Arjun Modhwadia: અર્જુન મોઢવાડિયાએ PM નરેન્દ્ર મોદી સાથેની યાદો કરી તાજા, જાણો શું કહ્યું?
Arjun Modhwadia: દેશમાં અત્યારે લોકસભાની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અર્જુન મોઢવાડિયાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ વડાપ્રધાન મોદીના વખાણ કરતા જોવા મળી રહ્યાં છે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વનું એક પાસું એ છે કે તેઓ સાચા લોકશાહી છે. તેમના વિરોધીઓ પણ સ્વીકારે છે કે તેઓ માત્ર દરેકના અભિપ્રાયને મહત્વ આપતા નથી પરંતુ તેમને પૂરા કરવા માટે નિષ્ઠાવાન પ્રયાસો પણ કરે છે. ગુજરાતના વિરોધ પક્ષના ભૂતપૂર્વ નેતા અર્જુન મોઢવાડિયા પોતાનો અંગત અનુભવ શેર કર્યો છે.
પોરબંદર એરપોર્ટનું ઉદાહરણ આપતા નરેન્દ્ર મોદીને યાદ કર્યા
અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, જ્યારે હું વિપક્ષમાં હતો ત્યારે વડાપ્રધાન મને કહેતા કે તમે જ્યારે વિપક્ષમાંથી જે પણ બોલો છો તેનું અમારી સરકાર નોટડાઉન કરે છે અને તેમાં તે બદલવાની જરૂર લાગે તો સરકાર તેના માટે કામ પણ કરે છે.’ પોરબંદર એરપોર્ટનું ઉદાહરણ આપતા અર્જુન મોઢવાડિયાએ વધુમાં કહ્યું કે, જ્યારે આ એરપોર્ટનું પ્રફુલ પટેલે ઉદ્ઘાટન કર્યું ત્યારે મે હું પોરબંધનના ધારાસભ્ય તરીકે હું ત્યા હાજર હતા. આ દરમિયાન મે તેમને કહ્યું કે આ એરપોર્ટ પર 1300 મિટિરનો રન-વે છે તેમાં મોટા વિમાન લેન્ડ નહીં કરી શકે! તો તમે આ 1300 મિટીનના રન-વેને 2600 મિટીર કરી નાખો. ત્યારે મોદી સાહેબે ત્યા જ કહીં દીધું હતું હા અમે તમને જમીન આપી દઇએ છીએ. તમે રન-વે ને મોટો કરી દો.
અર્જુન મોઢવાડિયાએ કર્યા વડાપ્રધાન મોદીના વખાણ
વધુમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ તરત જ કલેક્ટરને આદેશ આપ્યો કે, તેનું પ્રપોઝલ મોકલાવો. પરંતુ 2012 પછી હું ધારાસભ્ય નહોતો અને નરેન્દ્ર મોદી પછી વડાપ્રધાન બની ગયા. પછી આ મુદ્દો સાઇડ લાઈન થઈ ગયો. આ બાદ એવું થયું કે, જે જમીન એરપોર્ટને આપવાની હતી તે ઇન્ડિયન કોસ્ટગાર્ડને આપી દેવામાં આવી. પછી મને લાગ્યું કે, કોસ્ટ ગાર્ડ તો કેન્દ્ર સરકારની હસ્તક છે એટલે રાજ્ય સરકાર તો કઈ પણ કરી શકે નહીં. પછી મે ગુજરાના મુખ્યમંત્રી વિજય રૂપાણીને વિનંતી કરી કે, આ જમીન તો પ્રધાનમંત્રી એરપોર્ટને આપી હતી અને તેઓ જાહેરમાં આ વિશે બોલ્યા હતા. પછી વિજય રૂપાણીએ આ મેસેજ પીએમને આપ્યો. વડાપ્રધાન મોદીએ ત્યારેને ત્યારે જ આદેશ આપ્યો અને કહ્યું કે, કોઈ પણ રીતે ત્યા એરપોર્ટ બનવું જોઈએ.
નરેન્દ્ર મોદી ખૂબ મોટા હૃદયવાળા વ્યક્તિ છેઃ અર્જુન મોઢવાડિયા
અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, હું વિપક્ષમાં હતો છતા પણ મોદીજીએ માત્ર મારા મેસેજથી આ કામ કરી દીધું હતું. તેઓ ખૂબ મોટા હૃદયવાળા વ્યક્તિ છે. નોંધનીય છે કે, અર્જુન મોઢવાડિયાએ વડાપ્રધાન સાથેના જુના અનુભવો શેર કર્યા અને નરેન્દ્ર મોદીના ખુબ જ વખાણ કર્યા હતા. તમને જણાવી દઈએ કે અર્જુન મોઢવાડિયા થોડા સમય પહેલા જ કોંગ્રેસ ને છોડી નેતાઓ ભાજપ માં જોડાયા હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ભાજપમાં જોડાઈને કેસરીયા કર્યા હતા. તેમની સાથે અનેક કાર્યકર્તાઓએ પણ બીજેપીને અપનાવી લીઘી હતી.ભાજપ સાથે જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ને Exclusive Interview આપ્યું હતું.