Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CM ભૂપેન્દ્ર પટેલની હાજરમાં 'ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ, ઇન્ડિયા- ગુજરાત ચેપ્ટર' ની દ્વિદિવસીય કૉન્ફરન્સ યોજાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 'ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ, ઇન્ડિયા- ગુજરાત ચેપ્ટર' ની કૉન્ફરન્સનો અમદાવાદમાં પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનતાં આગામી 5 વર્ષમાં આપણે દરેક ક્ષેત્રે...
cm ભૂપેન્દ્ર પટેલની હાજરમાં  ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ  ઇન્ડિયા  ગુજરાત ચેપ્ટર  ની દ્વિદિવસીય કૉન્ફરન્સ યોજાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 'ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ, ઇન્ડિયા- ગુજરાત ચેપ્ટર' ની કૉન્ફરન્સનો અમદાવાદમાં પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનતાં આગામી 5 વર્ષમાં આપણે દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બનીશું અને આત્મનિર્ભરતા માટે સસ્ટેનેબિલિટી પાયાની શરત છે. વિકાસ તમામ કાર્યોના પાયામાં સસ્ટેનેબિલિટી જરૂરી છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

Advertisement

આપણા શહેરી આયોજનમાં પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો ધ્યેય રાખી પર્યાવરણ જાળવણી સાથેના સંતુલિત વિકાસથી શહેરોને લવેબલ-લિવેબલ અને સસ્ટેનેબલ બનાવવાની તેમણે હિમાયત કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણની સાથે ચાલવું એ અગત્યનું બની ગયું છે. શહેરોમાં અર્બન ફોરેસ્ટ ઊભા કરીને, ગ્રીન કવર વધારીને ગ્લોબલ વૉર્મિંગ સામે લડવું પડશે. ઉપરાંત, રિડ્યુસ, રિયુઝ અને રિસાયક્લિંગ થકી સર્ક્યુલર ઇકોનોમીનું નિર્માણ કરીને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડીને શહેરોને હજુ વધુ લિવેબલ અને લવેબલ બનાવવા અંગેનાં આયોજન અને પરિસ્થિતિ નિર્માણ પણ સાથે મળીને કરવા આવશ્યક છે.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિશન લાઇફ વિશે વાત કરતાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન હેઠળ મિશન લાઇફ અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાન આપણને આવનારા પડકારોને પહોંચી વળવા પર્યાવરણની સુરક્ષા માટે પ્રેરણા આપે છે, આપણી જીવનશૈલી પર્યાવરણને સાથે લઈને ચાલે છે. મુખ્યમંત્રીએ શહેરી વિકાસને વેગ આપવા માટે આવી કૉન્ફરન્સ જેવાં આયોજન દ્વારા નક્કી કરાયેલ નિર્ણયને રાજ્ય સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ આપવા ખાતરી આપી હતી. મુખ્યમંત્રીએ સૌને જવાબદાર નાગરિક બની પર્યાવરણની જાળવણી માટે અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.

Advertisement

આ પ્રસંગે શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ અશ્વિની કુમારે ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે, રાજ્યના અનેક નગરોમાં વર્ષો જૂની સંસ્કૃતિ, સભ્યતા અને પૌરાણિક તત્ત્વો હાલ પણ જોવા મળે છે. વડનગર વિશે વાત કરતા તેમણે કહ્યું કે, વડનગરની સંસ્કૃતિ અને વિરાસત ખૂબ જ પ્રાચીન અને અદભુત છે અને ત્યાં તમામ ધર્મની પૌરાણિક વસ્તુઓ હાલ પણ જોવા મળે છે. વધુમાં તેમણે કહ્યું કે, અમદાવાદને ફર્સ્ટ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો જે આપણા માટે ગર્વની વાત છે. તેમણે વધુ જણાવ્યું હતું કે, રાજ્યના અનેક શહેરો પોતાના પ્રાચીન પરંપરાને કારણે ઓળખાય છે. પર્યાવરણ જાળવણીની વાત કરતા તેમણે કહ્યું કે, પર્યાવરણને સંતુલિત રાખી વિકાસના કાર્યો કરવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે.

શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ અશ્વિની કુમાર

અશ્વિની કુમારે ઉમેર્યું હતું કે, ગુજરાતને એક સમર્થ અને પ્રબળ નેતૃત્વ મળ્યું છે, જેના કારણે શહેરી વિકાસને વેગ મળ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શનમાં એમને સતત પ્રોત્સાહન અને સકારાત્મક સહયોગ મળ્યો છે, તેવું તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે એચ.એલ.સી.ના ચેરમેન કેશવ વર્માએ પોતાના પ્રવચનમાં અર્બન પ્લાનિંગ માટેની હાઈ લેવલ કમિટી (HLC) વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને આ સંસ્થા દ્વારા કરવામાં આવતા કર્યા વિશે સૌને વાકેફ કર્યા હતાં. વધુમાં તેમણે પર્યાવરણની જાળવણી સાથે કેવી રીતે ઔધોગિક વિકાસ કરી શકાય તે બાબતે પ્રેઝન્ટેશન દ્વારા અહેવાલ રજૂ કર્યો હતો. ઉપરાંત, બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને પણ વાત કરવામાં આવી હતી. કેશવ કુમારે વધુમાં ઈન્ફ્રાસ્ટ્રકચર અને ઇન્ડસ્ટ્રી સેકટર વિશે પણ અહેવાલ દર્શાવી વાત કરી હતી. આ કૉન્ફરન્સમાં મેયર પ્રતિભા જૈન, ITPI ના પ્રમુખ એન.કે.પટેલ, ધારાસભ્ય અમિત શાહ, જિતુ પટેલ, કૌશિક જૈન, નિવૃત્ત આઇએએસ અધિકારી આર.ગોપાલન, રાજેશ રાવલ સહિત ટાઉન પ્લાનિંગ અને અર્બન ડેવલપમેન્ટ સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો - K. Kailashanathan : વિશ્વાસુ, પરિશ્રમી અને વિઝનરી ઓફિસર તરીકે જાણીતા, PM મોદીના ડ્રિમ પ્રોજેક્ટ્સમાં ભજવી મહત્ત્વની ભૂમિકા

આ પણ વાંચો - K. Kailasanathan: ચાર મુખ્યમંત્રીઓના ખાસ રહેલા કે. કૈલાશનાથનનો આજે છેલ્લો દિવસ

આ પણ વાંચો - GONDAL : માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ, બંને ફરી રિપીટ કરાયા

Tags :
Advertisement

.