ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Visavadar Election : વિસાવદર ચૂંટણીમાં ગઠબંધનને લઈ આપ-કોંગ્રેસમાં ફરી કકળાટ!

આ ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ (AAP) તેમનાં ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે.
06:28 PM Mar 24, 2025 IST | Vipul Sen
featuredImage featuredImage
Visavadar_Gujarat_first
  1. ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણી ટાણે શરૂ થયો કકળાટ! (Visavadar Election)
  2. ગુજરાતમાં ગઠબંધનને લઈને ફરી આપ-કોંગ્રેસનું તૂતૂમેમે
  3. વિસાવદરની ચૂંટણીમાં ગઠબંધનનું નક્કી હતું : ગોપાલ ઈટાલિયા
  4. પહેલાં ગમે તેમ બોલવું છે, હવે સહયોગ લેવો છે : મનીષ દોશી

Visavadar Election : ગુજરાતમાં ફરી એકવાર કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી વચ્ચેનો કકળાટ સામે આવ્યો છે. વાવની પેટાચૂંટણી બાદ હવે વિસાવદરની ચૂંટણીમાં ગઠબંધનને લઈ બંને પક્ષ વચ્ચે તૂતૂમેમે શરૂ થઈ છે. કોંગ્રેસ સાથે ગઠબંધન થવાનો આપનાં નેતા ગોપાલ ઈટાલિયાએ (Gopal Italia) દાવો કર્યો છે. જ્યારે, કોંગ્રેસ નેતા મનિષ દોશીએ (Manish Doshi) કહ્યું કે, AAP એ ચર્ચા કર્યા વિના જ ઉમેદવાર ઉતારી દીધા છે.

વિસાવદર પેટાચૂંટણીમાં ગઠબંધનને લઈ બંને પક્ષ વચ્ચે તૂતૂમેમે

જૂનાગઢની (Junagadh) વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી થવાની છે. આ ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ (AAP) તેમનાં ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે. ત્યારે હવે ભાજપ (BJP) અને કોંગ્રેસ કોની પસંદગી કરશે ? તેને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. આ વચ્ચે AAP અને કોંગ્રેસ વચ્ચે ફરી એકવાર કકળાટ શરૂ થયો છે. વિસાવદર પેટાચૂંટણીમાં ગઠબંધનને લઈ બંને પક્ષ વચ્ચે તૂતમેમે શરૂ થઈ છે. જણાવી દઈએ કે, વિસાવદરની ચૂંટણીમાં (Visavadar Election) એક તરફ કોંગ્રેસ સાથે ગઠબંધન થયાનો આપનાં નેતા ગોપાલ ઈટાલિયાએ દાવો કર્યો છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ નેતા મનિષ દોશીએ કહ્યું કે, AAP એ ચર્ચા કર્યા વિના જ ઉમેદવાર ઉતારી દીધા છે.

આ પણ વાંચો - Ahmedabad : એચ.કે. કોલેજમાં લુખ્ખા તત્વોનો આતંક! વિદ્યાર્થીઓમાં રોષ, આવેદન પત્ર આપી કરી આ માગ

વાવની પેટાચૂંટણી વખતે જ નક્કી થઈ ગયું હતું : ગોપાલ ઈટાલિયા

જણાવી દઈએ કે ગોપાલ ઈટાલિયાએ (Gopal Italia) દાવો કરતા કહ્યું કે, વિસાવદરની ચૂંટણીમાં ગઠબંધનનું નક્કી હતું. વાવની પેટાચૂંટણી વખતે જ નક્કી થઈ ગયું હતું. વિશ્વાસ છે કે વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉતારે. જ્યારે મનિષ દોશીએ (Manish Doshi) કહ્યું કે, AAP એ ચર્ચા કર્યા વિના જ ઉમેદવાર ઉતારી દીધા છે. પહેલા ગમે તેમ બોલવું છે, હવે સહયોગ લેવો છે. ભાષાની મર્યાદા વિના AAP નાં નેતાઓ કોંગ્રેસ વિશે બોલે છે. ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસ (Congress) નિર્ણય કરશે. પ્રદેશ નેતૃત્વ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાશે.

આ પણ વાંચો - VADODARA : ધારાસભ્યના કાર્યક્રમમાં દુષ્કર્મના આરોપીએ સ્ટેજ પર ચઢી મજા લૂંટી

ટૂંક સમયમાં આ બેઠક પર પેટા ચૂંટણી જાહેર થઈ શકે છે

નોંધનીય છે કે, વર્ષ 2022 માં વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે હર્ષ રિબડિયા (Harsh Ribadia) અને આમ આદમી પાર્ટી દ્વારા ભૂપત ભાયાણીને ટિકિટ આપતા બંને વચ્ચે જંગ જામ્યો હતો, જેમાં ભૂપત ભાયાણીએ (Bhupat Bhayani) જીત હાંસલ કરી ધારાસભ્ય બન્યા હતા. પરંતું, એક જ વર્ષમાં જ તેમણે રાજીનામું આપી દેતા બેઠક ફરી ખાલી થઈ હતી, જેથી હવે આગામી ટૂંક સમયમાં આ બેઠક પર પેટાચૂંટણી જાહેર થઈ શકે છે. પરંતુ, ચૂંટણી જાહેર થાય એ પહેલા જ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયાનું નામ જાહેર કરી દેતા કોંગ્રેસ અને AAP વચ્ચે ગંઠબંધનની શક્યતાઓમાં વિક્ષેપ પડી શકે છે તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે.

આ પણ વાંચો - Visavadar Assembly by-election: વિસાવદર બેઠક માટે AAP ના ઉમેદવારનું નામ જાહેર

Tags :
Aam Aadmi PartyAAPBhupat BhayaniBJPCongressGopal ItaliaGUJARAT FIRST NEWSGujarat PoliticsHarsh RibadiaJunagadhManish DoshiTop Gujarati NewsVav by-electionVisavadar Election News