Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : 'Eco-Sensitive Zone' મુદ્દે વિરોધ યથાવત! ખેડૂતોનું મહાસંમેલન, નેતાઓની પણ હાજરી

AAP નેતા પ્રવીણ રામ, પૂર્વ MLA હર્ષદ રિબડીયા, ગોપાલ ઇટાલિયા અને પરેશ ગોસ્વામી સહિત કેટલાક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
junagadh    eco sensitive zone  મુદ્દે વિરોધ યથાવત  ખેડૂતોનું મહાસંમેલન  નેતાઓની પણ હાજરી
Advertisement
  1. Junagadh જિલ્લાનાં મોટી મોણપરી ગામે ઇકો ઝોનનો વિરોધ
  2. ઇકો સેન્સિટિવ ઝોન રદ્દ કરવા બાબતે ખેડૂત મહાસંમેલનનું આયોજન
  3. મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો, AAP નેતાઓ હાજર રહ્યા

જુનાગઢમાં (Junagadh) છેલ્લા ઘણા સમયથી ઇકોઝોન વિરુદ્ધ ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે હવે જિલ્લાનાં મોટી મોણપરી ગામે ઇકો સેન્સિટિવ ઝોન (Eco-Sensitive Zone) વિરુદ્ધ ખેડૂતો દ્વારા મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. ઉપરાંત, AAP નેતા પ્રવીણ રામ, પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયા, ગોપાલ ઇટાલિયા (Gopal Italia) અને પરેશ ગોસ્વામી સહિત કેટલાક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો - Rajkot : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી, બોગસ ડોક્ટર્સ અંગે કહી આ વાત!

Advertisement

Advertisement

મોટી મોણપરી ગામે ખેડૂતોનું મહાસંમેલન

જુનાગઢમાં (Junagadh) ઇકોઝોનનાં સરકારી નિર્ણય વિરુદ્ધ ખેડૂતોનો આક્રોશ અટકવાનો નામ નથી લઈ રહ્યો. આજે ઇકો સેન્સિટિવ ઝોનનો (Eco-Sensitive Zone) વિરોધ કરવા જિલ્લાના મોટી મોણપરી ગામે ખેડૂતો દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા અને ઇકોઝોન રદ કરવા માગ ઉચ્ચારી હતી. માહિતી અનુસાર, ખેડૂતોનાં આ મહાસંમેલનમાં આપ નેતા પ્રવીણ રામ (Praveen Ram), પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયા (Harshad Ribadiya), ગોપાલ ઇટાલિયા, પરેશ ગોસ્વામી અને જૂનાગઢ જિલ્લા આપ પ્રમુખ હરેશ સાવલિયા પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો - BZ Group Scam : આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર

ડાંગ અને સુરતમાં પણ થઈ ચૂક્યો છે વિરોધ

જણાવી દઈએ કે, ડાંગ જિલ્લાનાં (Dang) 43 જેટલા ગામોને ઈકો સેન્સિટિવ ઝોનમાં સમાવવાની જાહેરાતને પગલે થોડા દિવસ પહેલા ડાંગમાં પણ આ નિર્ણય સામે ઊગ્ર વિરોધ જોવા મળ્યો હતો. કોંગ્રેસ (Congress) પક્ષ દ્વારા ગામે ગામ બેઠકો કરીને આ ઈકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીને (Amreli) ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાનાં નિર્ણય સામે સુરતમાં (Surat) પણ ત્રણ જિલ્લાનાં કુલ 196 ગામનાં આગેવાનોએ આંદોલન કરી વિરોધ દાખવ્યો હતો.

આ પણ વાંચો - Bhavnagar : આ વાઇરલ Video જોઈને તમે પણ માથું ખંજવાળશો!

Tags :
Advertisement

Related News

featured-img
રાજકોટ

Rajnikumar Pandya : પત્રકાર અને સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષે નિધન

featured-img
Top News

WPL 2025 Final : મુંબઈ ઇન્ડિયન્સ ફરી બની 'Champion', રોમાંચક મેચમાં ઐતિહાસિક જીત

featured-img
ગાંધીનગર

Gandhinagar : ગુજરાત વાહન વ્યવહાર વિભાગ "E-Detection” પ્રોજેકટનું અમલીકરણ કરશે

featured-img
ગુજરાત

Kutch : ભચાઉ તાલુકામાં કેનાલમાં નહાવા પડેલા 5 માસૂમ ડૂબ્યા, 4 બાળકોનાં મૃતદેહ મળ્યા

featured-img
ગાંધીનગર

RTE હેઠળ બાળકનાં શાળા પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદામાં કરાયો વધારો! વાંચો વિગત

featured-img
રાષ્ટ્રીય

Amritsar temple blast કેસમાં 3 આરોપીઓની ધરપકડ, બિહારથી નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતા ત્રણેય

Trending News

.

×