Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

First Time Ever: વિશ્વમાં પ્રથમ ઘટના !!! મીઠા પાણીનો મગર પુંછડી વિના જન્મ્યો...

પ્રથમ વખત મીઠા પાણીના મગરની જાતિમાં વિશ્વમાં ખોડખાંપણવાળા બચ્ચાનો જન્મ થયો છે. પૂંછડી વગરના મગરના બચ્ચાની ચર્ચા છેક અમેરિકા સુધી થઈ રહી છે. વાંચો વિગતવાર.
first time ever  વિશ્વમાં પ્રથમ ઘટના     મીઠા પાણીનો મગર પુંછડી વિના જન્મ્યો
Advertisement
  • જૂનાગઢમાં મગરનું બચ્ચું પૂંછડી વિના જન્મતા વૈશ્વિક સ્તરે નોંધ લેવાઈ
  • કુલ 14 બચ્ચામાંથી એક બચ્ચું પુંછડી વિનાનું જન્મ્યું
  • સંશોધન અમેરિકાના આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત થયું

જૂનાગઢઃ વસુંધરા નેચર ક્લબની ટીમ દ્વારા કરાયેલા એક સંશોધનની છેક અમેરિકા સુધી ચર્ચા છે. સંશોધનમાં સામે આવેલા કિસ્સાને ઈકોસિસ્ટમ માટે ખતરાની ઘંટડી સમાન ગણવામાં આવી રહી છે...પ્રથમ વખત મીઠા પાણીના મગરની જાતિમાં વિશ્વમાં ખોડખાંપણવાળા બચ્ચાનો જન્મ થયો છે.

કુલ 14 બચ્ચામાંથી એક બચ્ચું પુંછડી વિનાનું

અપંગ એટલે કે 3 પગવાળી માદા મગર પર સતત એક વર્ષ સુધી સંશોધન કરાયું હતું. જેમાં તેણીએ એક કિલોમીટરનું સ્થળાંતર કરીને પ્લાસ્ટિકના કચરાના ઢગલામાં 14 બચ્ચાને જન્મ આપ્યો હતો. જોકે તેમાં એક બચ્ચું પૂંછડી વગરનું જન્મ્યું હતું. આ પ્રકારની જન્મજાત ખોડખાંપણને એન્યુરી અથવા અકૌડીયા તરીકે ઓળખવામાં આવે છે. જે મીઠા પાણીના મગરની જાતિમાં વિશ્વમાં સર્વપ્રથમવાર નોંધવામાં આવેલ ઘટના છે.

Advertisement

આ પણ વાંચોઃ ઔરંગઝેબના ભૂતનો ફડણવીસ ઉપાય કરશેઃ નીતિન પટેલ

Advertisement

સંશોધન અમેરિકાના આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત

વસુંધરા નેચર ક્લબના પ્રણવ વઘાસિયા, ડૉ.દેવેન્દ્ર ચૌહા અને રાજુ વ્યાસે કરેલું સંશોધન અમેરિકાના આંતરરાષ્ટ્રીય જર્નલ “રેપટાઈલ્સ એન્ડ એમ્ફિબિયન્સ” પ્રકાશિત થયું હતું. જેમાં ઈંડાના સેવન દરમિયાન એમ્બ્રીયોના નિર્માણ વખતે યોગ્ય તાપમાન ન મળતા આ ખોડ સર્જાઈ હોય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

એન્યુરી અથવા અકૌડીયા શું છે ?

માત્ર રેપ્ટાઈલ્સ કે  મેમલ્સ  જ નહીં પરંતુ કોઈપણ 4 પગા પ્રાણી માટે પૂંછડી તેના શરીરને સંતુલિત કરતું મહત્વનું અંગ છે. પૂંછડી શરીરને સંતુલિત કરવા ઉપરાંત શિકાર કે હરિફ સાથેની લડત સમયે પ્રાણીને લડતમાં પણ મદદરૂપ થાય છે. આ પૂંછડીમાં ખોરાક લાંબા સમય ન મળે તે સ્થિતિમાં શરીરને આવશ્યક ચરબીનો પણ સંગ્રહ થતો હોય છે. તેથી મગર જેવા રેપ્ટાઈલ્સ પ્રાણીઓ જ્યારે સતત શિકાર ન મળે તેવી સ્થિતિમાં આ પૂંછડીમાં જમા થયેલ ચરબીમાંથી પોષણ મેળવીને જીવન જીવી શકે છે.  હવે આટલા મહત્વના અંગ પૂંછડીમાં પંગુતા આવે તેને એન્યુરી અથવા અકૌડીયા કહેવામાં આવે છે. આ ખોડખાંપણ એ સામાન્ય ડીસઓર્ડર નથી આ ઘટનાને ઈકોસિસ્ટમ માટે ખતરાની ઘંટડી સમાન ગણવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ  Gujarat : બસના ભાડા વધવા છતાં ST બસની સુવિધાનો અભાવ જોવા મળ્યો

Tags :
Advertisement

Trending News

.

×