Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Navratri-રામ .. રાવણ..અને નવરાત્રી..

Navratri- રામ .. રાવણ..અને નવરાત્રી.. રામકથામાં રાવણ જ એવું પાત્ર છે જે રામનાં ઉજ્જ્વળ ચરિત્રને ઉભારવાનું કામ કરે છે. રાવણ ભગવાન શિવ નો અનન્ય ભક્ત હતો..રામાયણમાં હનુમાનના રાવણના દરબારમાં પ્રવેશ સમયે લખે છે: અહો રૂપમહો ધૈર્યમહોત્સવમહો દ્યુતિ: અહો રાક્ષસરાજસ્ય સર્વલક્ષણયુક્તતા...
navratri રામ    રાવણ  અને નવરાત્રી

Navratri- રામ .. રાવણ..અને નવરાત્રી..
રામકથામાં રાવણ જ એવું પાત્ર છે જે રામનાં ઉજ્જ્વળ ચરિત્રને ઉભારવાનું કામ કરે છે.
રાવણ ભગવાન શિવ નો અનન્ય ભક્ત હતો..રામાયણમાં હનુમાનના રાવણના દરબારમાં પ્રવેશ સમયે લખે છે:

Advertisement

અહો રૂપમહો ધૈર્યમહોત્સવમહો દ્યુતિ:
અહો રાક્ષસરાજસ્ય સર્વલક્ષણયુક્તતા !!

રામાયણમાં વાલ્મિક ઊલ્લેખે છે ઃ રાવણને જોતાં જ રામ મુગ્ધ થઈ જાય છે અને કહે છે કે રૂપ, સૌન્દર્ય, ધૈર્ય, કાન્તિ તથા સર્વલક્ષણયુક્ત હોવા છતાં પણ આ રાવણમાં અધર્મ બળવાન ન હોત તો આ દેવલોકનો પણ સ્વામી બની જાત"
જેટલો રાવણ દુષ્ટ હતો અને પાપી હતો તેટલો જ તેનામાં શિષ્ટાચાર અને ઊઁચા આદર્શોવાળી મર્યાદાઓ પણ હતી.

Advertisement

રામના વિયોગમાં દુઃખી સીતાને રાવણે કહ્યું , "હે સીતે! જો તુ મારા પ્રતિ કામભાવ નથી રાખતી તો હું તને સ્પર્શ ન કરી શકું" શાસ્ત્રો અનુસાર વન્ધ્યા, રજસ્વલા, અકામા, આદિ સ્ત્રીઓને સ્પર્શ કરવાનો નિષેધ છે. અતઃ પોતાના પ્રતિ અકામા સીતાને સ્પર્શ ન કરી રાવણ મર્યાદાઓનું જ આચરણ કરતો હતો.છતાં રિધ્ધિ સિધ્ધીના કારણે શક્તિઓ માટે રાવણ કુપાત્ર હતો. ધર્મ થકી જ ધર્મને નડતો હતો. ભક્તિ તો એવી હતી કે ગોચરમાં નિયંતાએ નિર્ધારિત કરેલ પંથે ચાલતા હતા અને જીવસૃષ્ટિ માટે ચોક બળ હતા એવા નવગ્રહો રાવણને વશ હતા. એટલે નિયંતા રામના હાથે એ ધર્માત્મા હણાયો. રામ આવું કરે? હા,બાપ જ દીકરો શક્તિશાળી હોય અને ગામને રંજાડતો હોય તો મારે જ. એ બાપનો ધર્મ છે.  

રાવણવધ દર દશેરાએ થાય છે તે પ્રતિકાત્મક છે.

Advertisement

કોઇ પણ હિંદુ કટ્ટર રામભક્ત હોય તો ય રાવણ પ્રત્યે પૂજ્યભાવ ન હોય તો ય ઘૃણા તો નહી જ રાખતો હોય.

સાંપ્રત એક રાવણ નથી.અનેક છે.

આજે તો અર્જુન પણ સાંપ્રત નથી.

એનું 'ન હન્યતે' નહી ચાલે.
મહાભારતનો પાર્થ  ન જ ચાલે.

છેલ્લી ઘડીએ 'ગાંડીવં સંસ્રતે હસ્તાત' ન ચાલે કારણ હવે ગીતા કથવા કૃષ્ણ નથી આવવાના.કાયરોથી તો એ ય થાક્યો છે. આપણે જ હવે દશગ્રીવને હણીયે નહી તો કંઈ નહી પણ એક નરસિંહ-એક વિચારધારા જે રાવણવધ શનૈઃશનૈઃ કરી રહી છે એનો વિરોધ તો ન કરીયે.નહિતર,બટાટા કે જલેબીની ફેક્ટરીઓમાં મજૂરી કરતા હોઈશું. 

ઇતિહાસમાં તલવારની બીકે સલવારનાં નાડાં ખૂલેલાં અને જે બિજારોપણ થયેલું એ ગાંડા બાવળનું હતું.બસ,ફેલાયા જ કર્યો.લાગે હરિયાળો પણ મોટીમોટી શૂળો વાળો.
સહિષ્ણુ નથી આપણે-કાયર છીયે.
ધાર્મિક નથી આપણે-ધર્માડંબરી છિયે.

આ પણ વાંચો- Blitheness-સામેની વ્યક્તિ જેવી છે, એવી જ સ્વીકારી લેવાની

Tags :
Advertisement

.