Hanuman Jayanti પર આ પ્રસાદ ઘરે જ બનાવો, જાણી લો બજરંગબલીને પ્રિય મીઠાઈની સરળ રેસિપી
- Hanuman Jayanti અવસરે ઘરે જ બનાવો હનુમાનજીની પ્રિય વાનગી
- હનુમાનજીને પ્રસાદ તરીકે ચઢાવો ઘરે બનાવેલ Rasdar Bundi
- રસદાર બુંદીની રેસિપી સરળ છે અને થોડા સમયમાં જ તૈયાર થઈ જાય છે
Ahmedabad: Hanuman Jayantiએ હનુમાન દાદાની ખાસ પૂજા-અર્ચનાનું વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે ખાસ પ્રકારનો ભોગ પણ હનુમાન દાદાને ચઢાવવામાં આવે છે. જો હનુમાન દાદાને પ્રિય એવા પ્રસાદનો ભોગ ચઢાવવામાં આવે તો સોનામાં સુગંધ ભળે. અમે આજ આપને હનુમાન દાદાને પ્રિય એવા પ્રસાદ વિશે જણાવીશું જેને આપ ઘરે પણ સરળતાથી બનાવી શકો છો. તે પણ માત્ર 10 મિનિટમાં. ચાલો જાણીએ હનુમાન દાદાના પ્રિય પ્રસાદની સરળ રેસિપી
રસદાર બુંદી છે હનુમાન દાદાનો પ્રિય પ્રસાદ
આજે Hanuman Jayantiએ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે આપ ઘરે જ Rasdar Bundiનો પ્રસાદ બનાવીને તેનો પ્રસાદ ધરાવશો તો હનુમાનજીની વિશેષ કૃપા મેળવશો. અહીં અમે તમને રસદાર બુંદી બનાવવાની સરળ રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ. જે ખૂબ જ સરળ છે. આ સ્વાદિષ્ટ મીઠાઈ ખૂબ જ ભગવાન હનુમાનને પ્રિય છે. આજે રસદાર બુંદીનો પ્રસાદ ઘરે બનાવીને હનુમાનજીને ધરાવો.
આ પણ વાંચોઃ હનુમાન જયંતિ અને શનિવારનો શુભ સંયોગ! ભૂલશો નહીં આ કામ, બદલાઇ શકે છે તમારી કિસ્મત
રસદાર બુંદી બનાવવા માટે જરૂરી સામગ્રી
હનુમાનજીને પ્રિય એવી રસદાર બુંદી બનાવવા માટે જરૂરી સામગ્રી આપના રસોડામાં જ ઉપલબ્ધ છે આપને ક્યાંય માર્કેટમાં જઈને ખોટો ખર્ચ કરવાની જરૂર નથી. રસદાર બુંદી બનાવવા માટે
ચણાનો લોટ - એક કપ, ઘી - એક ચમચી, પાણી - ૩ કપ, તેલ - તળવા માટે પૂરતું, બેકિંગ સોડા - એક ચપટી, કેસરની થોડીક પાંખડીઓની જરૂર પડશે.
રસદાર બુંદીની રેસિપી
ચાલો જાણીએ કે રસદાર બુંદી ઘરે જ સરળ રીતે કઈ રીતે બનાવી શકાય છે. સૌ પ્રથમ આપ 1 કપ ચણાનો લોટ લો અને તેમાં 3 કપ પાણી મિક્સ કરો. તેમાં 1 ચમચી ઘી ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. આમ કરવાથી બુંદી ક્રિસ્પી થઈ જશે. ત્યારબાદ ગેસ પર એક ફ્રાઈંગ પેન મૂકો અને તેમાં તળવા માટે પૂરતું તેલ ઉમેરો. તેલ ગરમ થાય એટલે આ બુંદી મિશ્રણને ચાળણીમાં નાખીને તેલમાં નાખો. આમ કરવાથી તેઓ મોતીની જેમ ફ્રાઈંગ પેનમાં પડી જશે. તેનો રંગ બદલાય ત્યાં સુધી તળો, પછી તેમને બહાર કાઢીને બાજુ પર રાખો. હવે ગેસ પર એક બાઉલ મૂકો અને તેમાં ખાંડ અને પાણી ઉમેરીને ચાસણી બનાવો, તેમાં કેસરની પાંખડીઓ ઉમેરો અને મિક્સ કરો. જ્યારે મિશ્રણ હૂંફાળું થઈ જાય, ત્યારે તેમાં તળેલી બુંદી ઉમેરો અને મિક્સ કરો. બસ, સ્વાદિષ્ટ Rasdar Bundi તૈયાર છે. તમે તેનો પ્રસાદ તરીકે ઉપયોગ કરી શકો છો.
આ પણ વાંચોઃ Rashifal 12 April 2025 : આ રાશિના જાતકોની આજે વ્યવસાયિક યોજનાઓ સફળ થશે