Health warning about sleep : શું તમે પથારી પર જતા 5 મિનિટ કે તેથી ઓછા સમયમાં ઊંઘી જાઓ છો? તો છે ગંભીર સંકેત
- ઘણા લોકો એવા હોય છે જે પથારીમાં જતા જ સૂઈ જાય છે
- સતત ઊંઘનો અભાવ અનેક ગંભીર શારીરિક-માનસિક સમસ્યાઓ ઉત્પન કરે છે
- ઊંઘનો અભાવ ઘણા જુદા જુદા કારણોસર થઈ શકે છે
Health warning about sleep : ઊંઘ એક કુદરતી, શારીરિક અને માનસિક પ્રક્રિયા છે જે શરીર અને મનને આરામ આપે છે. જ્યારે આપણે સૂઈએ છીએ, ત્યારે આપણું શરીર તેની ઉર્જા ફરી ભરે છે, કોષોનું સમારકામ કરે છે અને મગજમાં વિવિધ માહિતીની પ્રક્રિયા કરે છે. ઊંઘ દરમિયાન, શરીર અને મગજમાં ચોક્કસ ફેરફારો થાય છે જેમ કે હૃદયના ધબકારા અને શ્વસન દરમાં ઘટાડો, સ્નાયુઓમાં આરામ અને મગજમાં વિચાર પ્રક્રિયાઓ ધીમી પડી જાય છે.
ઘણા લોકો એવા હોય છે જે પથારીમાં જતા જ સૂઈ જાય છે
ઘણા લોકો એવા હોય છે જે પથારીમાં જતા જ સૂઈ જાય છે, જ્યારે ઘણા લોકો એવા હોય છે પથારીમાં જઇ ખૂબ મોડેથી સૂવે છે. તાજેતરમાં, એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકો પથારીમાં જઇ 5 મિનિટ કે તેનાથી પણ ઓછા સમયમાં સૂઈ જાય છે, તેઓ કોઈ ગંભીર સમસ્યાથી પીડાઈ શકે છે. પાંચ મિનિટમાં ઊંઘી જવું એ ઊંઘની ઉણપનો સંકેત હોઈ શકે છે જે કદાચ ઊંઘની ગુણવત્તા નબળી હોવાને કારણે અથવા ઊંઘના અભાવને કારણે હોઈ શકે છે. સ્લીપ હેલ્થ ફાઉન્ડેશન 18 થી 64 વર્ષની વયના લોકો માટે દરરોજ સાત થી નવ કલાકની ઊંઘની ભલામણ કરે છે. જોકે, આ હંમેશા શક્ય નથી હોતું કારણ કે દર 5 માંથી એક વ્યક્તિને પૂરતી ઊંઘ મળતી નથી અને તેથી તે ઊંઘનો અભાવ અનુભવે છે. સતત ઊંઘનો અભાવ અનેક ગંભીર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે જોડાયેલો છે, જેમાં હૃદય રોગ, સ્ટ્રોક, સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર, ડિપ્રેશન, ચિંતા અને અલ્ઝાઈમરનો સમાવેશ થાય છે.
નિષ્ણાતો શું કહે છે?
નિષ્ણાતોએ એક સમયરેખા બનાવી છે જે દર્શાવે છે કે તમને ઊંઘવામાં કેટલો સમય લાગે છે અને તે તમારા સ્વાસ્થ્ય વિશે શું કહે છે. હકીકતમાં, 5 મિનિટથી ઓછા સમયમાં ઊંઘી જવું એ એક ગંભીર જોખમ હોવાનું દર્શાવવામાં આવ્યું છે જ્યારે ઊંઘી જવા માટે સ્વસ્થ શ્રેણી 5 થી 20 મિનિટ છે. ખૂબ જલ્દી ઊંઘી જવું એ નાર્કોલેપ્સી જેવી તબીબી સ્થિતિની નિશાની પણ હોઈ શકે છે અને બીજી બાજુ, જો તમને ઊંઘવામાં 20 થી 30 મિનિટથી વધુ સમય લાગે છે, તો તે અનિદ્રાની નિશાની હોઈ શકે છે. ઊંઘનો અભાવ ઘણા જુદા જુદા કારણોસર થઈ શકે છે, પરંતુ જો તમે સમસ્યાને ઓળખી શકતા નથી, તો તે સમય જતાં ગંભીર બની શકે છે. એટલા માટે તમારે નિષ્ણાતને પણ મળવું જોઈએ.
ઊંઘમાં ખલેલ પહોંચાડતા પરિબળો
રાત્રિના સમયે અવાજ, ફોન, ટીવી અને ટેબ્લેટમાંથી નીકળતો સ્ક્રીન લાઈટ અને બહારનો પ્રકાશ પણ ઊંઘ ન આવવાનું કારણ બને છે. જ્યારે તમે સૂવાનો પ્રયાસ કરી રહ્યા છો, ત્યારે તમે તમારા જીવનમાં કોઈ બાબત વિશે વિચલિત અથવા ચિંતા અનુભવી શકો છો, જે તમને ઊંઘ આવતા અટકાવી શકે છે. આ ઉપરાંત, ડ્રગ્સનું વ્યસન, ધૂમ્રપાન અને શારીરિક રીતે સક્રિય ન રહેવા જેવી આદતો પણ અનિદ્રા માટે જવાબદાર હોઈ શકે છે.
ઊંઘ ન આવે તો શું કરવું?
જો તમને સારી ઊંઘ લેવામાં તકલીફ પડી રહી હોય, તો ઊંઘ નિષ્ણાતનો સંપર્ક કરવો એ સારો વિચાર હોઈ શકે છે. તેઓ તમારી ઊંઘને અસર કરી રહેલા મૂળ કારણનું નિદાન અને સારવાર કરી શકે છે.
આ પણ વાંચો: Aha Tamatar Mashup Viral Reel: છોકરાઓના ગ્રુપે એક Mashup બનાવ્યું અને Video Viral થયો