ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Amit Shah Fake Video Case : 8 રાજ્યોમાં અત્યાર સુધીમાં 16 લોકોને નોટિસ, આજે દિલ્હીમાં કરાશે પૂછપરછ...

ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ના નકલી વીડિયો (Fake Video)ના મામલામાં દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં 8 રાજ્યોમાં 16થી વધુ લોકોને નોટિસ પાઠવી છે. જેમાં હરિયાણામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેપ્ટન અજય યાદવનો પણ સમાવેશ થાય છે. પોલીસનું કહેવું છે કે X પર...
07:44 AM May 01, 2024 IST | Dhruv Parmar

ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ના નકલી વીડિયો (Fake Video)ના મામલામાં દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં 8 રાજ્યોમાં 16થી વધુ લોકોને નોટિસ પાઠવી છે. જેમાં હરિયાણામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેપ્ટન અજય યાદવનો પણ સમાવેશ થાય છે. પોલીસનું કહેવું છે કે X પર નકલી વીડિયો (Fake Video) પોસ્ટ કરનારા 25થી વધુ લોકોના નામ સામે આવ્યા છે. ઘણા વીડિયો ડિલીટ કરવામાં આવ્યા છે, પરંતુ આ પછી પણ લોકો તેને X પર પોસ્ટ કરી રહ્યા છે. પોલીસ તેમના હેન્ડલ પરથી આ પોસ્ટ કરનારા તમામ લોકોને પૂછપરછ માટે બોલાવી રહી છે.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની સાયબર વિંગ ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન (IFSO)ના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, તપાસ નાગાલેન્ડ, ઝારખંડ, તેલંગાણા, યુપી, એમપી, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી ફેલાઈ ગઈ છે. દિલ્હીના ઓમ વિહારના રહેવાસી વ્યક્તિને પણ નોટિસ આપવામાં આવી છે. જો કે, આ વ્યક્તિનું કહેવું છે કે તેનો મોબાઈલ કોઈ અન્ય વ્યક્તિ વાપરે છે.

25 થી વધુ લોકોના નામ સામે આવ્યા...

નોટિસ આપવા માટે પોલીસની જુદી જુદી ટીમો મોકલવામાં આવી છે. નકલી વીડિયો (Fake Video) વાયરલ કરનાર 25 થી વધુ લોકોના નામ સામે આવ્યા છે. તેમાંથી મોટાભાગના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખો છે. તમામને 1 મેના રોજ સવારે 10:20 વાગ્યે દ્વારકામાં IFSO ઓફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. જો બુધવારે બધા નહીં આવે તો ફરીથી લીગલ નોટિસ આપવામાં આવશે. જેમને નોટિસ આપવામાં આવી છે તેમની પૂછપરછ કરવામાં આવશે અને નકલી વીડિયો (Fake Video) મેળવવાના સ્ત્રોત વિશે પૂછવામાં આવશે. આનાથી પોલીસને વીડિયો બનાવનાર વ્યક્તિને પકડવામાં સરળતા રહેશે.

IFSO ટીમ સોશિયલ મીડિયાના તમામ માધ્યમોને ખંગોળશે...

IFSO ટીમ સોશિયલ મીડિયાના તમામ માધ્યમો દ્વારા એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે 27 એપ્રિલથી અત્યાર સુધીમાં કયા રાજ્યોમાં લોકોએ X પર વીડિયો પોસ્ટ કર્યો છે. પોલીસ નકલી વીડિયો (Fake Video) પોસ્ટ કરનારા અને નોટિસ મોકલનારા લોકોની ઓળખ કરવામાં વ્યસ્ત છે.

CrPCની કલમ 91 અને 160 શું કહે છે?

નકલી વીડિયો (Fake Video) પોસ્ટ કરનારાઓને CrPCની કલમ 91 અને 160 હેઠળ નોટિસ મોકલવામાં આવી રહી છે. CrPC 160 હેઠળ કેસની તપાસ કરવા માટે, પોલીસને તપાસમાં જોડાવા માટે કોઈપણને નોટિસ મોકલવાનો અધિકાર છે. ઉપરાંત, CrPC 91 હેઠળ, લોકોને દસ્તાવેજો અથવા અન્ય ઇલેક્ટ્રોનિક ગેઝેટ બનાવવા માટે કહેવામાં આવે છે.

આ પણ વાંચો : Congress ની નવી યાદી જાહેર, 4 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત, અમેઠી-રાયબરેલી પર સસ્પેન્સ…

આ પણ વાંચો : J&K: અનંતનાગ બેઠક પર મતદાન મોકૂફ, હવે આ તબક્કામાં થશે મતદાન…

આ પણ વાંચો : Congress નેતા સલમાન ખુર્શીદની ભત્રીજી મારિયા આલમ વિરુદ્ધ કેસ દાખલ, ‘વોટ જેહાદ’ની કરી હતી અપીલ…

Tags :
Amit ShahBJPCongressDelhiDelhi PoliceDelhi-NCRFake VideoGujarati NewsIndiaLok Sabha Election 2024National
Next Article