ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મેદાનમાં એક દર્શક ઘૂસી આવ્યો તો પોલીસકર્મીએ ખભા તગેડી મૂક્યો, Video

IPL 2022ની એલિમિનેટરી મેચ દરમિયાન એક દર્શક મેદાનમાં ઘુસી આવ્યો હતો. જે પછી એક પોલીસકર્મી દોડતા આવ્યો અને તેને પોતાના ખભા પર ઉઠાવી મેદાનની બહાર કર્યો હતો. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ હતી.દર્શક દ્વારા મેદાનમાં આવવું અને ત્યારબાદ પોલીસકર્મીનું તેને ખભા પર ઉઠાવીને લઇ જવું, મેદાનમાં ઉભેલા વિરાટ કોહલીને કોમેડી કરવા પ્રેરી રહ્યું હતું. કોલકાતાના ઈડન ગાર્ડનમાં આયોજિત આ
04:16 AM May 27, 2022 IST | Vipul Pandya
IPL 2022ની એલિમિનેટરી મેચ દરમિયાન એક દર્શક મેદાનમાં ઘુસી આવ્યો હતો. જે પછી એક પોલીસકર્મી દોડતા આવ્યો અને તેને પોતાના ખભા પર ઉઠાવી મેદાનની બહાર કર્યો હતો. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ હતી.
દર્શક દ્વારા મેદાનમાં આવવું અને ત્યારબાદ પોલીસકર્મીનું તેને ખભા પર ઉઠાવીને લઇ જવું, મેદાનમાં ઉભેલા વિરાટ કોહલીને કોમેડી કરવા પ્રેરી રહ્યું હતું. કોલકાતાના ઈડન ગાર્ડનમાં આયોજિત આ મેચમાં RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ આ નજારો જોયા બાદ WWEની સ્ટાઈલ કરીને બતાવી હતી. વાસ્તવમાં એવું બન્યું કે, એક પ્રશંસક પ્રેક્ષક ગેલેરીની ફેન્સિંગ કૂદીને બાઉન્ડ્રી લાઇનની નજીક આવ્યો, આ લાઇનની નજીક વિરાટ કોહલી ઊભો હતો. આ પ્રેક્ષક જમીન પર દોડવા લાગ્યો કે તુરંત જ ફરજ પર હાજર પોલીસકર્મીઓ દોડવા લાગ્યા. થોડી વાર પછી આ ફેન પકડાઈ ગયો. સફેદ યુનિફોર્મમાં દોડી રહેલા પોલીસકર્મીની તેને પકડવાની એકદમ અલગ સ્ટાઈલ અહીં જોવા મળી હતી. જેવો પોલીસકર્મીએ તેને પકડ્યો, તેને ખભા પર ઉઠાવીને મેદાનની બહાર લઈ ગયો. પોલીસકર્મીની આ સ્ટાઇલે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને પ્રભાવિત કર્યો હતો. પોલીસકર્મીની આ સ્ટાઈલ જોઈને કોહલી રોમાંચિત થઈ ગયો. તેણે તેમાં WWE સ્ટાઈલની છટા ઉમેરી અને જ્હોન સીના જેવી સ્ટાઈલ બતાવીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ મેચ દરમિયાન ચાહકોને હાઈ સ્કોરિંગ થ્રિલર જોવા મળ્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી આ મેચમાં ચાહકોને ઘણા રન જોવા મળ્યા હતા, જ્યારે બીજી ઇનિંગની 19મી ઓવર સુધી મેચના વિજેતાને લઈને અસમંજસ જોવા મળી હતી, જોકે, અંતે RCBની ટીમે રન બનાવ્યા હતા. હારનો જાદુ તોડીને તેણે બીજા ક્વોલિફાયરમાં જગ્યા બનાવી લીધી છે અને 14 રને જીત મેળવ્યા બાદ હવે ફાઇનલમાં સ્થાન માટે તેનો સામનો અમદાવાદમાં રાજસ્થાન રોયલ્સ ટીમ સામે થશે. 
આ પણ વાંચો - રોમાંચક મુકાબલામાં બેંગ્લોરે લખનૌને 14 રને હરાવ્યું, બેંગ્લોર ક્વોલિફાયર-2માં પહોંચી, લખનૌ OUT
Tags :
CricketgroundGujaratFirstIPLIPL15IPL2022LSGvsRCBpolicePolicemanRCBShoulderSocialmediaSpectatorSportsViralVideoViratKohli
Next Article