વિજયભગત, ગીતાબેન અને Satadhar Vivad અંગે નરેન્દ્ર બાપુએ Gujarat First પર કર્યા મોટા ધડાકા!
- Satadhar Vivad માં થઇ રહ્યા છે મોટા ખુલાસા!
- મહંત નરેન્દ્ર બાપુ સોલંકીએ ગુજરાત ફર્સ્ટ સાથે કરી ખાસ વાતચીત
- આપાગીગા ઓટલાનાં મહંત નરેન્દ્ર બાપુએ કર્યા મોટા ખુલાસા!
- વિજયભગત અને ગીતાબેનને લઈ કર્યા ચોંકાવનારા ખુલાસા!
જુનાગઢ જિલ્લામાં (Junagadh) સતાધાર મંદિરનાં મહંત વિજયબાપુ (Vijay Bhagat) સામે સતત ગંભીર આરોપ થઈ રહ્યા છે. ત્યારે હવે વિજય ભગતનાં વિવાદમાં (Satadhar Vivad) વધુ મોટા ખુલાસા થયા છે. આપાગીગા ઓટલાનાં મહંત નરેન્દ્ર બાપુ સોલંકીએ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે ખાસ વાતચીત કરી હતી અને દસ્તાવેજી રેકોર્ડ, ફોટા, વીડિયો અને ઓડિયો ક્લિપ સાથે અનેક મોટા દાવા અને આરોપ કર્યા હતા.
નરેન્દ્ર બાપુએ વિજયભગત અને ગીતાબેન સાથેનાં સંવાદનો વીડિયો આપ્યા
ગુજરાત ફર્સ્ટ પર નરેન્દ્ર બાપુએ (Mahant Narendra Bapu Solanki) મહંત વિજય ભગત અને ગીતાબેન સામે અનેક ગંભીર આક્ષેપ કર્યા હતા. ગુજરાત ફર્સ્ટની ટીમ પાસે વિજય ભગત અને નરેન્દ્રબાપુ વચ્ચેની વાતચીતનો વીડિયો પણ છે. સાથે જ નરેન્દ્રબાપુએ ગીતાબેન સાથેનાં તેમના સંવાદનો વીડિયો પણ આપ્યો હતો. વાતચીત દરમિયાન વિજય ભગત આડકતરી રીતે આરોપો સ્વીકારતા હોવાનો નરેન્દ્રબાપુએ દાવો કર્યો હતો. ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં નરેન્દ્ર બાપુએ કહ્યું કે, વિજય ભગતે અગાઉ કેટલાક કામોમાં મારો ગેરઉપયોગ કર્યો હતો. આ સાથે નરેન્દ્ર બાપુએ કહ્યું કે, મેં જે પણ ઓડિયો ક્લિપ આપ્યા છે તેને FSL માં મોકલીને તપાસ કરાવો એટલે ખબર પડી જશે કે કોણ બોલે છે.
વિજય ભગતનાં મૌનને લઈ નરેન્દ્ર બાપુએ ઉઠાવ્યા સવાલ
નરેન્દ્ર બાપુએ કહ્યું કે, આ લોકોએ જીવરાજ બાપુને પણ દબાવ્યા હતા. જીવરાજ બાપુને જગ્યા લેવાની ભીક, બીજી અનેક પ્રકારની ભીક દેખાડી. જીવરાજ બાપુની ગુરુગાદી સતાધારમાં (Satadhar Vivad) હતી. પરંતુ, તેમ છતાં આપાગીગાનાં ઓટલે ગુરુપૂર્ણિમાં કરતા હતા. તેઓ કેટલા કંટાળ્યા હશે, કેટલા ત્રાસી ગયા હશે કે તેમણે આપાગીગાનાં ઓટલે આવવું પડતું હતું. શા માટે ? આ સમગ્ર વિવાદમાં મહંત વિજય ભગતનાં મૌન અંગે નરેન્દ્ર બાપુએ કહ્યું કે, તેમને સ્પષ્ટતા કરવી જોઈએ. જો તમે સાચા છો તો તમારે સ્પષ્ટતા કરવી જોઈએ. તમારા કારણે ગાદી પર દાગ લાગે છે તો તમારે સ્પષ્ટતા કરવી જોઈએ.
આ પણ વાંચો -Satadhar Vivad : વિજયબાપુ સામે ગંભીર આક્ષેપનો વધુ એક વીડિયો આવ્યો સામે
સતાધાર એ ફક્કડ અને વિરક્તની જગ્યા : નરેન્દ્ર બાપુ
જમીન વિવાદ, વિજયભગત અને ગીતાબેન (Geetaben) સાથેનાં સંબંધો અંગે નરેન્દ્ર બાપુએ કહ્યું કે, આ સંબંધો આજનાં નથી. ગીતાબેન મારા દીકરી સમાન છે. પરંતુ, સતાધારમાં વ્યભિચાર ચલાવી લેવામાં નહીં આવે. સનાતન ધર્મનો કોઈ પણ સાધુ આવું ચલાવી નહીં લે. સતાધાર એ ફક્કડ અને વિરક્તની જગ્યા છે. મારે મારી ગુરુગાદીને ચોખ્ખી કરાવી છે. આ સાથે નરેન્દ્ર બાપુએ વિજય ભગત (Mahant Vijay Bhagat) અને ગીતાબેનની સંપત્તિને લઈને પણ અનેક સવાલ ઉઠાવ્યા હતા. નરેન્દ્ર બાપુએ કાગજી પુરાવા રજૂ કરીને અનેક દાવા કર્યા હતા. આ અંગે જલદી પોલીસ તપાસ થશે તેવા સંકેત પણ નરેન્દ્ર બાપુએ આપ્યા હતા.
આ પણ વાંચો - Junagadh : મહેશગીરી બાપુના આરોપો બાદ ગિરીશ કોટેચાની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?
'વિજય ભગત સતાધારની જગ્યા પર પ્રાઇવેટ સંસ્થા ઊભી કરવા માગે છે'
નરેન્દ્ર બાપુએ દસ્તાવેજી પુરાવા રજૂ કરીને એવો પણ આરોપ લગાવ્યો હતો કે, વિજય ભગત સતાધારની જગ્યા પર પ્રાઇવેટ સંસ્થા ઊભી કરવા માગે છે. તેઓ સતાધારની જમીન પચાવી પાડવાની કોશિશ કરી રહ્યા છે. આ સાથે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીત દરમિયાન નરેન્દ્ર બાપુએ વિજયભગત અને ગીતાબેન પર અનેક ગંભીર આરોપ કર્યા હતા. જો કે, નરેન્દ્ર બાપુએ (Mahant Narendra Bapu) રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા, વીડિયો અને ઓડિયો ક્લિપની સત્યતાની પુષ્ટી ગુજરાત ફર્સ્ટ (Gujarat First) કરતું નથી.
આ પણ વાંચો - Satadhar Dispute : વિજયભગત-ગીતાબેનનાં સંબંધો સામે નરેન્દ્ર બાપુના ગંભીર આક્ષેપ, ફોટા-વીડિયો જાહેર કર્યા