Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જૂનાગઢની ઐતિહાસિક શાળા જર્જરીત હાલતમાં

જૂનાગઢની ઐતિહાસિક શાળા જર્જરીત હાલતમાંનામાંકિત પ્રતિભાઓએ અભ્યાસ કર્યો છેએક સમયે એડમિશન લેવા ભલામણો કરવી પડતી હતીઆજે શાળા અને શિક્ષણ બંધ કરવું પડે તેવી સ્થિતીજાળવણીના અભાવે શાળા બની જર્જરીતમનપાનું હેરીટેજમાં સમાવવાનું આશ્વાસનમનપા બજેટમાં પણ રકમ ફાળવે તેવી માંગજૂનાગઢ (Junagadh)ની ઐતિહાસિક શાળા જર્જરીત હાલતમાં છે, આ એ જ હાઈસ્કૂલ છે કે જ્યાં અનેક નામાંકિત પ્રતિભાઓએ અભ્યાસ કર્યો à
03:00 AM Feb 03, 2023 IST | Vipul Pandya
  • જૂનાગઢની ઐતિહાસિક શાળા જર્જરીત હાલતમાં
  • નામાંકિત પ્રતિભાઓએ અભ્યાસ કર્યો છે
  • એક સમયે એડમિશન લેવા ભલામણો કરવી પડતી હતી
  • આજે શાળા અને શિક્ષણ બંધ કરવું પડે તેવી સ્થિતી
  • જાળવણીના અભાવે શાળા બની જર્જરીત
  • મનપાનું હેરીટેજમાં સમાવવાનું આશ્વાસન
  • મનપા બજેટમાં પણ રકમ ફાળવે તેવી માંગ
જૂનાગઢ (Junagadh)ની ઐતિહાસિક શાળા જર્જરીત હાલતમાં છે, આ એ જ હાઈસ્કૂલ છે કે જ્યાં અનેક નામાંકિત પ્રતિભાઓએ અભ્યાસ કર્યો અને એક સમયે જ્યાં એડમિશન લેવા માટે ભલામણ કરવી પડતી. એડમિશન માટે લાઈનો લાગતી હતી એ શાળા આજે બંધ થવાની આરે આવીને ઉભી છે. મનપા સંચાલિત શાળા જાળવણી ના અભાવે જર્જરિત બની છે, ત્યારે ઐતિહાસિક વારસાને બચાવવા વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
નરસિંહ વિદ્યા મંદિર એક ઐતિહાસિક વિદ્યાલય 
જૂનાગઢ મનપા સંચાલિત હાલની નરસિંહ વિદ્યા મંદિર એક ઐતિહાસિક વિદ્યાલય છે, તેનો એક જાજરમાન ઈતિહાસ છે, 23 નવેમ્બર 1884 ના રોજ તે સમયના બોમ્બેના ગવર્નર જેમ્સ ફર્ગ્યુસન હસ્તે આ ઐતિહાસિક ઈમારત નો પાયો નાખવામાં આવ્યો અને લગભગ બે વર્ષમાં એટલે કે 14 ડિસેમ્બર 1886 ના રોજ બોમ્બેના ગવર્નર લોર્ડ રે ના હસ્તે આ વિદ્યાલય નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તે સમયે આ શાળા મહોબત મદ્રેસાના નામે ઓળખાતી, બાદમાં 1947 મા સીટી હાઈસ્કૂલ તરીકે ઓળખાય, ત્યારબાદ 1952 માં સીટી મીડલ સ્કુલ અને 1960 થી નરસિંહ વિદ્યા મંદિર તરીકે આ વિદ્યાલય જાણીતું છે, 1960 માં તે સમયના નગરપાલિકાના પ્રમુખ દિવ્યકાંતભાઇ નાણાવટીએ ભક્ત કવિ નરસિંહ મહેતા ની સ્મૃતિમાં ગુરુપૂર્ણિમાના દિવસે આ વિદ્યાલયનું નરસિંહ વિદ્યા મંદિર તરીકે નામકરણ કર્યું હતું.

જાળવણીના અભાવે આજે એક ઐતિહાસિક ઇમારતની દુર્દશા થઈ ગઈ
આ ઐતિહાસિક શૈક્ષણિક ઈમારતનું સંચાલન મનપા હસ્તક છે, મનપા દ્વારા આ ઐતિહાસિક ઈમારતનો રખરખાવ કરવામાં ન આવ્યો અને જાળવણીના અભાવે આજે એક ઐતિહાસિક ઇમારતની દુર્દશા થઈ ગઈ છે. ઇતિહાસની સાક્ષી પુરતો સેન્ટ્રલ હોલ તદન જર્જરીત થઈ ગયો છે ગમે ત્યારે છત પરથી કોઈ ભાગ પડી જાય તેવી સ્થિતિ છે, બારી દરવાજા તુટી ગયા છે, લાકડા અને નળીયા તુટી ગયા છે, બિલ્ડીંગના રૂમ અને લોબીમાં ઠેર ઠેર ઝાડ ઉગી નીકળ્યા છે, બિલ્ડીંગના ઉપરના માળે તો છત જ નથી, બિલ્ડીંગનો લગભગ અડધો ભાગ તદન જર્જરીત થઈ ગયો હોવાથી ઓરડાને તાળા મારી દેવામાં આવ્યા છે અને વર્ગખંડો ખંઢેરમાં પરિવર્તિત થઈ ગયા છે. થોડાં વર્ષો પહેલાં થોડું રિનોવેશનનું કામ થયું હતું અને તેને લીધે હાલ શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે.

નરસિંહ વિદ્યા મંદિરમાં ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ
શાળાના શૈક્ષણિક કાર્યની વાત કરીએ તો નરસિંહ વિદ્યા મંદિરમાં ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસક્રમ છે, ચારેય ધોરણના એક એક મળીને કુલ ચાર વર્ગો છે જેમાં આર્ટસ અને કોમર્સના મળીને કુલ 200 વિધાર્થીઓ અભ્યાસ કરે છે, આ ચાર ધોરણ માટે આચાર્ય સહીત માત્ર 6 શિક્ષકોનો સ્ટાફ છે, જેમાં અંગ્રેજી, કોમર્સ અને અર્થશાસ્ત્રના મળીને ત્રણ વિષયના શિક્ષકોની ઘટ છે, તેમાં પણ ચાલુ વર્ષમાં જ ગુજરાતી અને સંસ્કૃતના શિક્ષકો નિવૃત્ત થવામાં છે. આમ આગામી શૈક્ષણિક વર્ષ શરૂ થાય તે પહેલાં શિક્ષકોની નિમણુંક જરૂરી છે અન્યથા શૈક્ષણિક કાર્ય બંધ કરવાની ફરજ પડે તેવી સ્થિતિ છે.

ગરીબ અને મધ્યમ વર્ગના વિધાર્થીઓ માટે આ શાળા વરદાન રૂપ 
શાળાની ફી જોવા જઈએ તો ધોરણ 9 અને 10 ની વાર્ષિક ફી 50 રૂપીયા,ધોરણ 11 ની વાર્ષિક ફી 210 રૂપીયા,ધોરણ 12 ની વાર્ષિક ફી 520 રૂપીયા છે. ગરીબ અને મધ્યમ વર્ગ ના વિધાર્થીઓ માટે આ શાળા વરદાન રૂપ છે કે તેમને નજીવા દરે શિક્ષણ મળી રહે છે પરંતુ જર્જરીત ઈમારતની શિક્ષણ પર અસર જોવા મળી રહી છે અને ગરીબ તથા મધ્યમ વર્ગના વિધાર્થીઓની શિક્ષણ સુવિધા છીનવાઈ જાય તેવી સંભાવના છે.
નરસિંહ વિદ્યા મંદિરનો એક સુવર્ણયુગ હતો
નરસિંહ વિદ્યા મંદિરનો એક સુવર્ણયુગ હતો.જૂનાગઢનાં અનેક નામાંકિત ડોક્ટરો, ઈજનેરો, શિક્ષણવિદો અને રાજકારણીઓએ અહીંયા અભ્યાસ કર્યો છે, એક સમયે રાજ્યની સૌથી મોટી હાઈસ્કૂલમાં ગણતરી થતી, એડમિશન લેવા માટે વિધાર્થીઓની લાઈનો લાગતી, એડમિશન ન મળે તેમ હોય તો મોટા માણસો, રાજકારણીઓ કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભલામણો કરાવવી પડતી, વિદ્યાર્થીઓને એડમિશન મળી જતાં તેઓ ગર્વ અને ધન્યતા અનુભવતા...
ઈમારતને હેરીટેજમાં સ્થાન અપાવવાનું આશ્વાસન 
શહેરીજનો અને આગેવાનો સાથે વિપક્ષે પણ નરસિંહ વિદ્યા મંદિરના રીનોવેશન માટે સરકારમાં રજૂઆતો કરી છે પંરતુ કોઈ કાર્યવાહી થતી નથી, મનપા દ્વારા જાણે ઐતિહાસિક ઈમારતની ઉપેક્ષા થઈ રહી હોય તેમ જણાય રહ્યું છે, જો કે મનપાના સત્તાધીશો આ ઈમારતને હેરીટેજમાં સ્થાન અપાવવાનું આશ્વાસન આપી રહ્યા છે પરંતુ લોકોની માંગ છે કે આ ઈમારતના 50 મીટરના દાયરામાં જ્યારે મહોબત મકબરાનું કરોડો રૂપીયાના ખર્ચે રીસ્ટોરેશન કરવામાં આવ્યું તો નરસિંહ વિદ્યા મંદિરના રીસ્ટોરેશન માટે કેમ કોઈ આગળ નથી આવતું, કરોડો રૂપીયાના મનપાના બજેટમાં નરસિંહ વિદ્યા મંદિર જેવા ઐતિહાસિક વિદ્યાલય માટે કેમ કોઈ જોગવાઈ નથી થતી, મનપા તંત્ર પરિણામ લક્ષી કામગીરી ક્યારે કરશે... જાળવણીના અભાવે ઈમારત તો જર્જરીત બની હવે શૈક્ષણિક કાર્ય પણ ખાડે જવાના આરે છે ત્યારે મનપા તંત્રની આંખ ઉઘડશે કે કેમ...શિક્ષણનું હબ ગણાતા જૂનાગઢ શહેરમાં એક ઐતિહાસિક શૈક્ષણિક સંસ્થાને તાળા લાગવાની ઘડીઓ ગણાય રહી છે ત્યારે આમ કઈ રીતે ભણશે ગુજરાત...
આ પણ વાંચો--ગિરનારના એવા સંત કે જેમણે મૌન ધારણ કરી તપસ્યા કરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
DilapidatedConditionGujaratFirstHistoricJunagadhSchool
Next Article