ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

CSK માં અચાનક આ ખેલાડીની થઈ એન્ટ્રી!

CSK માં અચાનક આ ખેલાડીની થઈ એન્ટ્રી ડેવાલ્ડ બ્રેવિસની CSK  થઈ વાપસી ચેન્નાઈની બેટિંગને મજબૂતી મળવાની અપેક્ષા IPL 2025 ની મધ્યમાં અચાનક બીજા ખેલાડીની એન્ટ્રી થઈ ગઈ છે. આ એન્ટ્રી એમએસ ધોનીની કેપ્ટનશીપ હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સમાં થઈ છે,...
05:04 PM Apr 18, 2025 IST | Hiren Dave
featuredImage featuredImage
Dewald Brevis

IPL 2025 ની મધ્યમાં અચાનક બીજા ખેલાડીની એન્ટ્રી થઈ ગઈ છે. આ એન્ટ્રી એમએસ ધોનીની કેપ્ટનશીપ હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સમાં થઈ છે, જે આ સિઝનમાં સંઘર્ષ કરી રહી છે. રુતુરાજ ગાયકવાડની ઈજા બાદ, ચેન્નાઈનો વધુ એક ખેલાડી ઈજાગ્રસ્ત થઈને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આ ખેલાડીની જગ્યાએ ચેન્નઈએ દક્ષિણ આફ્રિકાના વિસ્ફોટક યુવા બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસને (Dewald Brevis)કરારબદ્ધ કર્યો છે. બ્રેવિસના આગમનથી નબળી દેખાતી ચેન્નાઈની બેટિંગને મજબૂતી મળવાની અપેક્ષા છે.

ચેન્નાઈએ માહિતી આપી હતી

ચેન્નાઈ સુપર કિંગ્સે શુક્રવાર, 18 એપ્રિલના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા બ્રેવિસ (Dewald Brevis)સાથે કરાર કરવાની જાહેરાત કરી. દક્ષિણ આફ્રિકાના આ 21 વર્ષીય યુવા બેટિંગ-ઓલરાઉન્ડરને ઈજાના રિપ્લેસમેન્ટ તરીકે લાવવામાં આવ્યો છે. બ્રેવિસની જાહેરાત પહેલાં, ચેન્નાઈએ માહિતી આપી હતી કે અનકેપ્ડ ફાસ્ટ બોલર ગુર્જપનીત સિંહ ઈજાને કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. ગુર્જપનીતને આ સિઝનમાં એક પણ વાર તક મળી નથી.

આ પણ  વાંચો -KL RAHUL અને આથિયા શેટ્ટીએ તેમની પરીનું રાખ્યું આ સુંદર નામ!

બ્રેવિસ CSKની બેટિંગને મજબૂતી આપશે

હવે ફ્રેન્ચાઇઝીએ ગુર્જપનિતની જગ્યાએ આ આક્રમક જમણા હાથના બેટ્સમેનનો ટીમમાં સમાવેશ કર્યો છે. ઝડપી બોલરને બદલે બેટ્સમેનને સામેલ કરવા પાછળનું કારણ ચેન્નાઈની નબળી બેટિંગ છે. આ સિઝનમાં, ચેન્નાઈની ટીમ મોટા સ્કોર કરવામાં કે ઝડપી બેટિંગ કરવામાં નિષ્ફળ રહી છે. ખાસ કરીને ટોપ ઓર્ડર આ બાબતમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. આવી સ્થિતિમાં, ચેન્નાઈએ બ્રેવિસનો સમાવેશ કર્યો છે, જે T20 ફોર્મેટમાં પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા છે. તેમનો રેકોર્ડ પણ આનો સાક્ષી છે. આ બેટ્સમેને માત્ર 81 ટી20 મેચોમાં 123 છગ્ગા ફટકાર્યા છે.

આ પણ  વાંચો -IPL માં એક જ મેદાન પર સૌથી વધુ જીતનો રેકોર્ડ Mumbai Indians ના નામે

IPLમાં તેની કારકિર્દી આવી હતી

એટલું જ નહીં, બ્રેવિસ પણ આ સમયે ઉત્તમ ફોર્મમાં છે. તાજેતરમાં, તેણે ક્રિકેટ સાઉથ આફ્રિકાની ડિવિઝન-1 T20 ટુર્નામેન્ટની છેલ્લી 6 ઇનિંગ્સમાં એક સદી અને 3 અડધી સદી પણ ફટકારી હતી. પોતાની T20 કારકિર્દીમાં, આ બેટ્સમેને 145 ના સ્ટ્રાઇક રેટથી 1787 રન બનાવ્યા છે. આમાં IPLનો પણ સમાવેશ થાય છે, જ્યાં તેણે 2 સીઝન રમી હતી. બ્રેવિસે 2022 માં મુંબઈ ઈન્ડિયન્સ માટે ડેબ્યૂ કર્યું હતું અને તેની પહેલી સીઝનમાં જ તેણે 7 મેચમાં 142 ના સ્ટ્રાઈક રેટથી 161 રન બનાવ્યા હતા. જોકે, 2023 માં તેને તક મળી ન હતી અને 2024 માં, તે 3 મેચમાં ફક્ત 69 રન બનાવી શક્યો હતો. આ પછી, મુંબઈએ તેને છોડી દીધો અને આ વખતે પણ તેને મેગા ઓક્શનમાં કોઈ ખરીદનાર મળ્યો નહીં.

Tags :
"dewald brevisChennai SuperkingsCSKgurjpaneet singhIPLMS DhoniMumbai Indiansnews