Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સંજય બાંગરના પુત્રએ ઈંગ્લેન્ડમાં કરાવ્યું લિંગ પરિવર્તન! આર્યનમાંથી બન્યો હવે અનન્યા બાંગર, Video

પહેલા આર્યન બાંગર (Aryan Bangar) તરીકે ઓળખાતા આ વ્યક્તિએ પોતાનું લિંગ બદલીને છોકરામાંથી છોકરી બનવાનું પગલું ભર્યું અને સાથે જ પોતાનું નામ પણ બદલી નાખ્યું.
સંજય બાંગરના પુત્રએ ઈંગ્લેન્ડમાં કરાવ્યું લિંગ પરિવર્તન  આર્યનમાંથી બન્યો હવે અનન્યા બાંગર  video
Advertisement
  • સંજય બાંગરના પુત્રએ લિંગ પરિવર્તન કરાવ્યું, હવે અનન્યા બાંગર તરીકે ઓળખાશે
  • ભારત આવતા જ અનન્યા બાંગરે બદલ્યો લુક, નવી હેરસ્ટાઇલ અપનાવી
  • લિંગ પરિવર્તન બાદ સંજય બાંગરની પુત્રી ભારત પહોંચી, સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો
  • અનન્યા બાંગરની નવી ઓળખ, ઇંગ્લેન્ડથી ભારત સુધીની સફર
  • સંજય બાંગરના પરિવારમાં મોટો ફેરફાર, પુત્ર આર્યન બન્યો અનન્યા
  • ક્રિકેટર અનન્યા બાંગરે લિંગ પરિવર્તન પછી પહેલીવાર ભારતની મુલાકાત લીધી
  • ભારતમાં આગમન સાથે અનન્યા બાંગરે શૈલીમાં કર્યો મોટો ફેરફાર

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ બેટિંગ કોચ સંજય બાંગર (Sanjay Bangar) ના પુત્રએ ઈંગ્લેન્ડમાં લિંગ પરિવર્તન કરાવીને એક નવું જીવન શરૂ કર્યું છે. પહેલા આર્યન બાંગર (Aryan Bangar) તરીકે ઓળખાતા આ વ્યક્તિએ પોતાનું લિંગ બદલીને છોકરામાંથી છોકરી બનવાનું પગલું ભર્યું અને સાથે જ પોતાનું નામ પણ બદલી નાખ્યું. હવે તે અનન્યા બાંગર તરીકે જાણીતી થઈ છે. લિંગ પરિવર્તન પછી પહેલી વાર અનન્યા ભારત પરત ફરી છે અને અહીં આવવાની સાથે જ તેણે પોતાના Look માં પણ નોંધપાત્ર ફેરફાર કર્યો છે. તેણે પોતાના વાંકડિયા વાળને સીધા કરાવીને એક નવી હેરસ્ટાઇલ અપનાવી, જેનાથી તેનો લુક સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.

ભારત આગમન અને નવો લુક

ભારતમાં પગ મૂકવાની સાથે જ અનન્યા બાંગરે મુંબઈના એક સલૂનનો રસ્તો લીધો, જ્યાં તેણે પોતાના વાળને નવો આકાર આપ્યો અને મેકઅપ સાથે પોતાના દેખાવને નિખાર્યો. જ્યારે તે એરપોર્ટ પર ઉતરી ત્યારે તેના વાળ વાંકડિયા હતા, જે એરપોર્ટના વીડિયોમાં સ્પષ્ટ દેખાતું હતું. પરંતુ થોડા જ સમયમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો, જેમાં તેના વાળ સીધા અને સ્ટાઇલિશ દેખાઈ રહ્યા હતા. આ નવા લુકે તેની ઓળખને વધુ આકર્ષક અને તાજગીભર્યું બનાવ્યું છે, જે તેના નવા જીવનની શરૂઆત સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે.

Advertisement

Advertisement

લિંગ પરિવર્તનની યાત્રા

અનન્યા બાંગર હાલમાં ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં રહે છે અને સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. તેણે તાજેતરમાં પોતાના લિંગ પરિવર્તનની સફરને સોશિયલ મીડિયા દ્વારા લોકો સાથે શેર કરી હતી. આ પ્રક્રિયામાં તેણે હોર્મોનલ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી, જે તેના શારીરિક અને માનસિક રૂપાંતરનો મહત્વનો ભાગ હતી. આ વીડિયોમાં તેણે પોતાની આ સફરની વિગતો અને અનુભવોને ખુલ્લા દિલે વ્યક્ત કર્યા, જે ઘણા લોકો માટે પ્રેરણાદાયી બન્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Anaya Bangar (@anayabangar)

ક્રિકેટથી જોડાયેલો ભૂતકાળ

અનન્યા બાંગરનો ક્રિકેટ સાથે પણ ગાઢ સંબંધ રહ્યો છે. તેના પિતા સંજય બાંગરની જેમ તે પણ એક ક્રિકેટર રહી ચૂકી છે. ઈંગ્લેન્ડમાં તેણે સ્થાનિક અને કાઉન્ટી ક્લબ્સ માટે ઘણી મેચો રમી છે. ભારતમાં પણ તે યશસ્વી જયસ્વાલ સાથે ક્રિકેટ રમી ચૂકી છે, જે હાલમાં ભારતીય ટીમનો ઉભરતો સ્ટાર છે. અનન્યાએ મુંબઈ માટે અંડર-16 સ્તરે યશસ્વી સાથે બેટિંગ કરી હતી, જે તેના ક્રિકેટ કરિયરનો એક યાદગાર ભાગ રહ્યો. જોકે, હવે તે પોતાની નવી ઓળખ અને જીવન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Anaya Bangar (@anayabangar)

ભારત પરત ફરવાની ઉત્સુકતા

અનન્યાએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે, તે ઘણા વર્ષો પછી ભારત પરત ફરવાની છે. તેણે લખ્યું હતું, "લાંબા સમય પછી ભારત આવવાની તૈયારી કરી રહી છું, અને હવે તે દિવસ આવી ગયો છે." ભારતમાં તેનું આગમન એક ખાસ પળ બની રહ્યું, કારણ કે આ તેની નવી ઓળખ સાથેની પહેલી મુલાકાત હતી. એરપોર્ટથી લઈને સલૂન સુધીની તેની સફર અને નવા દેખાવે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

આ પણ વાંચો  :   IPL 2025 : GT સામે RCB ની હાર બાદ Points Table માં મોટો ફેરફાર! PBKS નંબર 1 બની

Tags :
Advertisement

.

×