Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બોલર પર ગુસ્સે થયા મુરલીધરન, આ પહેલા ક્યારે આવું સ્વરૂપ નથી મળ્યું જોવા, Video

TATA IPLની 40મી મેચમાં ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો 2 પોઈન્ટ માટે ટકરાઈ ત્યારે મુંબઈમાં ક્રિકેટ પ્રેમીઓને જબરદસ્ત મેચ જોવા મળી હતી. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદની ટીમે 195 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં ગુજરાતની ટીમે અંતિમ બોલ પર આ લક્ષ્ય હાસિંલ કરી પોઈન્ટ ટેબલ પર ટોચનું સ્થાન મેળવ્યું છે.IPL 2022 ની 40મી મેચમાં, ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 5 વિકેટે હરાવીનà«
03:26 AM Apr 28, 2022 IST | Vipul Pandya
TATA IPLની 40મી મેચમાં ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો 2 પોઈન્ટ માટે ટકરાઈ ત્યારે મુંબઈમાં ક્રિકેટ પ્રેમીઓને જબરદસ્ત મેચ જોવા મળી હતી. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદની ટીમે 195 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં ગુજરાતની ટીમે અંતિમ બોલ પર આ લક્ષ્ય હાસિંલ કરી પોઈન્ટ ટેબલ પર ટોચનું સ્થાન મેળવ્યું છે.
IPL 2022 ની 40મી મેચમાં, ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 5 વિકેટે હરાવીને બે મહત્વના પોઈન્ટ ફરીથી મેળવ્યા છે. આ જીત સાથે ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. આ મેચની 19મી ઓવર સુધી હૈદરાબાદની ટીમ જીતી રહી હતી પરંતુ 20મી ઓવરમાં રાશિદ ખાન અને રાહુલ તેવટિયાએ માર્કો જેન્સનને 4 સિક્સ ફટકારીને મેચ પોતાના પક્ષમાં કરી હતી. જોકે, જ્યારે જેન્સન અંતિમ ઓવરમાં સિક્સર ફટકારી રહ્યો હતો, ત્યારે હૈદરાબાદના ડગઆઉટમાં એવો નજારો જોવા મળ્યો જે કદાચ ચાહકોએ આ પહેલા ક્યારેય નહીં જોયો હોય. વાસ્તવમાં, એવું બન્યું કે, જ્યારે રાશિદ ખાન અને રાહુલ તેવટિયા જેન્સનની ઓવરમાં સિક્સર ફટકારી રહ્યા હતા, ત્યારે હૈદરાબાદના સ્પિન બોલિંગ કોચ મુથૈયા મુરલીધરન ડગઆઉટમાં ગુસ્સેથી લાલઘૂમ થતા જોવા મળ્યા હતા.

મેચની 19મી ઓવરમાં રાશિદ ખાને જે રીતે હૈદરાબાદના પ્રમુખ બોલરની બોલિંગમાં સિક્સ ફટકારી હતી તે જોઇ હૈદરાબાદના ડગઆઉટમાં બેઠેલા મુરલીધરન પોતાના પર કાબુ ન રાખી શક્યા અને ગુસ્સામાં કઇંક બોલતા જોવા મળ્યા હતા. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ અને ચાહકોએ આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કરી દીધું. જોકે, તમે કદાચ મુરલીધરનનું આ ઉગ્ર સ્વરૂપ પહેલા ક્યારેય નહીં જોયું હોય. મુરલીધરનના ફેન્સ પણ આ સ્વરૂપ જોઇ ચોંકી ગયા હતા. જે બોલરે પોતાના સમયમાં પણ ક્યારે આપો ગુમાવ્યો નથી તેના દ્વારા આ પ્રકારનો ગુસ્સો, ખરેખર ફેન્સમાં ચોંકાવનારી ઘટના છે. 

જો આ મેચની વાત કરીએ તો ગુજરાત ટાઈટન્સની ટીમે આ મેચ જીતી ચુકી છે, પરંતુ હૈદરાબાદના ફાસ્ટ બોલર ઉમરાન મલિકે 135 કરોડના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી. આ મેચમાં હૈદરાબાદ માટે ઉમરાન સિવાય કોઈ બોલર વિકેટ લઈ શક્યો નહોતો. ઉમરાને એકલા હાથે ગુજરાતી બેટ્સમેનોના સ્ટમ્પ વેરવિખેર કર્યા હતા અને તેના ક્વોટાની 4 ઓવરમાં 5 વિકેટ ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શન બદલ તેને મેન ઓફ ધ મેચનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની ટીમ આ IPLમાં અત્યાર સુધીમાં માત્ર એક જ મેચ હારી છે. ટીમના ખાતામાં 7 જીત સાથે 14 પોઈન્ટ છે. આ ટીમ પ્લેઓફની રેસમાં સૌથી આગળ છે. પોઈન્ટ ટેબલમાં ગુજરાત પછી રાજસ્થાન આવે છે. તે 12 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. સનરાઈઝર્સ હૈદરાબાદ, એલએસજી અને આરસીબીના 10-10 પોઈન્ટ છે. આ ત્રણેય ટીમ રાજસ્થાન અને ગુજરાતની સાથે ટોપ-5માં સામેલ છે.

Tags :
AngryCricketGTvsSRHGujaratFirstIPLIPL15IPL2022MurlidharanSports
Next Article