મજા બની ગઇ સજા! કિસ કરનારી યુવતી મરતા મરતા બચી, ચોંકાવનારો કિસ્સો
- યુવતી મિત્રનો બર્થ ડે ઉજવવા માટે ગઇ હતી નાઇટ ક્લબમાં
- એક યુવક પસંદ આવતા બંન્ને વાતો કરી અને પછી કિસ કરવા લાગ્યા
- જો કે કિસ કર્યાની પાંચ જ મિનિટમાં યુવતી મોરણતોલ હાલ થઇ ગઇ
લંડન : શું તમે માનશો કે એક સામાન્ય ચુંબન કોઇ વ્યક્તિને મોતના મોઢા સુધી પહોંચાડી શકે છે. લંડનની 28 વર્ષીય ટોપ પ્રોડ્યુસર ફોબે કૈંપબેલ-હૈરિસની સાથે ચુંબન અંગેની એક એવી જ ઘટના બની છે જે ખુબ જ ચોંકાવનારી છે.
પ્રેમ વ્યક્ત કરવા માટે કરી કિસ
પ્રેમ અને ભાવનાઓને વ્યક્ત કરવા માટે સૌથી સુંદર માધ્યમ ચુંબન હોય છે. આ માત્ર પ્રેમી-પ્રેમિકા સુધી સીમિત નથી હોતુ પરંતુ માતા-પિતા પણ પોતાના બાળકો પર સ્નેહ વરસાવવા માટે ચુંબન કરતા હોય છે. પરંતુ શું તમે માનશો કે એક સામાન્ય ચુંબ કોઇ વ્યક્તિને મોતના મોઢા સુધી પહોંચાડી શકે છે. લંડનની એક 28 વર્ષીય ટોપ પ્રોડ્યુસર ફોબે કૈંપબેલ હૈરિસની સાથે ચુંબ અંગેની એક એવી જ ઘટના બની જે પરેશાન કરનારી છે.
આ પણ વાંચો : Operation Asur: શરાબના બેખૌફ સોદાગરો અંગે ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટો ખુલાસો
મિત્રો સાથે નાઇટ ક્લબ પહોંચી યુવતી
18 વર્ષની ઉંમરમાં ફોબે પોતાના મિત્રના જન્મ દિવસની ઉજવણી કરવા માટે પેરિસ ગઇ હતી. મિત્રો સાથે મજા કરત્યા બાદ તેઓ એક ક્લબ ખાતે પહોંચ્યા હતા. ત્યાં ફોબેની નજર એક યુવક પર પડી જે તેને ખુબ જ આકર્ષક લાગ્યો. વાતચીત શરૂ થઇ અને બંન્ને વચ્ચે મિત્રતા થઇ ગઇ. દોસ્તી પછી આકર્ષણાં પરિણામી અને સંબંધોને તેઓએ નેક્સ્ટ લેવલ પર લઇ જવાનું નક્કી કર્યું.
પ્રેમની પ્રથમ ક્ષણ હતી રોમાંચક
પ્રેમની પ્રથમ ક્ષણ ફોબે માટે ખુબ જ રોમાંચક હતી. જો કે થોડી જ મિનિટોમાં તેના માટે ખુબ જ ખોફનાક બની ગયું હતું. અચાનક તેની ગર્દન ભારે થવા લાગી હતી, સમગ્ર શરીર પર લાલ દાણાઓ ઉપસવા લાગ્યા હતા અને સોજો થઇ ગયો હતો. તેની સ્થિતિ એટલી વણસી ગઇ છે કે, તેઓ પોતાની પાસે રાખેલી ઇમરજન્સી ઇન્જેક્શનની મદદ લઇ ચુકી હતી, જો કે કોઇ ફાયદો થયો નહોતો.
આ પણ વાંચો : 'India કી સબસે ખતરનાક જેલ મેં એક નયા જેલર આયા હૈ...' જુઓ 'Black Warrant' નું ધાંસુ Teaser
ઇમરજન્સીમાં હોસ્પિટલ સારવાર માટે ખસેડાઇ
ફોબેની સ્થિતિ જોઇને ત્યાં હાજર કોઇ વ્યક્તિએ તુરંત જ ઇમરજન્સી સેવાઓને બોલાવી હતી. હોસ્પિટલ પહોંચવા સુધી તે લગભગ મોતના દરવાજા સુધી પહોંચી ગઇ હતી. તે પળ ફોબોએ જીવવાની આશા છોડી દીધી હતી, જો કે ડોક્ટરની આકરી મહેનતે તેનો જીવ બચાવી લીધો હતો. ડોક્ટરે જણાવ્યું કે, ફોબેને અનફિલૈક્સિસ નામની ગંભીર એલર્જી છે. જેમાં તેને કોઇ ખાસ ખાદ્ય પદાર્થ જેમ કે દાળ, ડેરી પ્રોડક્ટ અને કેટલીક પ્રકારની માછલીઓ જીવલેણ સાબિત થઇ ચુકી છે.
યુવકે એલર્જી વાળી દાળનું કર્યું હતું સેવન
દુર્ભાગ્યથી જે યુવકે તેને ચુંબન આપ્યું, તેણે તે સાંજે તે જ દાળનું સેવન કર્યું હતું. તેની લાભ જ્યારે યુવતીની લાભના સંપર્કમાં આવવાને કારણે એલર્જીનો ઘાતક હુમલો સહન કરવો પડ્યો. આ ઘટનાએ ફોબેના જીવનને બદલી નાખ્યું. હવે તે પોતાની એલર્જી અંગે ખુબ જ સતર્ક રહે છે અને બીજાને પણ જાગૃત કરે છે.
આ પણ વાંચો : 'ધક્કામુક્કી' બાદ ઘાયલ BJP સાંસદ તરફ જતા રાહુલ ગાંધી કેમેરામાં કેદ, Video Viral