Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજસ્થાનનો જોશ આ સીઝનમાં છે જોરદાર, કોહલીનો રેકોર્ડ છે ખતરામાં

રાજસ્થાનના ઓપનર જોસ બટલરે શુક્રવારે દિલ્હીને હચમચાવી દીધું. IPL 2022ની આ સીઝનમાં બટલરે તેની ત્રીજી સદી ફટકારી છે. તેણે તેની IPL કરિયરની ચોથી અને આ સીઝનની ત્રીજી સદી 57 બોલમાં પૂરી કરી. જોસ બટલર સાથે ઓપનિંગ કરવા આવેલા દેવદત્ત પડિકલે પણ અદભૂત બેટિંગનો નજારો રજૂ કર્યો હતો. પડિકલે 35 બોલમાં 54 રનની શાનદાર ઇનિંગ રમી હતી.જોસ બટલરે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રોયલ્સ (RR) માટે
રાજસ્થાનનો જોશ આ સીઝનમાં છે જોરદાર  કોહલીનો રેકોર્ડ છે ખતરામાં
રાજસ્થાનના ઓપનર જોસ બટલરે શુક્રવારે દિલ્હીને હચમચાવી દીધું. IPL 2022ની આ સીઝનમાં બટલરે તેની ત્રીજી સદી ફટકારી છે. તેણે તેની IPL કરિયરની ચોથી અને આ સીઝનની ત્રીજી સદી 57 બોલમાં પૂરી કરી. જોસ બટલર સાથે ઓપનિંગ કરવા આવેલા દેવદત્ત પડિકલે પણ અદભૂત બેટિંગનો નજારો રજૂ કર્યો હતો. પડિકલે 35 બોલમાં 54 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
જોસ બટલરે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રોયલ્સ (RR) માટે તેનું શાનદાર પ્રદર્શન ચાલું રાખતા આજે આ સીઝનની તેની ત્રીજી સદી ફટકારી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે ચાલી રહેલી મેચમાં બટલરે 116 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બટલરે 57 બોલમાં 8 ચોક્કા અને 8 છક્કાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યા પછી જોસ બટલર અને દેવદત્ત પડિકલે દિલ્હીના બોલરોને પોતાની બેટિંગથી ખૂબ પરેશાન કર્યા હતા. બટલર સ્પિનર અને પેસર બંને સામે જબરદસ્ત રન બનાવી રહ્યા હતા. પડિકલ 54 રન બનાવીને આઉટ થયો હતો પરંતુ તે પહેલા તેણે અને બટલરે માત્ર 15.1 ઓવરમાં પોતાની ટીમ માટે 155 રન જોડ્યા હતા.
Advertisement

જોસ બટલર, જે હાલમાં ઓરેન્જ કેપની યાદીમાં ટોચ પર છે, તેણે અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે અનુક્રમે 100 અને 103 રન બનાવ્યા હતા. બટલરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (70) અને ગુજરાત ટાઇટન્સ (અણનમ 54) સામે પણ અડધી સદી ફટકારી હતી. એક સીઝનમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. કોહલીએ 2016ની સીઝનમાં ચાર સદી ફટકારી હતી. જોસ બટલર આ રેકોર્ડની બિલકૂલ નજીક છે. બટલર 65 બોલમાં 116 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા પછી, કેપ્ટન સંજુ સેમસને 46 રનની અણનમ ઇનિંગ રમી અને રાજસ્થાવ 20 ઓવરમાં બે વિકેટે 222 રન બનાવવામાં સફળ રહ્યું. સંજુ સેમસને માત્ર 19 બોલમાં પાંચ ચોક્કા અને ત્રણ છક્કા સાથે 46 રન બનાવ્યા હતા. IPLની આ સીઝનનો આ સર્વોચ્ચ સ્કોર છે.
આ સાથે બટલર IPLની છેલ્લી 8 ઇનિંગ્સમાં સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી બની ગયો છે. છેલ્લી સીઝનમાં, જોસ બટલરે રાજસ્થાન માટે IPL 2021 ની છેલ્લી મેચ રમતા હૈદરાબાદ સામે સદી ફટકારી હતી. આ સાથે તે હવે IPLમાં સૌથી વધુ સદી ફટકારનાર વિરાટ કોહલી બાદ બીજો બેટ્સમેન બની ગયો છે.
Tags :
Advertisement

.