Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Big Breaking : જેની રાહ જોવાતી હતી તે ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક શરુ

Big Breaking : અમદાવાદના ગોતા ખાતે રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની બેઠક શરુ થઇ ગઇ છે. પરશોત્તમ રુપાલાના નિવેદન બાદ સર્જાયેલા વિવાદના નિરાકરણ અને સમાધાન માટે ભાજપના આગેવાનો અને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના આગેવાનો વચ્ચે આ બેઠક યોજાઇ રહી છે. બેઠકમાં...
02:47 PM Apr 03, 2024 IST | Vipul Pandya
Parshottam Rupala issue.

Big Breaking : અમદાવાદના ગોતા ખાતે રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની બેઠક શરુ થઇ ગઇ છે. પરશોત્તમ રુપાલાના નિવેદન બાદ સર્જાયેલા વિવાદના નિરાકરણ અને સમાધાન માટે ભાજપના આગેવાનો અને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના આગેવાનો વચ્ચે આ બેઠક યોજાઇ રહી છે. બેઠકમાં શું નિર્ણય કરાશે તેની પર સહુની નજર રહી છે.

ક્ષત્રિય સમાજની મહિલાઓ સમાધાનના મૂડમાં નથી

પરશોત્તમ રુપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ઉભો થયેલો રોષ શાંત પડવાનું નામ લઇ રહ્યો નથી. સમાધાન માટે ગઇ કાલે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે બુધવારે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના આગેવાનો અને ભાજપના ક્ષત્રિય આગેવાનો વચ્ચે બેઠક યોજાશે. જોકે આમ છતાં ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત રહ્યો છે. ખાસ કરીને ક્ષત્રિય સમાજની મહિલાઓ કોઇ પણ ભોગે સમાધાનના મૂડમાં નથી અને તેઓ રુપાલાની ટિકિટ રદ કરવાની માગ પર અડગ રહ્યા છે.

બેઠક શરુ

આ બેઠકમાં ભાગ લેવા માટે ભાજપના આગેવાનો આઇ.કે.જાડેજા અને કેસરીસિંહ તથા બળવંતસિંહ રાજપૂત, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ પહોંચ્યા છે. બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પણ પહોંચ્યા છે. કરણસિંહ ચાવડા અને હકુભા  પણ બેઠકમાં પહોંચ્યા છે. આ બેઠક હાલ શરુ થઇ ગઇ છે

25-50 લોકો નક્કી નહી કરે કે સમાજે શું કરવું

બીજી તરફ ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મીની બાએ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરતાં કહ્યુ કે હું રસ્તામાં છું... બેઠકમાં જઇ રહી છું. મારુ વલણ એ જ રહેશે કે ટિકિટ કાપો..મને આમંત્રણ નથી છતાં બેઠકમાં જઇ રહી છું. 25-50 લોકો નક્કી નહી કરે કે સમાજે શું કરવું. સમાજની એક જ માગ છે કે ટિકિટ રદ કરવામાં આવે. અમારી માગ સ્વીકારાશે તો જ સમાધાન થશે. મારી સાથે બહેનો છે. હું ક્ષત્રિયાણીઓ સાથે લડીશ. જો સમાધાન કરવું જ હોય તો જયરાજસિંહ જાડેજાની સભા પછી જ કરી દીધું હોત.

રાજપૂત સમાજને પતાવી દેવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ

બીજી તરફ આ બેઠક મળે તે પહેલાં અમદાવાદની ખાનગી હોટલમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી. બેઠકમાં ક્ષત્રિય સમાજના 50 આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ક્ષત્રિય સમાજને હાંસિયામાં ધકેલી દીધો હોવાના આક્ષેપ કરાયોહતો તો સાથે સાથે રાજપૂત સમાજને પતાવી દેવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ પણ કરાયો હતો. ક્ષત્રિય સમાજના અગ્રણી નરેન્દ્રસિંહ તોમરે ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે રાજપૂત ધારાસભ્યો અને લોકસભાના સભ્યોને સાઈડ લાઈન કરાયા છે અને 2014, 2019 અને 2024માં ક્ષત્રિય સમાજને ટિકિટ અપાઇ નથી.

આ પણ વાંચો----- Maldhari Samaj : પરશોત્તમ રુપાલાના મામલે માલધારી સમાજે શું કહ્યું ?

આ પણ વાંચો---- RAJKOT : રૂપાલાના વિરોધમાં પદ્મિનીબા એ કર્યો અન્નનો ત્યાગ, કહ્યું “અમારો નિર્ણય અડીખમ”

 

Tags :
Ahmedabadbig BreakingBJPBJP Kshatriya leadersKshatriya communityloksabha election 2024Parshottam Rupala issuerajkot loksabha election
Next Article