ખેતલિયા દાદા મંદિરના મહંતના આપઘાત બાદ વાયરલ થયેલા પત્રમાં ચોંકાવનારા આક્ષેપો, આખરે શું છે ઘુટાતું રહસ્ય?
જૂનાગઢ એટલે સાધુ સંતોની ભૂમિ અને સાધુ સંતોની ભૂમિમાં એક સાધુએ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. જૂનાગઢ (Junagadh) નજીકના ઝાંઝરડા ગામ પાસે આવેલ ખેતલીયા આશ્રમ સાથે જૂનાગઢ નજીકના જ ખડીયા ગામે પણ રાજભારતીનો આશ્રમ આવેલો છે અને ખડીયા ખાતે રાજભારતીએ પોતાની રીવલ્વોરથી આત્મહત્યા (Mahant Suicide Case) કરી લીધી હતી, રાજભારતીના જે વિડિયો વાઈરલ થયા તેના આઘાતમાં જ તેમણે આ પગલું ભરી લીધું હોવાનું પ્ર
03:58 PM Jan 24, 2023 IST
|
Vipul Pandya
જૂનાગઢ એટલે સાધુ સંતોની ભૂમિ અને સાધુ સંતોની ભૂમિમાં એક સાધુએ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. જૂનાગઢ (Junagadh) નજીકના ઝાંઝરડા ગામ પાસે આવેલ ખેતલીયા આશ્રમ સાથે જૂનાગઢ નજીકના જ ખડીયા ગામે પણ રાજભારતીનો આશ્રમ આવેલો છે અને ખડીયા ખાતે રાજભારતીએ પોતાની રીવલ્વોરથી આત્મહત્યા (Mahant Suicide Case) કરી લીધી હતી, રાજભારતીના જે વિડિયો વાઈરલ થયા તેના આઘાતમાં જ તેમણે આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક અનુમાન છે.
આપઘાત
જૂનાગઢ નજીકના ઝાંઝરડા પાસે આવેલા ખેતલીયા આશ્રમના મહંત રાજભારતી બાપુના વિડિયો, ઓડિયો અને ફોટા સોશ્યલ મીડિયામાં વાઈરલ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ વાત હજુ વેગવંતી બની હતી તેવામાં રાજભારતીએ આત્મહત્યા કરી લીધી હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. વીડિયો, ઓડિયો ક્લીપ ફરતી થયા બાદ મહંત રાજ ભારતી બાપુ વિરુદ્ધ ભક્તોમાં રોષ વ્યાપી ગયો હતો. તેમના વીડિયો-ઓડિયો ટોક ઓફ ધી ટાઉન બન્યા હતા. મહિલા સાથેની વાતચીતનો ઓડિયો ખૂબ વાયરલ થયો હતો.
આરોપ
આ ઓડિયો ક્લીપની સાથે રાજ ભારતી બાપુનો એક પત્ર પણ વાયરલ થયો હતો, જેમાં બાપુ વિશે ચોંકાવનારા ઘટસ્ફોટ કરાયા હતા. રાજ ભારતી બાપુને અનેક મહિલાઓ સાથે સંબંધ હોવાનો તેમજ તે વિધર્મી હોવાના આક્ષેપ પત્રમાં કરાયા હતા. રાજભારતી બાપુ મુસ્લિમ હોવાનો આ પત્રમાં આક્ષેપ કરાયો હતો. વાયરલ થયેલા 7 પાનાના પત્રમાં ચોંકાવનારા આક્ષેપો થયાં છે. જેમાં બાપુ પોતાના સ્વાર્થ માટે બિલ્ડર બની ગયા અને છેલ્લા 10 વર્ષમાં રામબાપુએ બનાવી શાળા અને બે હોસ્ટેલો પણ વેચી નાખી હોવાનો સનસનીખેજ આરોપ થયો છે ત્યારે આ મામલે સત્ય શું છે તે તો પોલીસ તપાસમાં જ બહાર આવશે.
મામલો પોલીસ પાસે
ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને રાજભારતીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લવાયો હતો, સાધુ સંતોમાં પણ ઘટનાની જાણ થતાં ગિરનાર ક્ષેત્રના સાધુ સંતો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, રાજભારતીના નિધનથી સાધુ સંતોમાં શોકનો માહોલ છે. રાજભારતી યુવા વયના સાધુ હતા, સેવાભાવી હતા, પરંતુ કોઈ કારણસર ચિંતામાં ઘેરાઈને આવું પગલું ભરી લીધાનું માની આ બનાવને સાધુ સંતોએ દુઃખદ ગણાવ્યો છે.
ઉંડાણપૂર્વક તપાસ શરૂ
ઘટનાને લઈને પોલીસે પણ તપાસ હાથ ધરી છે, ઘટનાસ્થળે થી પોલીસે રીવલ્વોર કબ્જે કરી છે અને રાજભારતીની આત્મહત્યાના કારણોની દિશામાં તપાસ તેજ કરી છે, તેમના વિડિયો ઓડિયો અને ફોટા વગેરે નું આત્મહત્યા સાથે સબંધ છે કે કેમ, વાઈરલ થયું તો કેમ વગેરે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
ખેતલિયા આશ્રમ ખાતે થશે અંતિમ વિધી
બીજી તરફ રાજભારતીના મૃતદેહની પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને હવે તેમની અંતિમવિધિ માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે. તેમના ખેતલીયા આશ્રમ ખાતે જ તેમને ધાર્મિક વિધિ અનુસાર સમાધિ આપવામાં આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article