Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રોહિત શર્માની આજે અગ્નિપરીક્ષા, IPLમાં 5 વખત ચેમ્પિયન બનેલી મુંબઈને આ સિઝનમાં એક પણ જીત ન મળી

IPL 2022 ની 14મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની ટીમો સામસામે ટકરાશે. પુણેના એમસીએ સ્ટેડિયમમાં મેચ રમાશે. KKR માટે આ સિઝનની ચોથી મેચ છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ત્રીજી મેચ છે. IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈની ટીમ આ સિઝનમાં હજુ સુધી પોતાની જીતનું ખાતું ખોલી શકી નથી. મુંબઈ આ સિઝનમાં અત્યાર સુધી તેની બંને મેચ હારી ચૂક્યું
રોહિત શર્માની આજે અગ્નિપરીક્ષા  iplમાં 5 વખત ચેમ્પિયન બનેલી મુંબઈને આ સિઝનમાં એક પણ જીત ન મળી

IPL 2022 ની 14મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની ટીમો સામસામે ટકરાશે. પુણેના એમસીએ સ્ટેડિયમમાં મેચ રમાશે. KKR માટે આ સિઝનની ચોથી મેચ છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ત્રીજી મેચ છે. IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખૂબ જ ખરાબ
રહી છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈની ટીમ આ સિઝનમાં હજુ સુધી પોતાની જીતનું ખાતું
ખોલી શકી નથી. મુંબઈ આ સિઝનમાં અત્યાર સુધી તેની બંને મેચ હારી ચૂક્યું છે. મુંબઈને
પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ દ્વારા ચાર વિકેટે જ્યારે રાજસ્થાન રોયલ્સે બીજી
મેચમાં
23 રને પરાજય આપ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા
KKR
સામે જીત મેળવવા
અનેક સુધારા કરી શકે છે.
KKRની ટીમ પંજાબ કિંગ્સ સામે છ વિકેટે જીત નોંધાવ્યા બાદ મુંબઈ સામે પણ જીત
મેળવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. રાજસ્થાન સામેની છેલ્લી મેચમાં ઝડપી બોલર
બાસિલ થમ્પી અને સ્પિનર ​​મુરુગન અશ્વિન મુંબઈ માટે નબળી કડી સાબિત થયા હતા.
થમ્પીએ એક ઓવરમાં
26 રન અને અશ્વિને ત્રણ ઓવરમાં 32 રન આપ્યા હતા.

Advertisement


ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ડેનિયલ સેમસે પણ
છેલ્લી બે મેચમાં રન આપ્યા છે અને તે પણ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો છે. આ
ત્રણેયને
KKRના બેટ્સમેનોને રોકવા માટે યોગ્ય લાઇન અને
લેન્થ સાથે બોલિંગ કરવી પડશે. જસપ્રિત બુમરાહે જો કે બતાવ્યું છે કે શા માટે તેની
ગણતરી વિશ્વના શ્રેષ્ઠ બોલરોમાં થાય છે પરંતુ તેને બીજા છેડેથી પૂરતો સપોર્ટ મળી
રહ્યો નથી. રોહિતે પણ સાનુકૂળ પરિણામ મેળવવા માટે તેના મનપસંદ પ્રતિસ્પર્ધી સામે
ફરીથી મોટી ઇનિંગ્સ રમવી પડશે. ઓપનર ઈશાન કિશને જોકે અત્યાર સુધી સારું પ્રદર્શન
કર્યું છે. તેણે પ્રથમ મેચમાં
81 અને બીજી મેચમાં 54 રન બનાવ્યા હતા.

Advertisement


જો મુંબઈને મોટો સ્કોર બનાવવો હોય તો
રોહિત અને કિશનને સારી શરૂઆત કરવી પડશે. આંગળીમાં ઈજાના કારણે પ્રથમ બે મેચમાં રમી
ન શકનાર સૂર્યકુમાર યાદવની મુંબઈ ટીમને ખોટ વર્તાઈ છે. તે આગામી મેચમાં રમશે કે
કેમ તે અંગે હજુ પણ અનિશ્ચિતતા છે. આ સિવાય અનમોલપ્રીત સિંહ
, ટિમ ડેવિડ અને પોલાર્ડે પણ પોતાની ભૂમિકા
સારી રીતે ભજવવી પડશે.

Advertisement

KKRની ટીમ આઈપીએલમાં મુંબઈ સામે સારૂ
પ્રદર્શન કરી નથી કરી શકી. બંને વચ્ચે અત્યાર સુધીમાં કુલ 29 મેચ રમાઈ છે. જેમાંથી
મુંબઈએ 22 અને કોલકાતાએ સાતમાં જીત મેળવી હતી. 
અજિંક્ય રહાણે અને વેંકટેશ અય્યર ટોચના
ક્રમમાં છેલ્લી મેચમાં ચાલી શક્યા ન હતા. આ બંને ટીમને સારી શરૂઆત આપવા ઈચ્છશે.
કેપ્ટન શ્રેયસ અય્યર સારી શરૂઆત કરી રહ્યો છે પરંતુ તેની પાસેથી મોટી ઇનિંગ્સની
જરૂર છે. સેમ બિલિંગ્સ અને નીતીશ રાણાને પણ આ જ લાગુ પડે છે. 
KKRના ઝડપી બોલર ઉમેશ યાદવે અત્યાર સુધી
સારું પ્રદર્શન કર્યું છે પરંતુ તેને ટિમ સાઉથી અને શિવમ માવીના સમર્થનની જરૂર છે.
આ સિવાય વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણની આઠ ઓવર પણ મહત્વની રહેશે.



Tags :
Advertisement

.