Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ 6 સંકેતો જે દર્શાવે છે શરીરમાં પ્રોટીનની ઉણપ, નજરઅંદાજ કરવાની ભૂલ ના કરતા!

Protein deficiency: શરીરને સ્વસ્થ રહેવા માટે ઘણા પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે. જે તમારી ત્વચા, વાળ, નખથી લઈને હાડકાં, સ્નાયુઓ અને શરીરના અન્ય ઘણા અંગો માટે જરૂરી છે. અને આ દરેક વસ્તુઓ વિવિધ Proteinને કારણે મળે છે. તો Protein...
12:10 AM Aug 01, 2024 IST | Aviraj Bagda
6 changes in body that indicate protein deficiency

Protein deficiency: શરીરને સ્વસ્થ રહેવા માટે ઘણા પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે. જે તમારી ત્વચા, વાળ, નખથી લઈને હાડકાં, સ્નાયુઓ અને શરીરના અન્ય ઘણા અંગો માટે જરૂરી છે. અને આ દરેક વસ્તુઓ વિવિધ Proteinને કારણે મળે છે. તો Protein કોઈપણ પ્રકારની ઈજામાંથી સાજા થવામાં મદદ કરે છે. તો શરીરમાં Protein ની ઉણપથી એડીમા થઈ શકે છે. તે તમારા માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે. ત્યારે ચાલો જાણીએ Protei nની ઉણપના લક્ષણો.

વાળ ખરવા લાગે કે પછી કમજોર બને

શરીરમાં Protein ની ઉણપની અસર વાળ પર પણ જોવા મળે છે. જેના કારણે તમારા વાળ નિર્જીવ દેખાવા લાગે છે. વાળ નબળા થઈ જાય છે અને વચ્ચેથી તૂટવા લાગે છે અને ધીમે ધીમે વાળ પાતળા થવા લાગે છે.

Protein ની ઉણપ નખમાં જોવા મળે છે

Protein ની ઉણપને કારણે નખ તૂટવા લાગે છે અને નિર્જીવ બની જાય છે. નખનો રંગ સફેદ થવા લાગે છે અને નખની અંદર ફોલ્લીઓ જોવા મળે છે. નખ આપમેળે ખરવા લાગે તેવા લક્ષણો શરીરમાં વારંવાર દેખાવા લાગે છે.

ત્વચા પર અસર

Protein ની અછતને કારણે ત્વચા શુષ્ક થઈ જાય છે. આ સિવાય ત્વચા પર કરચલીઓ, ફાઈન લાઈન્સ અને ચહેરા પર કરચલીઓ જોવા મળે છે. તો કેટલાક લોકોની ત્વચા સુર્યની સ્થિતિમાં વધુ સંવેદનશીલ બની જાય છે. અને આ બધાનું પાછળ કારણે એ છે કે... શરીરમાં Protein ની ઉણપ જોવા મળે છે.

વજનને અસર કરે છે

Protein ની ઉણપને કારણે તમારું વજન ઝડપથી વધી શકે છે અથવા તમારું વજન ઘટવા લાગે છે, કારણ કે તેનાથી સ્નાયુઓનું નુકસાન થાય છે. જોકે, તેની પાછળ બીજી ઘણી સમસ્યાઓ હોઈ શકે છે. તેથી જો વજન અસામાન્ય રીતે વધી રહ્યું હોય અથવા ઘટતું હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

નબળાઈ અનુભવવી

Protein નો સીધો સંબંધ સ્નાયુઓ સાથે છે. તેથી જ્યારે તમારા શરીરમાં Protein ની ઉણપ હોય છે. ત્યારે તે સ્નાયુઓમાં નબળાઇ, સતત થાક અને મૂડમાં ચીડિયાપણું પેદા કરી શકે છે.

વારંવાર બીમાર થવું

Protein નું કાર્ય શરીરમાં એન્ટિબોડીઝ ઉત્પન્ન કરવાનું પણ છે, તેના કારણે તમારું શરીર ચેપ સામે લડવા માટે તૈયાર છે. પરંતુ Protein ની ઉણપ એન્ટિબોડીઝના નિર્માણમાં અવરોધ લાવી શકે છે. તેના કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી થાય છે. અને તમે વારંવાર ચેપી રોગનો ભોગ બની શકો છો.

આ પણ વાંચો: Geniality-સદા આનંદમાં રહેવાની સાચી કળા

Tags :
Bodycalorie cravingsChangeschanges in bodyDeficiencyhunger cravingsindicate proteinlong hairmuscle weaknessproteinProtein deficiencyProtein Deficiency Signsskin problemsSwellingwhy is protein important
Next Article