ઉમરાન મલિકના ઓવરમાં પંજાબ કિંગ્સના કેપ્ટનને વાગ્યો બોલ, પીડાથી જમીન પર જ સુઇ ગયો, Video
IPL 2022ના લીગ તબક્કાની અંતિમ એટલે કે 70મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. પંજાબે આ મેચ 5 વિકેટથી જીતી લીધી અને સિઝનનો અંત સારી રીતે કર્યો છે. આ બંને ટીમો પ્લેઓફની રેસમાંથી પહેલા જ બહાર થઈ ગઈ હતી, તેથી આ મેચ માત્ર ઔપચારિક મેચ હતી. #PBKSvsSRH pic.twitter.com/EvPAWBzuOc— Jemi_forlife (@jemi_forlife) May 22, 2022 આ જીત સાથે પંજાબ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે હૈદરાબાદ 8માં સ્થાને છે. આ મેચમાં ટોસ જ
Advertisement

IPL 2022ના લીગ તબક્કાની અંતિમ એટલે કે 70મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. પંજાબે આ મેચ 5 વિકેટથી જીતી લીધી અને સિઝનનો અંત સારી રીતે કર્યો છે. આ બંને ટીમો પ્લેઓફની રેસમાંથી પહેલા જ બહાર થઈ ગઈ હતી, તેથી આ મેચ માત્ર ઔપચારિક મેચ હતી.
#PBKSvsSRH pic.twitter.com/EvPAWBzuOc
— Jemi_forlife (@jemi_forlife) May 22, 2022
આ જીત સાથે પંજાબ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે હૈદરાબાદ 8માં સ્થાને છે. આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે પંજાબ સામે 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પંજાબે આ સ્કોર 29 બોલ બાકી રહેતા હાંસલ કર્યો હતો. હરપ્રીત બ્રારને તેની શાનદાર બોલિંગ માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદના તોફાની અને જમ્મુ કાશ્મીર એક્સપ્રેસ ઉમરાન મલિકને ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળી છે. વળી સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી આઈપીએલની 70મી મેચમાં ઉમરાને ફરી એકવાર પોતાના પ્રદર્શનથી દર્શકોને દંગ કરી દીધા હતા. આ અંતિમ મેચમાં તેના ઘાતક બોલે પંજાબ કિંગ્સના કેપ્ટન મયંક અગ્રવાલને ઈજા પહોંચાડી હતી. આ ઘટના 7મી ઓવરમાં બની હતી. ઉમરાને ત્રીજા બોલ પર શાહરૂખ ખાનને આઉટ કરીને પેવેલિયન પહોંચાડ્યો હતો. ઉત્સાહથી ભરેલા ઉમરાને તે પછીનો બોલ ફેંક્યો જે કેપ્ટન મયંક અગ્રવાલની પાંસળીમાં વાગ્યો હતો.
Advertisement
pace drawbacks #ipl #UmranMalik #SRHvsPBKS pic.twitter.com/PzdxRGU4YK
— razeye (@rajastweets) May 22, 2022
150 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે આવેલા તોફાની બોલે કેપ્ટનને ખરાબ રીતે ઘાયલ કર્યો હતો. મયંક લેગ બાયનો રન પૂરો કરીને જમીન પર જ સૂઈ ગયો. તુરંત જ ફિઝિયો અને અમ્પાયર તેની પાસે દોડી આવ્યા હતા. આ દરમિયાન રમત રોકી દેવામાં આવી હતી. તે લાંબા સમય સુધી જમીન પર પડ્યો રહ્યો, પછી ફિઝિયોએ તેને થોડી કસરતો કરાવી અને સ્પ્રે કરીને તેને ઠીક કરવાનો પ્રયાસ કર્યો, જોકે ઘણી મુશ્કેલી પછી તે જમીન પરથી ઉભો થઈ શક્યો હતો, તે દરમિયાન મયંકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જોકે, થોડા સમય બાદ મયંકે કેટલાક શેડો શોટ રમવાની પ્રેક્ટિસ કરી હતી. પેઈન કિલર લીધા બાદ તે રમવા માટે તૈયાર થઈ ગયો. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે આ સિઝનની છેલ્લી મેચમાં ઉમરાને 2.1 ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ લીધી હતી.
Advertisement