Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rishabh Pant : ઋષભ પંતને મોટો ઝટકો, BCCIએ દિલ્હી કેપિટલ્સને પણ ફટકાર્યો દંડ,જાણો સમગ્ર મામલો

Rishabh Pant : રિષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સને (Delhi Capitals) ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) સામેની મેચમાં 106 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ કારમી હાર બાદ દિલ્હીના કેપ્ટન અને તેની ટીમને વધુ એક મોટો...
11:27 AM Apr 04, 2024 IST | Hiren Dave
Rishabh Pant fined

Rishabh Pant : રિષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સને (Delhi Capitals) ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) સામેની મેચમાં 106 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ કારમી હાર બાદ દિલ્હીના કેપ્ટન અને તેની ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો હતો. BCCIએ તેના પર લાખો રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ વખતે BCCIએ આ દંડ માત્ર કેપ્ટન પર જ નહીં પરંતુ સમગ્ર ટીમ પર લગાવ્યો છે. દિલ્હી કેપિટલ્સની ટીમ KKR સામે સ્લો ઓવર રેટ માટે દોષી સાબિત થઈ છે. IPL 2024માં દિલ્હીની ટીમ દ્વારા બીજી વખત આ ભૂલ થઈ છે, જેના કારણે કેપ્ટન સહિત સમગ્ર ટીમ પર આ દંડ લગાવવામાં આવ્યો છે. આ સાથે રિષભ પંત પર (Rishabh Pan)એક મેચના પ્રતિબંધનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે.

પંત ફરી સ્લો ઓવર રેટ માટે દોષિત

IPL પ્રેસ રિલીઝ મુજબ,દિલ્હી કેપિટલ્સના કેપ્ટન (Delhi Capitals) રિષભ પંતને 3 એપ્રિલે વિશાખાપટ્ટનમના ડૉ. વાયએસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) સામેની IPL 2024ની મેચ દરમિયાન તેની ટીમ દ્વારા સ્લો ઓવર રેટ જાળવી રાખ્યા બાદ દંડ લાદવામાં આવ્યો છે.

પંતને 24 લાખ રૂપિયાનો દંડ

પ્રેસ રિલીઝમાં આગળ જણાવવામાં આવ્યું છે કે,IPLની આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર રેટના ગુનાને લગતો આ તેની ટીમનો સિઝનનો બીજો ગુનો હોવાથી, પંતને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઈમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઇંગ-11ના બાકીના સભ્યોને વ્યક્તિગત રીતે 6 લાખ રૂપિયા અથવા તેમની સંબંધિત મેચ ફીના 25 ટકા જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો છે.

શું કહે છે IPLના નિયમો?

જણાવી દઈએ કે જો દિલ્હી કેપિટલ્સ ટીમ આ સિઝનમાં ત્રીજી વખત સ્લો ઓવર રેટ માટે દોષી સાબિત થાય છે, તો કેપ્ટન પર એક મેચ માટે પ્રતિબંધ પણ લાગી શકે છે. IPLના નિયમો અનુસાર જો ટીમ ત્રીજી વખત આ ભૂલ કરે છે, તો કેપ્ટન પર 30 લાખ રૂપિયાના દંડની સાથે એક મેચ માટે પ્રતિબંધ લગાવવામાં આવશે, આ સાથે ટીમના બાકીના ખેલાડીઓને 12 લાખ રૂપિયાનો દંડ અથવા તેમની મેચ ફીના 50% દંડ ફટકારવામાં આવશે.

આ  પણ  વાંચો - DC vs KKR : ટૂર્નામેન્ટમાં કોલકતાની જીતની હેટ્રિક, દિલ્હી કેપિટલ્સની કારમી હાર

આ  પણ  વાંચો - KKR VS DC : KKR એ ટોસ જીતી કરી બેટિંગની પસંદગી, જાણો મેચમાં કોણ કેટલું મજબૂત

આ  પણ  વાંચો - RCB Vs LSG : ધોની-સચિન ન કરી શક્યા તે વિરાટ કોહલીએ કરી બતાવ્યું

 

Tags :
BCCIdelhi capitalsfined Delhi CapitalsIPL2024KKR VS DCrishabh pantRishabh Pant fined
Next Article