3.5 કરોડ ભારતીયો પર મોતનું સંકટ, આ રોગના કારણે પ્રતિ મિનિટ 3 લોકોનાં મોત, WHO ની ચેતવણી
Hepatitis B and C : ભારતમાં લીવર અંગેની બિમારીઓ ખુબ જ ઝડપથી ફેલાઇ રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના (WHO) એક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેના અનુસાર ભારતમાં કુલ 3.5 કરોડ દર્દીઓ છે. આ બિમારી હીપેટાઇટીસ બી અને સી છે. દર્દીઓની સંખ્યા મામલે ભારત બીજા સ્થાન પર છે. જાણો આ બિમારીના લક્ષણ શું છે અને તેનાથી કઇ રીતે બચી શકાય.
જો તમારા સાંધામાં અને માંસપેશિઓમાં દર્દ રહેતું હોય અને વારંવાર તાવ આવતો હોય તો સાવધાન થઇ જાઓ. તમને હેપેટાઇટિસ બી અથવા હેપેટાઇટિસ સી હોઇ શકે છે. ભારતમાં હેપેટાઇટિસ બી અને સીના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વૃદ્ધી થઇ રહી છે. WHO ના અહેવાલ અનુસાર 2022 માં ભારતમાં હેપેટાઇટિસ બી અને સીના દર્દીઓની સંખ્યા 3.5 કરોડ હતી. તેમાં હેપેટાઇટિસ બીના 2.98 કરો કેસ અને હેપેટાઇટિસ સીના 55 લાખ દર્દીઓ સામે આવ્યા છે. શક્યતા છે કે, આ સમયે આ બિમારીના દર્દીઓની સંખ્યા વધી શકે છે. ભારતમાં આ બિમારીના દર્દીઓની સંખ્યા ચીન બાદ બીજા નંબર પર છે.
દર વર્ષે 13 લાખ લોકોનાં મોત
WHO ના રિપોર્ટ અનુસાર હેપેટાઇટિસ બી અને સીના કારણે સમગ્ર વિશ્વમાં 13 લાખ લોકોના મોત થાય છે. આ બિમારી વૈશ્વિક સ્તર પર ટીબી બાદ બીજી સૌથી ગંભીર સંક્રામક બિમારી છે જેના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. જો વાત રોજિંદી રીતે થતા મોતની કરીએ તો સમગ્ર વિશ્વમાં રોજિંદા આશરે 3500 લોકો હેપેટાઇટિસ બી અને સીના કારણે મરી રહ્યા છે. એટલે કે પ્રતિ કલાક આશરે 145 લોકોનાંમોત થઇ રહ્યા છે. પ્રતિ મિનિટે આશરે 3 લોકોનાં મોત થઇ રહ્યા છે.
🅱️ #Hepatitis B:
🧪 Only 13% of people living with chronic infection had been diagnosed
💊 Approx. 3% had received antiviral therapy at the end of 2022©️ Hepatitis C:
🧪 Only 36% had been diagnosed
💊 20% had received curative treatment🔗 https://t.co/QLjVhfhY2i pic.twitter.com/cLqFscFhRC
— World Health Organization (WHO) (@WHO) April 9, 2024
શું છે હેપેટાઇટિસ?
હેપેટાઇટિસ લીવર અંગેની બીમારી છે જે વાયરલ ઇન્ફેક્શનના કારણે થાય છે. તેમાં લીવરમાં સોજો આવી જાય છે. હેપેટાઇટિસના 5 પ્રકારના વાયરસ હોય છે. જેને હેપેટાઇટિસ A,B,C,D અને E નામથી ઓળખાય છે.
આ રીતે કરો લક્ષણોની ઓળખ
- સાંધા તથા માંસપેશિઓમાં દુખાવો
- કમળો થવો અથવા તો આંખો પીળી થવી
- યુરીનનો રંગ સામાન્ય કરતા વધારે પીળો થવો
- સતત તાવ આવવો અને વજનમાં સતત ઘટાડો રહેવો
- આખો દિવસ થાકેલું રહેવું
- ભુખ ન લાગવી અને પેટમાં દુખાવો રહેવો
- સતત ઉલ્ટી થવી અથવા ઉબકા થવા
કયા કારણે આ રોગ થઇ શકે
- આ એક વાયરલ ઇન્ફેક્શન હોઇ શકે છે
- ખરાબ લોહી ચડાવવાના કારણે પણ તેવું થઇ શકે
- કોઇ બીજા વ્યક્તિ દ્વારા ઉપયોગ કરાયેલી સિરિંઝનો ઉપયોગ કરવો
- ઇન્ફેક્ટેડ વ્યક્તિનું એઠુ ભોજન લેવું અથવા પાણી પીવું
- અસુરક્ષીત શારીરિક સંબંધો બાંધવા
- વધારે પ્રમાણમાં દારૂ પીવું
આ પ્રકારે બચી શકાય
- જ્યારે પણ ઇન્જેક્શન લો ત્યારે હંમેશા નવી સિરિંઝનો ઉપયોગ થાય તેની તકેદારી રાખો
- કોઇ અન્ય વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલી બ્લેડ કે રેઝરનો ઉપયોગ ટાળો
- કોઇ બિમાર વ્યક્તિ સાથે ભોજન કરવાનું અથવા તેનું એઠુ પાણી પીવાનું ટાળો