Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ 4 ડ્રિંક્સ પીવાથી ઘટશે યુરિક એસિડનું જોખમ, જાણો કેવી રીતે બનાવી

Drinks For Uric Acid : રોજિંદા જીવનમાં ખરાબ ખાણીપીણીની વસ્તુઓનું સેવન કરવાથી શરીરમાં Uric Acid નું પ્રમાણ વધે છે. જ્યારે સ્વાસ્થ્ય માટે હાનિકારણ ભોજનનું પ્રમાણ વધે છે, ત્યારે શરીરમાં પ્યુરીનની માત્રા વધે છે. તો અમુક ખાદ્ય પદાર્થોને કારણે Uric Acid...
આ 4 ડ્રિંક્સ પીવાથી ઘટશે યુરિક એસિડનું જોખમ  જાણો કેવી રીતે બનાવી

Drinks For Uric Acid : રોજિંદા જીવનમાં ખરાબ ખાણીપીણીની વસ્તુઓનું સેવન કરવાથી શરીરમાં Uric Acid નું પ્રમાણ વધે છે. જ્યારે સ્વાસ્થ્ય માટે હાનિકારણ ભોજનનું પ્રમાણ વધે છે, ત્યારે શરીરમાં પ્યુરીનની માત્રા વધે છે. તો અમુક ખાદ્ય પદાર્થોને કારણે Uric Acid વધે છે. તેના કારણે હાડકાં અને સાંધાઓમાં દુખાવો થઈ શકે છે. તેની સાથે કિડનીમાં સ્ટોન બનવાની સમસ્યા પણ થાય છે. તો આ અહેવાલમાં એવી ડ્રિંક્સ વિશે જણાવવામાં આવ્યું છે. જેનું સેવન કરવાથી Uric Acid નું પ્રમાણ ધટે છે.

Advertisement

લીંબુ પાણી

Uric Acidના દર્દીઓએ સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવું જોઈએ. આ કુદરતી પીણું પીવાથી શરીરમાં એકઠા થયેલા ગંદા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. લીંબુ શરીરમાં હાઇડ્રેશન પણ જાળવી રાખે છે. લીંબુ પાણી બનાવવા માટે તમારે 1 ગ્લાસ પાણીમાં 1 આખું લીંબુ નિચોવીને પીવું પડશે.

આદુની બનેલી ચા

આદુની ચા સામાન્ય દૂધની ચા કરતા અલગ હોય છે. આદુમાં એન્ટી-ઇંફ્લેમેટરી ગુણ હોય છે જે હાડકાના સોજાને ઘટાડે છે. આદુની ચા પીવાથી પાચનક્રિયા પણ સુધરે છે. તેને બનાવવા માટે તમારે અડધો ઈંચ આદુને પાણીમાં ઉકાળીને પીવું પડશે. આ પીણું સવારે ખાલી પેટ પીવું વધુ ફાયદાકારક સાબિત થશે.

Advertisement

આ પણ વાંચો: બ્લડ કેન્સર પહેલા શરીરમાં આવા લક્ષણો જોવા મળે છે, જલ્દી કરાવી લો આ ટેસ્ટ!

પાણીનું સેવન

તબીબ કોઈપણ રોગમાં પાણી પીવાની મનાઈ કરતા નથી. કારણ કે... પાણી શરીરમાં રહેલા ઝેરને બહાર કાઢે છે. પાણી પીવાથી હાઇડ્રેશન જળવાઈ રહે છે. દરરોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવાથી Uric Acid ની સમસ્યા ઓછી થઈ શકે છે.

Advertisement

એપલ સાઇટર વિનેગર

એપલ સાઇડર વિનેગર શરીર માટે ફાયદાકારક છે. તેને હૂંફાળા અથવા સાદા પાણીમાં ભેળવીને પીવામાં આવે છે. જો તમે દરરોજ ખાલી પેટ એપલ સાઇડર વિનેગર પાણીનું સેવન કરો છો, તો Uric Acid ની સમસ્યા થોડા દિવસોમાં જ દૂર થઈ જશે.

આ પણ વાંચો: 3 અભિવ્યક્તિવાળા લોકોથી સમાજમાં દૂર રહેવું, નહીંતર ધનોતપનોત નક્કી!

Tags :
Advertisement

.