Polls : શક્તિસિંહના આરોપ પર પૂનમ માડમનો પલટવાર
Polls : ગુજરાતમાં લોકસભાની 25 અને વિધાનસભાની 5 બેઠકો પર મતદાન (Polls) થઇ રહ્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મતદાન કર્યા બાદ ગંભીર આરોપ લગાવ્યો હતો કે ગુજરાતના તમામ મતદાન મથક પર ભાજપના એજન્ટો કમળની નિશાનવાળી પેન લઈને બેઠા છે અને ચૂંટણી પંચ મૂક પ્રેક્ષક બનીને બેઠું છે. તેમણે આરોપ લગાવ્યો કે જામનગરમાં કોંગ્રેસ માટે કામ કરતા યુવાનોને એક પોલીસ અધિકારીએ બેસાડ્યા છે. દ્વારકામાં પણ પોલીસતંત્રનો દુરપયોગ કર્યો છે. બીજી તરફ જામનગરના ભાજપના ઉમેદવારે પૂનમબેન માડમે પલટવાર કર્યો હતો કે જે પાર્ટી હાર ભાળી જાય તેની પાસે આવી ફરિયાદ કરવા સિવાય કોઇ વિકલ્પ નથી.
ગુજરાતના તમામ મતદાન મથક પર ભાજપના એજન્ટો કમળની નિશાન વાળી પેન લઈને બેઠા છે
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે ગાંધીનગર મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન બાદ તેમણે મતદાન મથક પર ભાજપના પોલિંગ એજન્ટ પર આરોપ લગાવ્યો હતો. શક્તિસિંહે આરોપ લગાવ્યો કે સેક્ટર 19 ના મતદાન મથક ના ભાજપ ના એજન્ટો ભાજપની સિમ્બોલની પેન લઈને બેઠા છે અને મે રંગેહાથે પકડ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે ગુજરાતના તમામ મતદાન મથક પર ભાજપના એજન્ટો કમળની નિશાન વાળી પેન લઈને બેઠા છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે વાસણ ગામમાં મતદાન રોકી દેવાયું છે. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ મૂક પ્રેક્ષક બનીને બેઠું છે. અમારી માંગ છે કે કેસ કરો. ચૂંટણી પંચે પોતાની વૈધાનિક ફરજ બજાવવી જોઇએ.
પૂનમબેન માડમનો પલટવાર
આ તરફ જામનગરમાં મતદાન કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે કહ્યું કે દરેક મતદાન મથક પર પોલીસ સુનિશ્ચિત કરે છે કે કંઇ ખોટું થઇ રહ્યું નથી અને જ્યારે કોઇ પાર્ટી હાર ભાળી જાય ત્યારે સ્વાભાવિક રીતે ફરિયાદ સિવાય તેની પાસે કોઇ વિકલ્પ હોતો નથી. જે પાર્ટી જ્ઞાતિ, જાતિ અને અફવા તથા સોશઇયલ મીડિયાથી ચૂંટણી લડતી હોય તેની પાસે શું અપેક્ષા રખાય તેમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો---- LIVE : આજે લોકશાહીનો મહાપર્વ, ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન
આ પણ વાંચો---- Rajkot : રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી
આ પણ વાંચો---- VADODARA : જરૂરીયાતમંદ મતદારોને પોલીસનો સહારો