિન અત્યાર સુધીનો સૌથી મોટો છે. 1984 પછી પાર્ટી અહીંથી ક્યારેય ચૂંટણી હારી નથી. ઓવૈસીનો પરિવાર છેલ્લા 40 વર્ષથી અહીંથી ચૂંટણી હારી નથી. મોદી લહેર હોય કે ઇન્દિરા ગાંધીની લહેર હોય, કોંગ્રેસ અને BJP ક્યારેય ઓવૈસીના કિલ્લામાં પ્રવેશી શકી નથી. અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)એ 2019 માં BJP ના ભગવંત રાવ સામે 2,82,187 મતોના માર્જિનથી બેઠક જીતી હતી.

Advertisement

જીત બાદ ઓવૈસીએ શું કહ્યું...

અસદુદ્દીન ઓવાસીએ જીત બાદ પાર્ટીના કાર્યકર્તાઓ અને જનતાનો અભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યા કે, "હું લોકોને ધન્યવાદ આપવા માંગું છું કારણ કે મજલિસને પાંચમી વખત સફળતા આપાઈ. હું હૈદરાબાદના લોકો ખાસકરીને યુવાઓ અને મહિલાઓ અને પહેલીવાર મતદાન કરનારોને ધન્યવાદ કહેવા માંગું છું.

PM મોદીએ માધવી લતાના વખાણ કર્યા હતા...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ માધવી લતાના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે પણ આ મતવિસ્તારમાં રોડ શો કર્યો હતો. PM નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ, સિકંદરાબાદ અને આસપાસના મતવિસ્તારોના BJP ના ઉમેદવારોના સમર્થનમાં હૈદરાબાદમાં એક જાહેરસભાને સંબોધિત કરી હતી. એપ્રિલમાં PM મોદીએ માધવી લતાના વખાણ કર્યા હતા.

Advertisement

આ પણ વાંચો : Lok Sabha Election 2024 : જેલમાં રહીને પણ આ ઉમેદવારોએ હાંસલ કરી જીત, એક છે ખાલિસ્તાની સમર્થક…

આ પણ વાંચો : Lok Sabha Election Result પર કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ, BJP પર કર્યા પ્રહાર…

આ પણ વાંચો : UP : ઉત્તર પ્રદેશની વોટિંગ પેટર્નમાં મોટો ફેરફાર, BJP ના વોટબેંકમાં ભારે નુકસાન, જાણો શું છે કારણ…

Tags :
Advertisement

.