Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

S. Jaishankar : 20 મિનીટ લાઇનમાં ઉભા રહ્યા બાદ વિદેશ મંત્રીને...!

S. Jaishankar : લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં રાજધાની દિલ્હીમાં પણ મતદાન થઈ રહ્યું છે. આજે ઘણા મોટા નેતાઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા બૂથ પર પહોંચ્યા હતા. વિદેશ મંત્રી એસ જયશંકર (S. Jaishankar) હરિયાણાના પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટર, બાંસુરી...
s  jaishankar   20 મિનીટ લાઇનમાં ઉભા રહ્યા બાદ વિદેશ મંત્રીને

S. Jaishankar : લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં રાજધાની દિલ્હીમાં પણ મતદાન થઈ રહ્યું છે. આજે ઘણા મોટા નેતાઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા બૂથ પર પહોંચ્યા હતા. વિદેશ મંત્રી એસ જયશંકર (S. Jaishankar) હરિયાણાના પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટર, બાંસુરી સ્વરાજ સહિત ઘણા નેતાઓએ મતદાનમાં ભાગ લીધો હતો અને લોકોને ઉત્સાહપૂર્વક મતદાન કરવાની અપીલ કરી હતી. જ્યારે વિદેશ મંત્રી એસ.જયશંકર વહેલી સવારે વોટિંગ બૂથ પર પહોંચ્યા ત્યારે 20 મિનિટ સુધી કતારમાં ઉભા રહ્યા બાદ તેમને ખબર પડી કે તેમનું નામ વોટિંગ લિસ્ટમાં નથી. આ પછી તેમને વોટ આપ્યા વગર જ પરત ફરવું પડ્યું હતું. ત્યારબાદ તેમને જાણ થઇ હતી કે તે ખોટા બૂથ પર જતાં રહ્યા હતા.

Advertisement

અધિકારીઓએ જણાવ્યું કે તેમનું નામ યાદીમાં નથી

મળતી માહિતી મુજબ, જ્યારે તેમણે ઘરે પહોંચ્યા પછી તપાસ કરી તો તેને ખબર પડી કે તેને બીજા મતદાન મથક પર જવાનું છે. શનિવારે સવારે વિદેશ મંત્રી તુગલકની અટલ આદર્શ શાળામાં મતદાન કરવા પહોંચ્યા હતા. 20 મિનિટ સુધી કતારમાં રાહ જોયા બાદ અધિકારીઓએ જણાવ્યું કે તેમનું નામ યાદીમાં નથી. આ પછી તેમણે તપાસ કરી અને બીજા મતદાન મથક પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

Advertisement

પ્રથમ પુરુષ મતદાર તરીકે જિલ્લા ચૂંટણી કાર્યાલય દ્વારા પ્રમાણપત્ર

એસ. જયશંકરને તેમના મતદાન મથક પર પ્રથમ પુરુષ મતદાર તરીકે જિલ્લા ચૂંટણી કાર્યાલય દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. આ મુજબ, એસ જયશંકર મતવિસ્તાર 04 ના બૂથ નંબર 53 પર મતદાન કરનાર પ્રથમ પુરુષ મતદાર હતા. વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પર તેની તસવીર પણ શેર કરી છે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર રાજધાનીમાં કુલ 13641 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. તેમાંથી 2891 બૂથ સંવેદનશીલ છે.

વિદેશ મંત્રીએ મતદાન કર્યા બાદ લોકોને અપીલ કરી

વિદેશ મંત્રીએ મતદાન કર્યા બાદ લોકોને અપીલ કરી હતી કે, અમે ઈચ્છીએ છીએ કે આ નિર્ણાયક સમયમાં લોકો ઘરની બહાર આવીને પોતાનો મત આપે. મને વિશ્વાસ છે કે ભાજપ ફરી એકવાર સત્તામાં આવશે. તમને જણાવી દઈએ કે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા અપીલ કરી હતી. દિલ્હીમાં દિલ્હીના મંત્રી આતિશી, ગૌતમ ગંભીર, રવિન્દ્ર રૈના, હરદીપ સિંહ પુરી, વીકે પાંડિયન, દુષ્યંત ચૌટાલા અને સંજય અરોરા સહિત ઘણા જાણીતા લોકોએ મતદાન કર્યું છે.

Advertisement

આ પણ વાંચો----- LG : ” તમે આદત બનાવી દીધી છે, ઓ કેજરીવાલ સાહેબ..”

આ પણ વાંચો---- Lok Sabha Election 2024 phase 6th Voting Live Update : સ્વાતિ માલીવાલે કર્યું મતદાન, મહિલાઓને કરી આ અપીલ

Tags :
Advertisement

.