Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ED ના સમન્સનો જવાબ ન આપતાં Arvind Kejriwal કાલથી ગુજરાત પ્રવાસે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આવતીકાલથી ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવવાના છે. જોકે આ પહેલા તેઓ ત્રણ દિવસ માટે ગુજરાતમાં આવવાના હતા પણ દિલ્હી બજેટને લઇને તેમના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ...
ed ના સમન્સનો જવાબ ન આપતાં arvind kejriwal કાલથી ગુજરાત પ્રવાસે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આવતીકાલથી ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવવાના છે. જોકે આ પહેલા તેઓ ત્રણ દિવસ માટે ગુજરાતમાં આવવાના હતા પણ દિલ્હી બજેટને લઇને તેમના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann) પણ દિલ્હી મુખ્યમંત્રી કેજરીવાલની સાથે હશે.

Advertisement

આ એ જ કેજરીવાલ છે...!

કહેવાય છે કે જે નિયમોને આપણે ન ફોલો કરતા હોઇએ તે આપણે કોઇ અન્યને ન કહી શકીએ. તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ED (Enforcement Directorate) નું સમન્સ મળ્યું છે. પણ સાહેબ આ સમન્સનો જવાબ આપવાની જગ્યાએ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા દિલ્હીના મુખ્યમંત્રીને લોકસભાની ચૂંટણીટાણે જ ગુજરાતની યાદ આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માં ધોવાણ થયા બાદ હવે અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) લોકસભાની ચૂંટણી માટે ફરી સક્રિય થઇ ગયા છે. જોકે, આ નવાઈની વાત નથી કે, સામાન્ય દિવસોમાં ગુજરાતની જનતા યાદ ન આવે અને અચાનક ચૂંટણીટાણે યાદ આવે. આ પહેલા પણ તેઓ ખાસ કરીને ચૂંટણી સમયે જ ગુજરાતની જનતાને યાદ કરતા હોય છે.

હાથીના દાંત દેખાડવાના અલગ અને ચાવવાના અલગ

પહેલા મોટી મોટી વાતો કરવી અને પછી જ્યારે પોતાના પર આવે ત્યારે તે જ વાતથી અલગ કામ કરવું આ કામ કોઇ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસેથી શીખી શકે છે. વર્ષ 2012 માં અરવિંદ કેજરીવાલે ED ન સપોર્ટ કરવાની વાતો કરી હતી. તેમણે તે સમયે એક ટ્વીટ કરતા લખ્યું હતું કે, "એક દેશભક્ત ભારતીય તરીકે મારું માથું શરમથી ઝુકી જાય છે જ્યારે આપણા ભ્રષ્ટ નેતાઓ તપાસ એજન્સીઓના અનેક સમન્સ આવ્યા પછી પણ ED અને CBI સમક્ષ હાજર થતા નથી. આરોપ લાગવાની સાથે જ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઇએ."

Advertisement

સરકારી આવાસમાં કર્યો 45 કરોડનો ખર્ચ : BJP

હંમેશા સાદા પોષાકમાં જોવા મળતા અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) પોતાના સરકારી આવાસના સમારકામમાં રૂપિયા 45 કરોડનો ખર્ચ કર્યો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે ભાજપે કહ્યું હતું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન પર રૂ. 45 કરોડના સમારકામના કામનું સૌથી 'દયનીય' પાસું એ છે કે જ્યારે દિલ્હી કોવિડ-19 (Covid-19) વૈશ્વિક રોગચાળાની પકડમાં હતું ત્યારે નાણાં મંજૂર કરવામાં આવ્યા હતા. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રા (Sambit Patra) એ કહ્યું હતું કે, "જ્યારે કોરોના રોગચાળો ચરમસીમા પર હતો અને લોકો મરી રહ્યા હતા, ત્યારે અરવિંદ કેજરીવાલ પોતાના બંગલાના રિનોવેશનમાં વ્યસ્ત હતા. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે પોતાના શીશમહેલના રિનોવેશનમાં કરોડો રૂપિયા ખર્ચ્યા હતા. એ સમયે, કેજરીવાલ કહેતા હતા કે એક રૂમના મકાનમાં રહેવું જોઈએ.

Advertisement

મહોલ્લા ક્લિનીક યોજના છે સવાલોના ઘેરામાં

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અગાઉ નકલી દવા અને વન વિભાગ મામલે CBI તપાસની ભલામણ કર્યા બાદ LG વી.કે. સક્સેનાએ આમ આદમી મોહલ્લા ક્લિનિકમાં (Mohalla Clinic) ‘અદ્રશ્ય દર્દી દ્વારા નકલી લેબ ટેસ્ટ’ કરાવવા મામલે કેન્દ્રીય એજન્સીથી તપાસની ભલામણ કરી હતી. મીડિયા અહેવાલ અનુસાર, LG એ તેમની ભલામણો એક પત્રમાં લખી છે, જેમાં મોહલ્લા ક્લિનિકમાં (Mohalla clinic) નકલી લેબ ટેસ્ટ થઈ રહ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ કૌભાંડમાં નકલી અથવા એવા મોબાઇલ નંબર કે જે ઉપલબ્ધ જ નથી તેવા નંબરોને રજિસ્ટ્રર્ડ કરીને દર્દીઓની એન્ટ્રી બતાવવામાં આવી રહી છે. LG એ આ મામલે CBI તપાસની ભલામણ કરી છે.

ED દ્વારા સમન્સ મોકલવાના ઈરાદા પર ઉઠાવ્યા સવાલ

સુત્રોની માનીએ તો અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwa) દારૂ કૌભાંડ મામલામાં ED દ્વારા સમન્સ મોકલવાના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે, સમન્સનો હેતુ કોઈ કાયદેસર તપાસ કરવાનો છે કે મારી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનો છે? તેમણે કહ્યું કે, ED સમન્સ મારા સુધી પહોંચતા પહેલા જ સમાચાર સંસ્થાઓ સુધી કેવી રીતે પહોંચી ગયું? એટલું જ નહિ અરવિંદ કેજરીવાલે( Arvind Kejriwa) EDને પત્ર લખીને પ્રશ્નાવલી માંગી હતી. EDને લખેલા પત્રમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwa) એજન્સી પાસેથી પ્રશ્નાવલી માંગી હતી અને તેમને મોકલવામાં આવેલા સમન્સના ઈરાદા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો હતો કે રાજ્યસભાની ચૂંટણી 19 જાન્યુઆરીએ યોજાવાની છે અને તેમણે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં પણ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ભાગ લેવાનો છે.

ચૈતરભાઈ વસાવા સિવાય AAP ના આટલાં MLA જઈ ચુક્યા છે જેલ
  • અમાનતુલ્લા ખાન
  • નરેશ યાદવ
  • અખિલેશ પતિ ત્રિપાઠી
  • મહેન્દ્ર યાદવ
  • જગદીપ સિંહ
  • સુરિન્દર સિંહ
  • મનોજ કુમાર
  • દિનેશ મોહનિયા
  • શરદ ચૌહાણ
  • પ્રકાશ જરવાલ
  • ડો. બલબીર સિંહ
  • અમિત રતન કોટફત્તા
કેજરીવાલ કરશે ચૈતર વાસાવા સાથે મુલાકાત

અરવિંદ કેજરીવાલ જેલમાં બંધ ચૈતર વસાવા (Chaitar Vasava) ની મુલાકાત લેવાના છે. ચૈતર પર નર્મદા જિલ્લાના વન વિભાગના એક સરકારી કર્મચારીને પોતાના ઘરે બોલાવીને માર મારવાનો અને ફાયરિંગ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી તૈયારીઓમાં વ્યસ્ત છે. ચૂંટણીની તૈયારીઓ વચ્ચે તાજેતરમાં AAPના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

ગુજરાતમાં ક્યા રોકાશે Arvind Kejriwal ?

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાના જણાવ્યા મુજબ અરવિંદ કેજરીવાલ આદિવાસી નેતા ચૈતરભાઈ વસાવા (Chaitrabhai Vasava) ના સમર્થનમાં જાહેર સભા કરશે. આ રેલીમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann) પણ હાજર રહેશે. 7 જાન્યુઆરીએ નેત્રંગમાં આ રેલી યોજાશે. આ પછી તેઓ 7મી જાન્યુઆરીએ બપોરે વડોદરા પહોંચશે. આ પછી તેઓ નેત્રંગ જવા રવાના થશે. સોરઠીયાએ જણાવ્યું કે, આ પછી અરવિંદ કેજરીવાલ સાંજે 7 વાગ્યે લોકસભા મતવિસ્તારના નેતાઓ સાથે ચૂંટણી સમીક્ષા બેઠક કરશે. આ બેઠક વડોદરામાં જ યોજાશે.

દિલ્હી સરકાર બજેટની તૈયારીમાં વ્યસ્ત

દિલ્હીના નાણા વિભાગે અન્ય વિભાગોને બજેટ અંદાજ તૈયાર કરવા સૂચના આપી છે. ગયા અઠવાડિયે, નાણા વિભાગે કહ્યું હતું કે છેલ્લા 9 મહિનાના વાસ્તવિક ખર્ચના આધારે તમામ વિભાગોની અંદાજપત્રીય સ્થિતિની અંતિમ સમીક્ષા ટૂંક સમયમાં કરવામાં આવશે. બજેટ 2024-25 એ છેલ્લું સંપૂર્ણ બજેટ હશે જે AAP સરકાર આ વર્ષે નિર્ણાયક લોકસભા ચૂંટણી અને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં રજૂ કરશે.

આ સમાચારનો Video જોવા માટે અહીં કરો ક્લિંક

આ પણ વાંચો - Delhi Liquor Case: AAP ના રાજ્યસભા સાંસદ સંજય સિંહ પર મોટો ખુલાસો

આ પણ વાંચો - PM ના લગ્નની કંકોત્રી બનાવી વાયરલ કરનાર સામે ફરિયાદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.