દીવા અને ફટાકડાથી દાઝતાં આ ઘરગથ્થુ ઉપચારો તરત જ કરો...
Diwali Safety Tips : કેટલીકવાર ફટકડાને કારણે દુર્ઘટના પણ થતી હોય છે
07:08 PM Oct 30, 2024 IST
|
Aviraj Bagda
Diwali Safety Tips : Diwali 2024 એ રોશની અને આનંદ-ઉલ્લાસનો તહેવાર છે. દિવાળીના સમયગાળા દરેક લોકો પોતાના પરિવાર અને પ્રિયજનો સાથે સમય વિતાવે છે. તો દિવાળીના સમયે 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને મર્યાદા પુરુષોત્તમ રામ મા સીતા સાથે અયોધ્યાનગરીમાં પરત ફર્યા હતા. ત્યારે અયોધ્યામાં દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં દીપક પ્રગટાવીને અને ફટાકડા ફોડીને શ્રી રામ અને મા સીતાનું આગમન કર્યું હતું. તો આજેપણ દિવાળીના સમયે લોકો ફટાકડા ફોડીને ઉત્સવની ઉજવણી કરે છે. પરંતુ કેટલીકવાર ફટકડાને કારણે દુર્ઘટના પણ થતી હોય છે. પરંતુ જો દીવા કે ફટાકડા વગેરેને કારણે હાથ કે શરીરનો કોઈ ભાગ બળી જાય તો ઘરગથ્થુ ઉપચાર ઉપયોગી થઈ શકે છે.
આ પણ વાંચો:
- ઠંડું પાણી : દીપક અથવા ફટાકડાને કારણે જ્યારે સહેજ બળતરાનો અનુભવ થાય છે, ત્યારે ઈજા પહોંચી ચામડીને લગભગ 20 મિનિટ માટે ઠંડા પાણીમાં રાખો. આ પછી, બળી ગયેલી ચામડીને હળવા સાબુ અને પાણીથી ધોઈ નાખો.
- કોલ્ડ કંપ્રેસ : દિવાળીમાં ફટાકડા અને દીવાથી દાઝી જતાં ચામડી ઉપર કોલ્ડ કોમ્પ્રેસ લગાવો અથવા તેને સ્વચ્છ ભીના કપડાથી ઢાંકી દો. આનાથી દુખાવો અને સોજામાં રાહત મળે છે. ખાસ કરીને વિવિધ ઠંડા કોમ્પ્રેસનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે તે દાઝી ગેયલી ચામડીને વધુ ઈજા પહોંચાડી શકે છે.
- એન્ટિબાયોટિક મલમ : એન્ટિબાયોટિક મલમ અને ક્રીમ ચેપને રોકવામાં મદદ કરે છે. બર્ન પર એન્ટીબેક્ટેરિયલ મલમ લગાવો અને તેને પ્લાસ્ટિકના ટુકડા વડે અથવા સ્ટેરાઈલ વડે ડ્રેસિંગ કરો અથવા કાપડથી ઢાંકી દો.
- એલોવેરા જેલ : એલોવેરા ફર્સ્ટથી સેકન્ડ ડીગ્રી બર્ન્સને મટાડવામાં અસરકારક છે. એલોવેરામાં દાઝી ગયેલી ચામડી ઉપર રક્ત પરિભ્રમણને અસરકારક બનાવે છે. તે બેક્ટેરિયાના વિકાસને પણ અટકાવે છે.
- મધ : મધ માત્ર સ્વાદિષ્ટ જ નથી, તે દાઝવામાં પણ મદદ કરી શકે છે. મધમાં બળતરા વિરોધી અને કુદરતી રીતે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણધર્મો પણ હોય છે.
આ પણ વાંચો:
Next Article