Junagadh : ભેસાણમાં 15 ફૂટ ઊંડી સેફ્ટી ચેમ્બરની સફાઈ કરતા સમયે ગેસ ગળતરથી 2 ના મોત
- Junagadh નાં ભેસાણ તાલુકાનાં રાણપુર ગામની ઘટના
- ભેસાણમાં ગેસ ગળતરથી સફાઈ કરી રહેલા 2 લોકોનાં મોત
- 15 ફૂટ ઊંડાં સેફ્ટી ચેમ્બરની કરી રહ્યા હતા સફાઈ
- મૃતક સાળા અને બનેવી, મકાન માલિક અને પરિજનોને પણ અસર
જુનાગઢનાં (Junagadh) ભેસાણમાં ગેસ ગળતરથી 2 લોકોના મોત નીપજ્યા છે. રાણપુર ગામમાં (Ranpur village) આવેલા એક મકાનનાં શૌચાલયનાં 15 ફૂટ ઊંડાં સેફ્ટી ટેન્કમાં સફાઈ કામ દરમિયાન બે લોકોનાં મોત નીપજ્યા છે. મૃતક સંબંધમાં સાળા અને બનેવી હતા. આ ઘટનામાં મકાન માલિક અને પરિજનોને પણ અસર થઈ છે. મકાન માલિકનાં બે યુવકને ગંભીર અસર થતા હાલ ICU માં હોવાની માહિતી છે. આ મામલે સેફ્ટી ટેન્કનાં માલિક સામે ભેસાણ પોલીસે (Bhesan Police) ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો - Rajkot : જેતપુરમાં રૂ. 500 ની 12 જેટલી નકલી નોટો સાથે ત્રણ યુવકોની ધરપકડ
ભેસાણમાં ગેસ ગળતરથી સફાઈ કરી રહેલા 2 લોકોનાં મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢ જિલ્લાનાં (Junagadh) ભેસાણ તાલુકામાં આવેલા રાણપુર ગામમાં ધર્મેન્દ્ર કુબાવત નામની વ્યક્તિનાં ઘરે બીલખાનાં દિલીપ વાઘેલા અને દીપક ચૌહાણ સેફ્ટી ચેમ્બરની સફાઈ કામ માટે ગયા હતા. દરમિયાન, શૌચાલયનાં 15 ફૂટ ઊંડાં સેફ્ટી ચેમ્બરમાં ગેસ ગળતરથી તેમાં ઉતરેલા બંને સાળા અને બનેવી દિલીપ વાઘેલા અને દીપક ચૌહાણનું મોત નીપજ્યું હતું. જ્યારે, મકાન માલિક ધર્મેન્દ્ર કુબાવત અને તેમના પરિવારજનોને પણ ગેસ ગળતરની અસર થઈ હતી.
આ પણ વાંચો - ધો. 5 ના વિદ્યાર્થીએ Chaitar Vasava પર લખ્યો નિબંધ, MLA એ સો. મીડિયા પર કર્યો શેર, ઊઠ્યા અનેક સવાલ!
મૃતક સાળા અને બનેવી, મકાન માલિક અને પરિજનોને પણ અસર
માહિતી અનુસાર, મકાન માલિક ધર્મેન્દ્ર કુબાવતનાં બે યુવકને ગંભીર અસર થઈ હતી. આથી, બંનેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ, બંનેની ICU માં સારવાર ચાલી રહી છે. આ સમગ્ર ઘટના મામલે સેફ્ટી ટેન્કનાં માલિક પર ભેસાણ પોલીસે હાલ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો - Rajkot : ક્ષત્રિય આંદોલનનાં મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા, તેમના પુત્ર સહિત 5 સામે હનીટ્રેપની ફરિયાદ