ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Breast Cancer ના લક્ષણો AI ની મદદથી આશરે 4-5 વર્ષ પહેલા જાણી શકાશે!

Whiterabbit.ai સાથે મળીને આ સંશોધન કર્યું મેમોગ્રાફીની મદદથી સંશોધનને પાર પાડવામાં આવ્યું AI નો ઉપયોગ કરવો પણ પડકારજનક હોઈ શકે છે Breast Cancer For AI Technology: આજના જમાનામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીએ દુનિયાના દરેક ખૂણે-ખૂણે પોતાનો પગપેસારો કરી દીધો...
08:27 PM Jul 30, 2024 IST | Aviraj Bagda
AI Technology May Detect Breast Cancer

Breast Cancer For AI Technology: આજના જમાનામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીએ દુનિયાના દરેક ખૂણે-ખૂણે પોતાનો પગપેસારો કરી દીધો છે. ત્યારે AI એ હવે, મેડિકલ સ્તરે પણ પોતાની પકડ વધુ મજબૂત કરી રહ્યું છે. મેડિકલ જગતમાં AI એ પોતાની પકડ Breast Cancer ના ઉકેલના માધ્યમથી શરૂ કરી છે. Breast Cancer થી થતી મોતમાં હવે, ઘટાડો આવી શકે છે. કારણ કે... AI ની મદદથી બીમારીને ક્રાંતિકારી પરિવર્તન આવી શકે તેમ છે.

Whiterabbit.ai સાથે મળીને આ સંશોધન કર્યું

AI એ Breast Cancer ને ઓળખવામાં મહારથ હાંસલ કરી છે. પરંતુ AI ની મદદથી 4-5 વર્ષ પહેલા જ Breast Cancer ની જાણ થઈ જશે. તેથી દર્દીની સારવાર કરવામાં પણ ઉત્તમ મદદ નીવડશે. અને દર્દીને મોતના મુખમાંથી બચાવી શકાશે. યુ.એસ.માં Whiterabbit.ai ના સંશોધકોએ એક સંશોધન હાથ ધર્યું હતું, જે radiology Artificial Intelligence જર્નલમાં પ્રકાશિત થયું છે. વૈજ્ઞાનિક પ્રોફેસર અને વરિષ્ઠ લેખકે Whiterabbit.ai સાથે મળીને આ સંશોધન કર્યું છે.

આ પણ વાંચો: Health Tips: જાણો... જ્યારે આપણે ખાંડ ખાવાનું બંધ કરીએ છીએ, ત્યારે શરીરમાં શું થાય છે?

મેમોગ્રાફીની મદદથી સંશોધનને પાર પાડવામાં આવ્યું

અહેવાલ અનુસાર, AI નો ઉપયોગ કરીને મેમોગ્રાફી કરવામાં આવી હતી, જેમાં કેટલાક ફોલ્લીઓ મળી આવી હતી. એ જ ફોલ્લીઓ પાછળથી કેન્સરની ગાંઠમાં ફેરવાઈ છે, તે સાબિત થયું હતું. આ ફોલ્લીઓને શોધવા માટે ડીપ લર્નિંગ અને મશીન લર્નિંગ ટેક્નોલોજી સાથે AI સિસ્ટમ બનાવવામાં આવી હતી. સંશોધન માટે દર્દીના મેડિકલ ડેટા, જેનેટિક તપાસ અને મેમોગ્રાફીની મદદથી સંશોધનને પાર પાડવામાં આવ્યું હતું. જોકે હાલમાં કોમ્પ્યુટરની મદદથી Breast Cancer ની માહિતી મેળવવામાં આવે છે.

AI નો ઉપયોગ કરવો પણ પડકારજનક હોઈ શકે છે

જોકે Breast Cancer ની શરૂઆતના તબક્કામાં સારવાર સસ્તી છે. તેની આ AI સિસ્ટમ ફાયદાકારક સાબિત થશે. તે ઉપરાંત Breast Cancer ને અગાઉથી અટકાવી શકાશે. પરંતુ AI નો ઉપયોગ કરવો પણ પડકારજનક હોઈ શકે છે. એક નહીં પરંતુ ત્રણ પડકારો છે. ઉદાહરણ તરીકે, દર્દીની અંગત અને સંવેદનશીલ માહિતી જાહેર થઈ શકે છે. તેથી તેનો ડેટા ગુપ્ત રાખવો સૌથી મોટો પડકાર છે. AI સચોટ અને નવી માહિતી પૂરી પાડી રહી છે, આ માટે તેને સમય સમય પર અપગ્રેડ અને મોનિટર કરવું ફરજિયાત રહેશે. ત્રીજો પડકાર AI નો ઉપયોગ સ્વીકારવાનો છે.

આ પણ વાંચો: હવે, Breast Cancer ની જાણ 1 મિનિટમાં થશે, IIT વિદ્યાર્થિનીએ બનાવી Smart Bra!

Tags :
AIAI technologyAI Technology May Detect Breast CancerArtificial intelligencebreast cancerBreast Cancer For AI TechnologyCancer Detection TechnologyCancer TreatmentDetect Breast CancerGujarat FirstMedicalMedical AI TechnologyMedical ResearchTechnology
Next Article