શું છે Emotional Dumping અને કેમ બની રહ્યું છે બિગેસ્ટ રિલેશનશિપ બ્રેકર ???
- ભાવનાત્મક ઉદાસીનતા Emotional Dumpingનું મૂળ કારણ છે
- Emotional Dumpingને ઓળખવામાં વિલંબ કરશો તો આપનો રિલેશન જોખમાશે
- Emotional Dumping કરતા પાર્ટનરને એકવાર સંપૂર્ણપણે શાંતિથી, પૂરતો સમય આપીને સાંભળો
Ahmedabad: અત્યારે રિલેશનશિપનો સૌથી મોટો શત્રુ Emotional Dumping બની રહ્યો છે. બહુ ઓછા કપલ Emotional Dumping વિશે જાણે છે. તેમને જ્યારે ખબર પડે છે કે Emotional Dumping કેટલું હાનિકારક છે ત્યાં સુધી બહુ વાર થઈ ચૂકી હોય છે. આપ પણ સંબંધોને ખોખલા કરી નાખતા Emotional Dumping વિશે જાણી લો.
શું છે Imotional Dumping ?
જ્યારે કોઈ પણ સંબંધ આપના માટે આરામદાયક અને અનુકુળ લાગવાને બદલ માથાનો દુખાવો બની જાય ત્યારે તેમાંથી તમે તણાવ અને અપમાન સિવાય કંઈ પામતા નથી. આ પ્રકારની સ્થિતિ ભાવનાત્મક ઉદાસીનતા તરફ દોરી જાય છે. આવા કિસ્સામાં Emotional Dumpingની ઘટનાઓ જોવા મળે છે. જેમાં એક પાર્ટનર બીજા પાર્ટનર પર વર્ક સ્ટ્રેસ, ફેલ્યોર અને ઈમોશનલ સેટબેક ઠાલવે છે. સામાન્ય રીતે પાર્ટનરને જે તેને પ્રેમ કરે અને તેમની સંભાળ રાખે છે તેના પર જ આવું કરી બેસે છે. મનોવિજ્ઞાનમાં, આ પરિસ્થિતિને Emotional Dumping કહેવામાં આવે છે.
આ પણ વાંચોઃ ઘરમાં Wall Clock લગાવવાની સાચી દિશા કઈ છે ? શું કહે છે Vastu Expert ?
Emotional Dumpingને કેવી રીતે ઓળખવું ?
માનસિક અને શારીરિક રીતે થકવનારા દિવસ બાદ દરેક વ્યક્તિને પ્રેમ અને હૂંફની જરૂર હોય છે. હળવાશ અનુભવવા માટે, વ્યક્તિને પોતાના જીવનસાથી સાથે પ્રેમથી વાત કરવાનું મન થાય છે. હવે બને છે આનાથી ઉલટું જો તમારો પાર્ટનર ઘરે આવીને તમારા પર બૂમો પાડે, ગુસ્સે થાય કે તમારી ખામીઓ તરફ નિર્દેશ કરે તો સમજી લો કે Emotional Dumping થઈ રહ્યું છે. જો આપ Emotional Dumpingને ઓળખવામાં વિલંબ કરશો તો આપના સંબંધમાં મીઠાશને બદલે કડવાશ વધતી જશે.
Emotional Dumpingથી કેવી રીતે બચી શકાય છે ?
રિલેશનશીપમાં એકબીજાને સ્પેસ આપવી, એકબીજાના દ્રષ્ટિકોણને માન આપવું, એકબીજાના નિર્ણયોને આવકારવા બહુ મહત્વના હોય છે. જ્યારે એક પાર્ટનર Emotional Dumpingનો શિકાર બની ગયો હોય ત્યારે બીજા પાર્ટનરે આ સ્થિતિને પારખી લેવી જોઈએ. બીજા પાર્ટનરે Emotional Dumping કરતા પાર્ટનરને સૌથી પહેલા શાંતિથી સાંભળવો જોઈએ. Emotional Dumping કરતા પાર્ટનરને એકવાર સંપૂર્ણપણે શાંતિથી, પૂરતો સમય આપીને સાંભળી લેવાથી તેની હૈયાવરાળ શાંત થઈ જાય છે. જ્યારે તે શાંત હોય ત્યારે તેણે જે જે ફરિયાદો કરી છે તેનું વિષ્લેષણ કરવું જોઈએ. જેમકે, ઉકેલી શકાય તેવી ફરિયાદો, સત્વરે ઉકેલી શકાય તેવી ફરિયાદો, લાંબાગાળે ઉકેલી શકાય તેવી ફરિયાદો તેમજ અન્ય વિશ્લેષણ આપના સંબંધોની ગરીમા અનુસાર કરી શકો છો.
આ બહુ ધીરજ માંગી લેતી અને લાંબાગાળાની પ્રક્રિયા છે
એકવાર વિશ્લેષણ થઈ ગયા બાદ આપ સરળતાથી ફરિયાદોની સંખ્યાને ઉકેલીને ઓછી કરી શકો છો. એકવાર ફરિયાદોની સંખ્યા ઓછી થશે પછી Emotional Dumping કરતા પાર્ટનરને પણ અહેસાસ થશે કે તેનો પાર્ટનર તેને સપોર્ટ કરી રહ્યો છે. જો કે આ બહુ ધીરજ માંગી લેતી અને લાંબાગાળાની પ્રક્રિયા છે. વારંવાર ફરિયાદોનું વિશ્લેષણ કરીને તેની સંખ્યા ઓછી કરીને આપ બંને જણ Emotional Dumpingથી બચી શકો છો....ઓલ ધી બેસ્ટ !!!
આ પણ વાંચોઃ બ્લડ સુગર અને હાર્ટ ડીસીઝના દર્દીઓ માટે રામબાણ રેસિપી, વાંચો શું છે ઈન્ગ્રેડિયન્ટ્સ ?