Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગી શકે છે એક મોટો ઝટકો, કમલનાથ પછી હવે મનીષ તિવારી...

Manish Tewari : Lok Sabha ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસ માટે રોજ પોતાના નેતાઓને સાચવવા જાણે એક મોટી મુશ્કેલી બની ગયું છે. એક પછી એક નેતાઓ કોંગ્રેસ (Congress) નો હાથ છોડી રહ્યા છે. હજુ શનિવારે કમલનાથ (Kamalnath) અને તેમના પુત્ર...
lok sabha ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગી શકે છે એક મોટો ઝટકો  કમલનાથ પછી હવે મનીષ તિવારી

Manish Tewari : Lok Sabha ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસ માટે રોજ પોતાના નેતાઓને સાચવવા જાણે એક મોટી મુશ્કેલી બની ગયું છે. એક પછી એક નેતાઓ કોંગ્રેસ (Congress) નો હાથ છોડી રહ્યા છે. હજુ શનિવારે કમલનાથ (Kamalnath) અને તેમના પુત્ર વિશે ચર્ચાઓ હતી કે તેઓ ભાજપ (BJP) માં જોડાઇ શકે છે ત્યારે આજે કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા મનીષ તિવારી (Manish Tewari) ભાજપના સંપર્કમાં હોવાનું સુત્રો કહી રહ્યા છે.

Advertisement

મનીષ તિવારી આપી શકે છે ભાજપને સમર્થન

એક તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગાંધી પરિવારના નજીકના ગણાતા કમલનાથ અને તેમના સાંસદ પુત્ર નકુલ નાથના ભાજપમાં જોડાવા અંગે અટકળો ચાલી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા મનિષ તિવારી પણ ભાજપના સંપર્કમાં હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સુત્રોને ટાંકીને આ સમાચાર અનુસાર મનીષ તિવારી પણ કોંગ્રેસ છોડીને ભાજપને સમર્થન આપી શકે છે. જો આમ થશે તો કોંગ્રેસ માટે આ વધુ એક ફટકો હશે. મનીષ તિવારીની ગણતરી પંજાબ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં થાય છે. સુત્રોનું કહેવું છે કે, આ વખતે લોકસભા ચૂંટણીમાં મનિષ તિવારી આનંદપુર સાહિબને બદલે લુધિયાણાથી ભાજપની ટિકિટ પર સાંસદની ચૂંટણી લડશે, પરંતુ લુધિયાણા બેઠક માટે ભાજપ પાસે પહેલેથી જ મજબૂત ઉમેદવાર છે. આ અંગેનો મુદ્દો હજુ અટવાયેલો છે.

મનિષ તિવારીના ઓફિસનું નિવેદન આવ્યું સામે

જોકે, મનિષ તિવારી ભાજપના સંપર્કમાં હોવાની અટકળો વચ્ચે તેમની ઓફિસે એક નિવેદન બહાર પાડ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 'મનિષ તિવારીના ભાજપમાં જોડાવા અંગેની અટકળો પાયાવિહોણી છે. તેઓ તેમના મતવિસ્તારમાં છે અને ત્યાંના વિકાસ કાર્યોની દેખરેખ રાખી રહ્યા છે. તેઓ શનિવારે રાત્રે જ કોંગ્રેસના કાર્યકરોના ઘરે રોકાયા હતા. બીજી તરફ મધ્યપ્રદેશમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ અને તેમના પુત્ર સાંસદ નકુલ નાથના ભાજપમાં જોડાવાની ઘણી અટકળો ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે કમલનાથ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે.

Advertisement

જાણો કોણ છે મનિષ તિવારી

સાંસદ હોવા ઉપરાંત મનીષ તિવારી વ્યવસાયે વકીલ પણ છે. 17મી લોકસભા ચૂંટણીમાં મનિષ તિવારીએ પંજાબના આનંદપુરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી. જેમાં તેમનો વિજય થયો હતો. મનિષ તિવારી UPA સરકાર દરમિયાન 2012 થી 2014 સુધી માહિતી અને પ્રસારણ મંત્રી હતા. આ પહેલા તેઓ 2009 થી 2014 સુધી લુધિયાણા સીટથી સાંસદ હતા. UPA શાસન દરમિયાન તેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા પણ હતા. તિવારી 1988 થી 1993 સુધી ભારતીય રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘના પ્રમુખ હતા. અને 1998 થી 2000 સુધી ભારતીય યુવા કોંગ્રેસ (I) ના પ્રમુખ હતા. તેઓ 2004ની લોકસભા ચૂંટણી હારી ગયા હતા પરંતુ 2009ની લોકસભા ચૂંટણીમાં શિરોમણી અકાલી દળના ઉમેદવારને હરાવીને જીત્યા હતા. માર્ચ 2014માં ખરાબ તબિયતના કારણે તેમણે લોકસભાની ચૂંટણી લડી ન હતી.

આ પણ વાંચો - Kamalnath: મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની કમર તૂટશે, કમલનો થશે ‘નાથ’ પરિવાર!

Advertisement

આ પણ વાંચો - Acharya Vidyasagar: જાણો બ્રહ્મલીન સંત શિરોમણી આચાર્ય વિદ્યાસાગર મહારાજના જીવન વિશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.