મુન્નવર ફારૂકીના પુત્રને જે રોગ થયો તે Kawasaki Disease શું છે, શું છે તેના લક્ષણો?
- Munawar faruqui ના પુત્ર ને એક રેર પ્રકારની બિમારી થઇ છે
- Kawasaki Disease રોગ 5 વર્ષ સુધીના બાળકને થઇ શકે છે
- ખુબ જ ખર્ચાળ હોય છે આ બિમારીની સારવાર, જીવનું પણ જોખમ
Kawasaki Disease : સ્ટેન્ડઅપ કોમેડિયન અને બિગબોસ 17 નો વિજેતા મુનવ્વર ફારુકીના (Munawar Faruqui) પુત્ર મિખાઇલને કાવાસાકી નામનો રોગ હતો. જ્યારે તે દોઢ વર્ષનો થયો ત્યારે આ બિમારી અંગે જાણ થઇ હતી. હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યુંમાં તેણે આ વાત પોતે જ કહી હતી અને ઇમોશનલ પણ થઇ ગયો હતો. મુનવ્વરે જણાવ્યું કે, જ્યારે પુત્રને સારવારની જરૂર હતી ત્યારેતેની પાસે પૈસા નહોતા.
ખુબ જ ખર્ચાળ હોય છે સારવાર
એક એક ઇન્જેક્શન 25-25 હજાર રૂપિયાનું આવતું હતું. તેની પાસે માત્ર 700 રૂપિયા હતા. તેણે જણાવ્યું કે, જ્યારે પુત્ર સાજો ન થયો ત્યારે તેને હોસ્પિટલ લઇ ગયા. જ્યાં તેને કાવાસાકી રોગ હોવા અંગે માહિતી મળી. તે સમયે સમગ્ર પરિવાર માનસિક રીતે પરેશાન થઇ ગયો. ત્યારે અમારા પરિવારની આર્થિક સ્થિતિ પણ ખુબ જ નબળી હતી.
આ પણ વાંચો : 'One Nation, One Election' બિલમાં વિલંબ! લોકસભામાં આજે રજૂ નહીં થાય
શું હોય છે કાવાસાકીના લક્ષણ
કાવાસાકી ડિજીજ (Kawasaki Disease) એક ખુબ જ રેર બિમારી છે. જે બાળકના હૃદય અને ધમનીઓને પ્રભાવિત કરે છે. અમેરિકા અને કેનેડામાં 5 વર્ષથી ઓછી ઉંમરમાં દર લાખ બાળકોમાં 10 થી 20 બાળકોમાં આ બિમારી હોય છે. કાવાસાકીની બિમારી હોય કે કાવાસાકી સિંડ્રોમ પણ કહે છે. તેના કારણે બ્લડ વેસલ્સમાં સોજો થવા લાગે છે. આ વેસલ્સ નબળી થઇને ફેલ થઇ જાય છે. તેવી સ્થિતિમાં તે ફાટવા અથવા સંકોચાઇ જવાનો ખતરો હોય છે. કાવાસાકી ડિજીજનીમહત્તમ શક્યતા 6 મહિનાથી માંડીને 5 વર્ષના બાળકને હોય છે.
કાવાસાકી ડિજિજ કેટલું ખતરનાક
આ બિમારી ધમનીઓને પ્રભાવિત કરે છે, જો કે સૌથી વધારે કોરોનરી ધમનીઓમાં સર્જાનારી ધમનીઓ માટે હોય છે. આ હાર્ટને બ્લડ સપ્લાય કરે છે. કોરોનરી ધમનિઓના કારણે બાળકોમાં હૃદય અંગેની સમસ્યાઓ સર્જાતી હોય છે.
આ પણ વાંચો : આ બિમારીના કારણે Zakir Hussain નું થયું મોત, જાણો પૂરી વિગત
કાવાસાકી ડિજીજના લક્ષણ
1. પાંચ દિવસથી વધારે સમય માટે 102.2 ફેરનહીટ કરતા વધારે તાવ રહેવો
2. પ્રાઇવેટ પાર્ટ્સ અથવા શરીરના અન્ય સ્તાઓમાં દાણા અને લાલ ચકતા થવા.
3. લિમ્ફ નોડમાં સોજો થવો.
4. આંખો લાલ થઇ જવી
5. જીભમાં સોજો
6. હોઠનું ફાટી જવું.
કયા બાળકોને થઇ શકે છે બિમારી
કાવાસાકી રોગનું કારણ હજી સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે, બેક્ટેરિયલ અથવા વાયરલ ઇન્ફેક્શન બાદ આ બિમારી લાગુ પડી શકે છે. જેના માટે કેટલાક વાતાવરણના ફેરફાર પણ હોઇ શકે છે. બિમારી કેટલાક બાળકોમાં વારસાગત પણ હોઇ શકે છે. શિયાળાના અંત અને વસંતની શરૂઆતમાં આ બિમારી ઝડપથી ફેલાય છે. યુવતીઓની તુલનામાં યુવકોને તેની આશંકા વધારે જોવા મળી શકે છે.
આ પણ વાંચો : Weather Alert: કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી, અમદાવાદમાં નોધાંયુ 13.5 ડિગ્રી તાપમાન
આ બિમારીની સારવાર શું છે
કાવાસાકી બિમારીની ઝપટે ચડનારા બાળકોની સારવાર ડોક્ટર કેટલીક દવાઓ અને ઇન્જેક્શનની મદદથી થાય છે. જો કે તેના કારણે માત્ર તેના લક્ષણો પર કાબુ કરવાનો પ્રયાસ કરી શકાય છે. 2-3 ટકા કિસ્સાઓમાં આ બિમારી બીજી વખત પણ થઇ શકે છે. આ જ કારણ છે કે, ડોક્ટર નિયણિત તપાસ અને સલાહ લેતી રહેવી જોઇએ.
આ પણ વાંચો : Sambhal માં મોટા એક્શનની તૈયારી, મંદિરમાં પૂજા કર્યા બાદ DM એ જણાવ્યો સમગ્ર પ્લાન