Paneer Roll સ્વાદિષ્ટ જ નથી પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક! જાણો બનાવવાની સરળ રીત
- હળવી ભૂખ સંતોષવા માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે Paneer Roll
- પનીરમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જે સ્નાયુઓનું નિર્માણ કરે છે!
- એથ્લેટ્સ અને જીમ જનારાઓ માટે પણ એક હેલ્ધી વિકલ્પ
પનીર રોલ (Paneer Roll) એક એવો નાસ્તો છે જે ફક્ત સ્વાદિષ્ટ જ નથી પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. હળવી ભૂખ સંતોષવા માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ હોય શકે છે. તે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે અને ખાસ વાત એ છે કે તમે તેને તમારી પસંદગી મુજબ કસ્ટમાઇઝ પણ કરી શકો છો.
આ પણ વાંચો - શિયાળામાં ફક્ત 21 દિવસ ખાઓ આ ખોરાક, શરીરમાં વિટામિન B-12ની ઉણપ થશે દુર
ઉલ્લેખનીય છે કે, પનીરમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જે સ્નાયુઓનાં નિર્માણ અને સમારકામ માટે જરૂરી હોય છે. તેથી, આ પનીર રોલ (Paneer Roll) એથ્લેટ્સ અને જીમ જનારાઓ માટે પણ એક હેલ્ધી વિકલ્પ છે. એટલું જ નહીં, પનીરમાં ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ હોય છે, જે મૂડ સ્વિંગને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તો આવો, જાણીએ પનીર રોલ બનાવવાની સરળ રેસીપી (How To Make Paneer Roll)
આ પણ વાંચો - Baba Ramdev Health Tips: આ ફોર્મુલા અપનાવશો તો બાબા રામદેવની જેમ ફિટ રહેશો!
Paneer Roll કેવી રીતે બનાવવા ?
> સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું, હિંગ અને રાઈ નાંખો. જ્યારે તે તતડવા લાગે, ત્યારે તેમાં આદુ-લસણની પેસ્ટ નાખીને શેકો.
> હવે તેમાં ડુંગળી, ટામેટા અને કેપ્સિકમ ઉમેરો અને નરમ થાય ત્યાં સુધી શેકો.
> ધાણા પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
> હવે પનીરનાં ક્યુબ્સ ઉમેરો અને ધીમા તાપે 2-3 મિનિટ સુધી પકાવો.
> એક તવાને ગરમ કરો અને રોટલીઓને બંને બાજુ હળવા હાથે શેકો.
> ગરમ રોટલી પર દહીં લગાવો અને તેમાં પનીરનું મિશ્રણ ભરો. ઉપર લીલી ચટણી અને લીલા ધાણા ઉમેરો અને રોલ કરી લો.
આ પણ વાંચો - આ અભિનેત્રી સુંદર ચહેરા માટે મોઢા પર લગાવે છે થૂંક, જણાવ્યા ખાસ ફાયદા