76th Republic Day : દિલ્હીમાં મહેર સમાજની દીકરીઓ 'ભાતીગળ રાસ' રજૂ કરી ગુજરાતનું ગૌરવ વધારશે
- પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય ઉજવણીમાં શોભા બનશે 'ભાતીગળ રાસ'
- દિલ્હીમાં મહેર સમાજની દીકરીઓ રજૂ કરશે રાસ
- ભાતીગળ પહેરવેશ અને આભૂષણો સાથે કરશે અદ્દભૂત પ્રદર્શન
- વંથલીનાં ધંધુસરની 16 દીકરીઓ દિલ્હીમાં કરી રહી છે પ્રેક્ટિસ
પ્રજાસત્તાક પર્વની (76th Republic Day) ઉજવણીને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનાં ભાગરૂપે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં, દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) વિવિધ રાજ્યોની ઝાંખીઓ યોજવામાં આવે છે. આ ઝાંખીઓમાં ગુજરાતનો ટેબ્લો પણ જોવા મળે છે. ત્યારે આ વર્ષે પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય ઉજવણીમાં 'ભાતીગળ રાસ' શોભા બનશે.
આ પણ વાંચો - Gujarat: અમૂલ ડેરીએ ગુજરાતની પ્રજાને આનંદના સમાચાર આપ્યા
મહેર સમાજની દીકરીઓ દિલ્હીમાં 'ભાતીગળ રાસ' રજૂ કરશે
દિલ્હીમાં 26 મી જાન્યુઆરી, 2025 નાં રોજ 76 મા ગણતંત્ર દિવસની (76th Republic Day) રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થશે. આ વર્ષે દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય ઉજવણીમાં 'ભાતીગળ રાસ' (Bhatigal Raas) જુનાગઢ અને ગુજરાતનું ગૌરવ વધારશે. મહેર સમાજની દીકરીઓ દિલ્હીમાં ભાતીગળ રાસ રજૂ કરશે. ભાતીગળ પહેરવેશ અને આભૂષણો સાથે અદ્ભૂત પ્રદર્શન કરશે. આ માટે છેલ્લા એક મહિનાથી વંથલીનાં (Vanthali) ધંધુસરની 16 દીકરીઓ પ્રેક્ટિસ પણ કરી રહી છે. નોંધનીય છે કે, 'ભાતીગળ રાસ' ને ગુજરાત અને જુનાગઢ (Junagadh) જિલ્લાનું ગૌરવ માનવામાં આવે છે.
આ પણ વાંચો - ગુજરાતના નવા મુખ્ય સચિવ બન્યા Pankaj Joshi, રાજકુમારનો કાર્યકાળ 31 જાન્યુઆરીએ પૂર્ણ
ગુજરાતનું પ્રચલિત મણિયારા રાસ નૃત્ય ત્રીજા ક્રમે વિજેતા જાહેર
જણાવી દઈએ કે, 76 મા ગણતંત્ર દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નવી દિલ્હી ખાતે થનાર છે, જેમાં વિવિધ રાજ્યો દ્વારા અલગ-અલગ થીમ આધારિત ટેબ્લો રજૂ થશે. આ ટેબ્લોમાં રજૂ થનાર સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધા 21 મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે યોજાઈ હતી, જેમાં ગુજરાત ટેબ્લો (Gujarat tablo) સાથે આવેલા કલાકારો દ્વારા રજૂ કરવામાં આવેલા સાંસ્કૃતિક પરફોર્મન્સ (મણિયારા રાસ નૃત્ય) ત્રીજા ક્રમે વિજેતા થયું હતું જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે.
આ પણ વાંચો - Rare Astronomical Event: ગુજરાતના રાત્રિ આકાશમાં આ તારીખે યોજાશે પાંચ ગ્રહોની પરેડ, સર્જાશે એક અદ્ભુત દ્રશ્ય