Jamnagar : ઘોર કળિયુગ..! હવસનાં ભૂખ્યા નરાધમે ગાય પર આચર્યું દુષ્કર્મ, લોકોમાં રોષ
- Jamnagar માંથી ફરી સામે આવી જઘન્ય ઘટના
- રાંદલનગર સ્કૂલ પાસે નરાધમે ગાય પર દુષ્કર્મ આચર્યું
- ગાય પર દુષ્કર્મની ઘટના CCTV માં કેદ થઈ
- આધેડ દ્વારા ગાય પર દુષ્કર્મ આચરવામાં આવ્યું
- નરાધમ સામે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ
જામનગરમાંથી (Jamnagar) જઘન્ય ઘટનાનાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ગાય કે જેણે માતાનો દરજ્જો આપી પૂજા કરવામાં આવે છે તેની સાથે એક નરાધમ શખ્સે જાહેર માર્ગ પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. ઘટનાની જાણ થતાં નરાધમ સામે સ્થાનિક પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે, સ્થામિક મહિલાઓ દ્વારા આ ઘટના સામે ઊગ્ર વિરોધ કરી આરોપીને કડક સજા કરવાની માગ કરાઈ છે.
આ પણ વાંચો - Tapi : દુકાને વસ્તુ લેવી આવેલી 7 વર્ષીય બાળાને 60 વર્ષીય નરાધમ વૃદ્ધે પીંખી નાંખી!
રાંદલનગર સ્કૂલ પાસે નરાધમે ગાય પર દુષ્કર્મ આચર્યું
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરમાં (Jamnagar) રાંદલનગર સ્કૂલ પાસે જઘન્ય અપરાધની ઘટના બની છે, જેનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે સાઇકલ પર સવાર એક શખ્સ રસ્તા પર ઊભેલી ગાય પાસે આવે છે અને પછી એકલતાનો લાભ લઈ ગાય પર દુષ્કર્મ ગુજારે છે. આધેડ દ્વારા ગાય પર દુષ્કર્મ આચર્યાની આ હચમચાવતી સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
આ પણ વાંચો - Naroda Police : રાજ્યભરના ગુંડાઓને ફરી જેલમાં ધકેલવાની વાતો વચ્ચે નરોડા પોલીસે આવું કર્યું કામ
નરાધમ સામે પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી
આ ફૂટેજ સામે આવતા સ્થાનિક પોલીસે (Jamnagar Police) આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. જો કે, ઘટનાનાં વીડિયો સામે આવતા સ્થાનિક મહિલાઓ દ્વારા પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને વિરોધ પ્રદર્શન કરીને આરોપીને જલદી અને કડકમાં કડક સજા થાય તેવી માગ ઉચ્ચારી છે. અબોલ પશુ પર ક્રૂરતાની વધુ એક ઘટના સામે આવતા લોકોમાં જબરદસ્ત રોષ જોવા મળ્યો છે.
આ પણ વાંચો - Junagadh : કેબિનેટમંત્રી મુળુભાઈ બેરાના હસ્તે વીર દેવાયત બોદર મેમોરિયલનું ઈ-ખાતમુહૂર્ત