Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સરળ રીતે બનાવેલ ઘરેલુ હર્બલ ક્લીંઝરથી દૂર થશે હેવી મેકઅપ...સરળતાથી

હેવી મેકઅપ દૂર કરવા માટે અત્યારે કેમિકલ આધારિત મેકઅપ રીમૂવરનો ઉપયોગ પ્રચલિત છે. જો કે અમે આપને આજે એક એવા હર્બલ ક્લીંઝર વિશે જણાવીશું જે સરળ રીતે ઘરે બનાવી શકાય છે. તેનાથી હેવી મેકઅપ પણ સરળતાથી દૂર થઈ શકે છે.
સરળ રીતે બનાવેલ ઘરેલુ હર્બલ ક્લીંઝરથી દૂર થશે હેવી મેકઅપ   સરળતાથી
Advertisement
  • હેવી મેકઅપને દૂર કરતી વખતે કેટલીક ચોક્કસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે
  • વોટરપ્રૂફ મસ્કરા, ફુલ-કવરેજ ફાઉન્ડેશનને દૂર કરતી વખતે યોગ્ય કલીંઝર વાપરવું જરૂરી છે
  • હર્બલ કલીંઝર વાપરવાથી ત્વચા મુલાયમ અને ચમકદાર બને છે

Ahmedabad: આજના સમયમાં સ્ત્રીઓ માટે મેકઅપ એક અનિવાર્ય બાબત છે. ઈવેન્ટ નાની હોય કે મોટી સ્ત્રીઓ મેકઅપનો સહારો લેતી જ હોય છે. જો કે આ મેકઅપ દૂર કરતી વખતે પણ ખૂબ ધ્યાન રાખવું પડે છે અને સમય પણ ઘણો વડફાય છે. લાઈટ મેકઅપને સ્ત્રીઓ સહેલાઈથી દૂર કરતી હોય છે પરંતુ હેવી મેકઅપ દૂર કરતી વખતે સ્ત્રીઓનો સમય અને શક્તિ ખૂબ વેડફાય છે. હેવી મેકઅપ દૂર કરવા સ્ત્રીઓ હાનિકારક કેમિકલ યુક્ત ક્લીંઝર વાપરતી હોય છે. અમે આપને જણાવીશું એક એવા હર્બલ ક્લીંઝર વિશે જેનાથી સરળતાથી હેવી મેકઅપ દૂર થશે.

હેવી મેકઅપ દૂર કરવો આસાન નથી

સુંદર દેખાવા માટે માત્ર મેકઅપને યોગ્ય રીતે લગાવવો જ જરૂરી નથી, પરંતુ તેને યોગ્ય રીતે દૂર કરવો પણ એટલો જ જરૂરી છે. જો તમે હેવી મેકઅપને દૂર કરવા માટે કેમિકલ આધારિત મેકઅપ રીમુવરનો ઉપયોગ કરો છો તો તેનાથી તમારી ત્વચાને નુકસાન પણ થઈ શકે છે. આ સ્થિતિમાં શ્રેષ્ઠ ઉપાય એ છે કે નેચરલ એન્ડ હર્બલ ક્લીંઝર બનાવીને તેનો ઉપયોગ કરો. આ હર્બલ ક્લીંઝરને લીધે આપની ત્વચાને વધારાનું પોષણ પણ મળી રહેશે.

Advertisement

આ પણ વાંચોઃ  Fasting in Navratri: ચૈત્રી નવરાત્રીમાં ઉપવાસમાં ખોરાક બાબતે કાળજી નહિ રાખો તો થઈ શકે છે આ રોગ

Advertisement

આ ક્લીન્ઝર કેટલું ઉપયોગી ?

આ હર્બલ ક્લીન્ઝર માત્ર બજેટમાં કિફાયતી હોવા ઉપરાંત આપની ત્વચાને ચમકદાર અને મુલાયમ બનાવશે. જે હઠીલા મેકઅપને દૂર કરવામાં પણ મદદ કરે છે. જો તમે વોટરપ્રૂફ મસ્કરા લગાવ્યું હોય અથવા ફુલ-કવરેજ ફાઉન્ડેશન અથવા લાંબા સમય સુધી ચાલતી લિપસ્ટિકનો ઉપયોગ કર્યો હોય, તો પણ આ ક્લીન્ઝર તમારી ત્વચાને સાફ કરવામાં ચોક્કસપણે મદદ કરશે.

હર્બલ ક્લીંઝરની સામગ્રી અને રેસિપી

હેવી મેકઅપને સરળતાથી રીમુવ કરતા આ હર્બલ ક્લીંઝરને બનાવવાની સામગ્રી અને રેસિપી નોંધી લો. આ કલીંઝર બનાવવા માટે 2 સ્પૂન ગ્રીન ટી, 1 સ્પૂન મધ, 1 સ્પૂન ઓલિવ તેલની જરૂર પડશે. હવે જાણો તેની સરળ રેસિપી. સૌ પ્રથમ ગ્રીન ટી બનાવો અને તેને ઠંડી થવા દો. તેમાં મધ અને ઓલિવ ઓઈલ મિક્સ કરો. આ મિક્સચરમાં આપ એલોવેરા અને કોકોનટ ઓઈલ પણ ઉમેરી શકો છો.

કઈ રીતે હર્બલ ક્લીંઝર વાપરવું ?

જ્યારે આપ હેવી મેકઅપ રીમુવ કરો ત્યારે હળવા હાથે કોટન વડે આ હર્બલ ક્લીંઝર વાપરી શકો છો. આ ક્લીંઝરના ઉપયોગથી આપની ત્વચા પર રહેલો હેવી મેકઅપ સરળતાથી દૂર થશે, ત્વાચા ચમકદાર અને મુલાયમ બનશે. આ કલીંઝરમાં રહેલા મધ, ઓલિવ ઓઈલ, ટી લીવ્ઝ આપની ત્વચા પર રહેલા બ્લેક હેડ્સ પણ દૂર કરવામાં મદદ કરશે.

આ પણ વાંચોઃ  Yogasan: કબજિયાતને જડમૂળથી દૂર કરવા રોજ કરો આ 3 આસન

Tags :
Advertisement

Trending News

.

×