નો બોલ વિવાદમાં દિલ્હીના કેપ્ટન અને શાર્દુલ ઠાકુરને દંડ, સહાયક કોચ સસ્પેન્ડ
શુક્રવારે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે શાનદાર મુકાબલો જોવા મળ્યો હતો. જોકે, આ મેચમાં રાજસ્થાનની ટીમે પહેલાથી જ દિલ્હી પર પોતાની પકડ બનાવી રાખી હતી. આ મેચના અંતમાં એક મોટા વિવાદે સૌથી વધુ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત અને ઝડપી બોલર શાર્દુલ ઠાકુરને શનિવારે રાજસ્થાન રોયલ્સ સામેની 15 રનની હાર દરમિયાન IPL આચાર સંહિતાનો ભંગ કરવà
07:50 AM Apr 23, 2022 IST
|
Vipul Pandya
શુક્રવારે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે શાનદાર મુકાબલો જોવા મળ્યો હતો. જોકે, આ મેચમાં રાજસ્થાનની ટીમે પહેલાથી જ દિલ્હી પર પોતાની પકડ બનાવી રાખી હતી. આ મેચના અંતમાં એક મોટા વિવાદે સૌથી વધુ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત અને ઝડપી બોલર શાર્દુલ ઠાકુરને શનિવારે રાજસ્થાન રોયલ્સ સામેની 15 રનની હાર દરમિયાન IPL આચાર સંહિતાનો ભંગ કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે સહાયક કોચ પ્રવિણ આમરે પર એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને ઈન્ડિયન પ્રીમિયર લીગની આચાર સંહિતાનો ભંગ કરવા બદલ તેની મેચ ફીના 100% દંડ ફટકારવામાં આવ્યો છે. રિષભ પંતે આ કામ ત્યારે કર્યું જ્યારે દિલ્હી કેપિટલ્સની ટીમ શનિવારે રાત્રે વાનખેડે સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે મેચ રમી રહી હતી. રિષભ પંતે જે નિયમ તોડ્યો છે કે લેવલ-2 હેઠળ આવે છે, જે IPLની આચાર સંહિતાની કલમ 2.7 હેઠળ આવે છે. રિષભ પંતે તેની સજા સ્વીકારી લીધી છે. દિલ્હી કેપિટલ્સના ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને પણ નિયમોના ભંગ બદલ મેચ ફીના 50% દંડ ફટકારવામાં આવ્યો છે. આ પણ લેવલ 2 નો નિયમ તોડવામાં આવ્યો છે અને ઠાકુરે તેનો સ્વીકાર કર્યો છે. તે IPL નિયમોની કલમ 2.8 હેઠળ આવે છે.
આ સિવાય દિલ્હીના આસિસ્ટન્ટ કોચ પ્રવિણ આમરેને તેની મેચ ફીના 100% દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય તેમના પર નિયમોનો ભંગ કરવા બદલ એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આમરેએ લેવલ-2નો ગુનો સ્વીકાર્યો છે, જે કલમ 2.2 હેઠળ આવે છે. અંતિમ ઓવરમાં ડગઆઉટમાં બેઠેલા રિષભ પંતે શનિવારની રાત્રે રમાયેલી મેચમાં જ્યારે મેદાન પરના અમ્પાયરે એક બોલને નો-બોલ ન આપ્યો અને મેદાન પર હાજર રોવમેન પોવેલ અને કુલદીપ યાદવની જોડીને પરત બોલાવવાનો સંકેત આપ્યો ત્યારે તે પોતાના ગુસ્સા પર કંટ્રોલ રાખી શક્યો નહતો. એટલું જ નહીં રિષભ પંતે અમ્પાયરને મનાવવા માટે તેના કોચ પ્રવીણ આમરેને પણ મેદાનમાં મોકલ્યા હતા. પ્રવીણ આમરે દોડતા મેદાનમાં પ્રવેશ્યા અને અમ્પાયર સાથે દલીલ પણ કરી. આ સિવાય શાર્દુલ ઠાકુર પણ રિષભ પંતની સાથે મેદાન પરના અમ્પાયરના નિર્ણય પર આંગળી ચીંધતો જોવા મળ્યો હતો. આ દરમિયાન વોટસને પંતના ગુસ્સાને ઠંડો પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ તે સંજોગોમાં તે ભૂલી ગયો હતો કે તે શું કરી રહ્યો છે, જેના કારણે આ ત્રણ પર મોટો દંડ લગાવવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, દિલ્હીના આસિસ્ટન્ટ કોચ શેન વોટસને મેચની રજૂઆત બાદ પ્રેસ કોન્ફરન્સમાં એક વાત કહી. તેમણે કહ્યું હતું કે, જે પણ થયું તે ચોક્કસપણે દુર્ભાગ્યપૂર્ણ છે પરંતુ દિલ્હી કેપિટલ્સની ટીમ નિયમોના ભંગ હેઠળ આવે તેવા કોઈપણ કાર્યને સમર્થન આપતી નથી. વાસ્તવમાં આમાં રિષભ પંતનો પણ સંપૂર્ણ દોષ નહોતો કારણ કે રોવમેન પોવેલ જે રીતે છેલ્લી ઓવરમાં બેટિંગ કરી રહ્યો હતો, તે કોઈ ચમત્કાર કરી શકશે તેવી તમામને આશા જીવંત થઇ ગઇ હતી. દિલ્હી કેપિટલ્સને છેલ્લા છ બોલમાં જીતવા માટે 36 રનની જરૂર હતી અને બેટ્સમેને પ્રથમ 3 બોલમાં શાનદાર સિક્સ ફટકારી હતી. ત્રીજો બોલ કમરની ઊંચાઈ પર હતો અને આ બોલનો રીપ્લે જોવામાં આવ્યો ત્યારે નોબેલ હોવો જોઈએ પરંતુ મેદાન પરના અમ્પાયર નીતિન મેનન દ્વારા તેની અવગણના કરવામાં આવી હતી. તેમણે થર્ડ અમ્પાયરનો આશરો લેવો પણ યોગ્ય ન ગણ્યો. જે પછી આ સમગ્ર વિવાદ સામે આવ્યો હતો.
Next Article