Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નોનવેજ ખાધા વગર જોઈએ છે વધુ પ્રોટીન, તો આ ડાઈટનુ કરો સેવન

આપણા શરીર માટે પ્રોટીન ખૂબ જ જરૂરી હોય છે. સામાન્ય રીતે નોનવેજને પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે.
નોનવેજ ખાધા વગર જોઈએ છે વધુ પ્રોટીન  તો આ ડાઈટનુ કરો સેવન
Advertisement
  • પ્રોટીન આપણા શરીર માટે ખૂબ જ જરૂરી
  • પ્રોટીન આપણા શરીરમાં સ્નાયુઓ અને ત્વચાની પેશીઓ બનાવે છે
  • શાકાહારી ખોરાક ખાવાથી પ્રોટીનની ઉણપની ભરપાઈ કરી શકાય છે
  • શાકાહારી ખોરાક ખાવાથી આપણે એક દિવસમાં 1500 કેલરી મેળવી શકીએ છીએ

Protein Rich Foods : આપણા શરીર માટે પ્રોટીન ખૂબ જ જરૂરી હોય છે. સામાન્ય રીતે નોનવેજને પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. પરંતુ આનો અર્થ એ નથી કે શાકાહારી ખોરાકમાં પ્રોટીન નથી હોતું. શાકાહારી ખોરાક પણ પ્રોટીનથી ભરપૂર હોઈ શકે છે.

પ્રોટીન આપણા શરીર માટે ખૂબ જ જરૂરી

પ્રોટીન આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તે શરીરને એનર્જી આપવાનું કામ કરે છે. પ્રોટીન આપણા શરીરમાં સ્નાયુઓ અને ત્વચાની પેશીઓ બનાવે છે. શરીરમાં પ્રોટીનની ઉણપને કારણે વ્યક્તિ નબળાઈ અનુભવવા લાગે છે અને હાડકાં સંબંધિત બીમારીઓ પણ થઈ શકે છે. સામાન્ય રીતે નોનવેજને પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. પરંતુ એ બિલકુલ સાચું નથી કે શાકાહારી ખોરાક ખાવાથી પ્રોટીનની ઉણપની ભરપાઈ કરી શકાતી નથી. ફિટનેસ કોચ રાલ્સ્ટન ડિસુઝાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, કેવી રીતે હાઈ પ્રોટીનવાળો શાકાહારી ખોરાક ખાવાથી આપણે એક દિવસમાં 1500 કેલરી મેળવી શકીએ છીએ.

Advertisement

1500 કેલરીવાળા શાકાહારી આહારમાં નીચેની વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.

  • કાર્બોહાઇડ્રેટ - 132 ગ્રામ
  • ચરબી - 50 ગ્રામ
  • પ્રોટીન - 84 ગ્રામ

ડિસુઝાના જણાવ્યા અનુસાર, નાસ્તામાં 1 બ્રેડ, 1 ચમચી પીનટ બટર અને 300ml મલાઈવાળુ દુધ લેવું જોઈએ. સવારના નાસ્તામાં એક સફરજન અને 1 ચમચી પ્રોટીન પાવડર લેવો જોઈએ. લંચ થોડું ભારે હોવું જોઈએ. આમાં તમે 100 ગ્રામ ચોખા, 30 ગ્રામ કઠોળ, 160 ગ્રામ કોબીજનું શાક અને 100 ગ્રામ સોયા પનીર અથવા સોયા દહીં લઈ શકો છો. ડીસુઝા કહે છે કે, તમે સાંજના નાસ્તામાં 120ml ચા અથવા કોફી લઈ શકો છો. તો સાથે જ રાત્રિભોજન માટે 1 રોટલી, 30 ગ્રામ દાળ, 160 ગ્રામ કોબીજ, 75 ગ્રામ ચીઝ અને 100 ગ્રામ દહીં લેવું જોઈએ.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Ralston D'Souza (@ral.livezy)

આ સિવાય જે લોકો શાકાહારી ખાય છે તેમણે આ વાતોનું પણ ધ્યાન રાખવું જોઈએ

1. કોઈપણ પ્રકારની બ્રેડ (સફેદ કે બ્રાઉન) ખાતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, તેમાં પ્રતિ સ્લાઈસ 70 થી વધુ કેલરી ન હોવી જોઈએ.

2. ચા અથવા કોફીમાં 1 ચમચી અથવા તેનાથી ઓછી ખાંડ ભેળવીને પીવી જોઈએ.

3. કરી માટે અખરોટની પેસ્ટ અને હેવી ક્રીમનો ઉપયોગ બહુ ઓછી માત્રામાં કરવો જોઈએ. તમે તમારી પસંદગી અથવા સ્વાદ અનુસાર કાળા મરી, મીઠું અને અન્ય મસાલાનો ઉપયોગ કરી શકો છો.

4. આ સાથે કોઈ પણ ખાદ્યપદાર્થમાં તેલનો વધુ ઉપયોગ ન કરવો જોઈએ.

5. જ્યાં બાકીના શાકભાજી શાક અથવા સલાડ તરીકે ખાવામાં આવે છે. ત્યારે બટાકા અને શક્કરિયાને કાર્બોહાઇડ્રેટ્સના સ્ત્રોત તરીકે લેવામાં આવે છે.

6. આપણા બધાના મનમાં વારંવાર આ પ્રશ્ન હોય છે કે, શું આપણે ભાત ખાવા જોઈએ કે રોટલી. આના પર ડિસુઝા કહે છે કે, આપણે 100 ગ્રામ ભાત અથવા 1 રોટલી ખાવી જોઈએ.

7. જો તમે પ્રોટીન પાઉડર નથી લઈ રહ્યા તો તેના બદલે તમે સોયાબીન, ચીઝ અથવા ગ્રીક દહીં લઈ શકો છો.

8. જો તમે નોન-વેજ નથી ખાતા અને પ્રોટીન પાઉડર નથી લેતા, તો તમે તમારા આહારમાં એક ફળ, અથવા 100 ગ્રામ ભાત અને 1 રોટલીનો સમાવેશ કરી શકો છો. જો કે આનાથી તમારા શરીરમાં પ્રોટીન થોડું ઓછું થશે, પરંતુ તે તમને સ્વસ્થ રાખશે અને શરીરમાં ચરબીનુ પ્રમાણ પણ જળવાઈ રહેશે.

9. શરીરમાં સ્નાયુઓના વિકાસ માટે દરરોજ 80 થી 120 ગ્રામ ડેરી પ્રોડક્ટ્સ લેવી જોઈએ.

10. તે જ સમયે, ડિસુઝા કહે છે કે, આપણે 0 કેલરી સાથે ડાયેટ કોક લઈ શકીએ છીએ.

આ પણ વાંચો :  વિટામીન B-12 ની ઉણપ મગજ પર શું અસર કરે છે? જાણો ન્યુરોલોજીકલ સમસ્યાઓના કેટલાક સંકેતો

Tags :
Advertisement

Related News

featured-img
લાઇફ સ્ટાઇલ

Health Tips : પુરતી ઊંઘ ન મળવાથી વધે છે આ રોગોનું જોખમ! ડૉક્ટર પાસેથી જાણો યોગ્ય પદ્ધતિ

featured-img
લાઇફ સ્ટાઇલ

Roasted chickpeas : જો તમે દરરોજ શેકેલા ચણા ખાઓ તો શું થાય છે?

featured-img
લાઇફ સ્ટાઇલ

Black and White : વકીલો કાળા કોટ અને ડોક્ટરો સફેદ કોટ કેમ પહેરે છે?

featured-img
લાઇફ સ્ટાઇલ

TIPS : ધૂળેટી પર્વ પર રંગની અસરથી બચવા આટલું ખાસ કરો

featured-img
લાઇફ સ્ટાઇલ

Natural Hair : અકાળે સફેદ થતા વાળથી મળશે છુટકારો, આ તેલથી છે ઘણા ફાયદા!

featured-img
લાઇફ સ્ટાઇલ

Refrigerator :ઊનાળો આવ્યો,ફ્રીઝ હવે ખાસ કાળજી માંગશે

×

Live Tv

Trending News

.

×