Gujarat : અકસ્માત જોવા ઉભા રહ્યાં અને મળ્યું મોત, કોડીનાર-સુત્રાપાડા હાઈવે પર પૂરપાટ આવતા ડમ્પરે 5 લોકોને કચડી નાખ્યા
- ગીરસોમનાથના રાખેજ પાસે ટ્રકે મારી પલટી
- પૂર ઝડપે આવેલી ટ્રકના ડ્રાઇવરે કાબૂ ગુમાવતા બન્યો બનાવ
- બાઇક અને ઇકો વચ્ચેનો અકસ્માત જોવા ઉભા હતા લોકો
Gujarat : ગીરસોમનાથના રાખેજ પાસે ટ્રકે પલટી મારી છે. જેમાં ટ્રક પલટાતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. પૂરઝડપે આવેલી ટ્રકના ડ્રાઇવરે કાબૂ ગુમાવતા બનાવ બન્યો છે. જેમાં રાખેજ ગામના ફાટક પાસે રાત્રે આ બનાવ બન્યો છે. બાઇક અને ઇકો વચ્ચેનો અકસ્માત જોવા લોકો ઉભા હતા. જેમાં પાછળથી આવેલી રહેલી ટ્રકે લોકોને અડફેટે હતા. ઘટનામાં બે લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે.
રાત્રે 8:30 કલાક આસપાસ બાઇક અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો
રાખેજ ગામના ફાટક પાસે રાત્રે 8:30 કલાક આસપાસ બાઇક અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ ત્યાં જોવા અનેક લોકો ભેગા થયા હતા. તે સમયે સુત્રાપાડા તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી હતી. આ ઘટનામાં ત્યાં ઉભેલા બે લોકો ટ્રક નીચે દબાયા હતા. જેમાં જેસીબીની મદદથી ટ્રકને ઊંચો કરી બંનેના મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને કોડીનારની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા.
આ ખોફનાક ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા
આ ખોફનાક ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં ફાટક નજીક લોકો ઊભા છે ટ્રેકટર સુત્રાપાડા તરફથી કોડીનાર તરફ આવી રહ્યું છે અને કોડિનાર તરફથી એક કાર સુત્રાપાડા જઈ રહી છે. જેમાં ટ્રેકટર અને કાર એક બીજાને સામ સામે ક્રોસ કરી રહ્યા હતા એવા સમયે પૂરપાટ ઝડપે ટ્રેકટર પાછળ આવી રહેલા ટ્રક ચાલકે કાબુ ગુમાવ્યું અને ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ નીચે ઉભેલા લોકો પર પલટી મારી હતી.
રોષે ભરાયેલા ટોળાએ ખાનગી સિમેન્ટ કંપનીના ટ્રકોને રોકાવી દીધા
અકસ્માતની ભયાનક ઘટના બનતા લોકોના ટોળા એકઠા થયા હતા. બીજી તરફ પોલીસનો મોટો કાફલો અહીં પહોંચ્યો હતો. જેમાં રોષે ભરાયેલા ટોળાએ ખાનગી સિમેન્ટ કંપનીના ટ્રકોને રોકાવી દીધા છે તેમજ ટ્રક ચાલક ઇજાગ્રસ્ત થયો છે જેને કોડીનારની રાણાવાળા હોસ્પિટલ ખસેડાયો છે. જો કે તે પહેલા 8:30 કલાકે ઇકો કાર અને બાઇક વચે અકસ્માત સર્જાયો હતો જેમાં પણ બાઈક ચાલકની હાલત ગંભીર છે જેને જૂનાગઢ રિફ્રર કરાયો છે.