Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RCB vs RR : વિરાટ કોહલી-જોશ હેઝલવુડે બેંગ્લોરને અપાવી જીત

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાનને  હરાવ્યું વિરાટ કોહલી-જોશ હેઝલવુડે અપાવી જીત રાજસ્થાન રોયલ્સને 11 રને હરાવ્યું RCB vs RR: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આખરે IPL 2025 માં પોતાના ઘરઆંગણે હારનો (RCB vs RR)સિલસિલો સમાપ્ત કર્યો. આ મેદાન પર છેલ્લી 3 સતત...
rcb vs rr   વિરાટ કોહલી જોશ હેઝલવુડે બેંગ્લોરને અપાવી જીત
Advertisement
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાનને  હરાવ્યું
  • વિરાટ કોહલી-જોશ હેઝલવુડે અપાવી જીત
  • રાજસ્થાન રોયલ્સને 11 રને હરાવ્યું

RCB vs RR: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આખરે IPL 2025 માં પોતાના ઘરઆંગણે હારનો (RCB vs RR)સિલસિલો સમાપ્ત કર્યો. આ મેદાન પર છેલ્લી 3 સતત મેચ હારી ચૂકેલી રજત પાટીદારની ટીમે રોમાંચક મેચમાં જોરદાર વાપસી કરી અને રાજસ્થાન રોયલ્સને 11 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા, બેંગ્લોરે વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલની મજબૂત અડધી સદીની મદદથી 205 રન બનાવ્યા. આ પછી યશસ્વી જયસ્વાલ અને ધ્રુવ જુરેલની મજબૂત ઇનિંગ્સે રાજસ્થાનને જીતની આશા આપી. પરંતુ જોશ હેઝલવુડ અને કૃણાલ પંડ્યાએ પોતાની શાનદાર બોલિંગથી મેચનું પાસું ફેરવી નાખ્યું અને બેંગ્લોરને યાદગાર જીત અપાવી.

વિરાટ કોહલીએ મચાવી  ધૂમ

એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આ સિઝનની ચોથી મેચ હતી. છેલ્લી ત્રણ મેચની જેમ, ફરી એકવાર ઘરઆંગણાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદારે ચોથી વખત ટોસ હારી ગયો. સતત ચોથી વખત તેમની ટીમને પહેલા બેટિંગ કરવી પડી. પરંતુ ચિન્નાસ્વામી ખાતેની છેલ્લી 3 મેચોથી વિપરીત, આ વખતે બેંગલુરુની શરૂઆત સારી રહી અને પાવર પ્લેમાં જ તેણે વિકેટો પડવા દીધી નહીં.વિરાટ કોહલી અને ફિલ સોલ્ટની ઓપનિંગ જોડીએ 6.4 ઓવરમાં 61 રનની શાનદાર શરૂઆત આપી. આ પછી, કોહલી અને દેવદત્ત પડિકલે ફરી એકવાર રાજસ્થાન સામે તેમની શાનદાર ભાગીદારીની ઝલક રજૂ કરી. બંનેએ સાથે મળીને બીજી વિકેટ માટે માત્ર 51 બોલમાં 95 રનની શાનદાર ભાગીદારી કરી.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -ગૌતમ ગંભીરને ISIS કાશ્મીરના નામે મળી જાનથી મારી નાખવાની ધમકી

રાજસ્થાન શરૂઆત શાનદાર  રહી

જવાબમાં, યશસ્વી જયસ્વાલે રાજસ્થાન માટે વિસ્ફોટક શરૂઆત કરી અને ઇનિંગના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી. જયસ્વાલે વૈભવ સૂર્યવંશી સાથે મળીને માત્ર પાંચમી ઓવરમાં ટીમને ૫૦ રનનો આંકડો પાર કરાવ્યો. ત્યારબાદ નીતિશ રાણાએ પણ આક્રમક બેટિંગ શરૂ કરી. રાજસ્થાને પાવરપ્લેમાં જ 72 રન બનાવ્યા હતા અને તે જ ઓવરમાં જોશ હેઝલવુડે જયસ્વાલની વિકેટ લઈને બેંગ્લોરને મોટી રાહત આપી હતી. પરંતુ નીતિશ અને કેપ્ટન રિયાન પરાગે પણ આક્રમક બેટિંગ કરી અને 9મી ઓવર સુધીમાં ટીમને 110 રન સુધી પહોંચાડી દીધી.

Tags :
Advertisement

.

×