MI Vs LSG: મુંબઈએ લખનૌને હરાવ્યું, જસપ્રીત બુમરાહે મચાવી ધૂમ
- મુંબઈ ઇન્ડિયન્સએ લખનૌને 54 રનથી હરાવ્યું.
- લખનૌ ટીમ 161 રનમાં ઓલઆઉટ થઈ
- જસપ્રીત બુમરાહે ચાર વિકેટ લીધી
MI Vs LSG: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની મેચ નંબર-45 માં, મુંબઈ ઇન્ડિયન્સએ લખનૌ સુપર જાયન્ટ્સ (MI Vs LSG) ને 54 રનથી હરાવ્યું. આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 216 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ તેમની આખી ટીમ 20 ઓવરમાં 161 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહે 22 રન આપીને ચાર વિકેટ લીધી.
મુંબઈ ઈન્ડિયન્સનો આ સતત પાંચમો વિજય
IPL 2025 માં મુંબઈ ઈન્ડિયન્સનો આ સતત પાંચમો વિજય હતો. પાંચ વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ પાસે હવે 10 મેચમાંથી છ જીત સાથે 12 પોઈન્ટ છે. બીજી તરફ, લખનૌ સુપર જાયન્ટ્સના સમાન મેચોમાં 5 જીત સાથે 10 પોઈન્ટ છે. ચાલુ સિઝનમાં લખનૌનો આ પાંચમો પરાજય હતો.
આ પણ વાંચો -Pahalgam Terror Attack : પહેલગામ હુમલાને લઈને Shahid Afridi નું વિવાદાસ્પદ નિવેદન
લખનૌએ પાવરપ્લેમાં 60 રન બનાવ્યા
મુંબઈ દ્વારા આપવામાં આવેલા 216 રનના લક્ષ્યાંકના જવાબમાં લખનૌની શરૂઆત સારી રહી ન હતી. એડન માર્કરામ ફક્ત 09 રન બનાવી શક્યો. આ પછી મિચેલ માર્શ અને નિકોલસ પૂરને ઝડપથી રન બનાવ્યા. લખનૌએ પાવરપ્લેમાં એક વિકેટ ગુમાવીને 60 રન બનાવ્યા હતા પરંતુ ત્યારબાદ ટીમે પોતાની લય ગુમાવી દીધી અને નિયમિત અંતરાલે વિકેટ ગુમાવી દીધી. મિચેલ માર્શ 24 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો. તેને 3 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. નિકોલસ પૂરન 15 બોલમાં 27 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. તેના બેટમાંથી એક ચોગ્ગો અને ત્રણ છગ્ગા આવ્યા.
આ પણ વાંચો -ભારતીય ક્રિકેટ ટીમના કોચ Gautam Gambhir ને ધમકી આપનાર ગુજરાતથી પકડાયો
રિષભ પંતનું ખરાબ પ્રદર્શન
ફરી એકવાર કેપ્ટન Rishabh Pant નું બેટ શાંત રહ્યું. તે ફક્ત 04 રન જ બનાવી શક્યો. આયુષ બદોનીએ 22 બોલમાં 35 રન બનાવ્યા. તેને બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. ડેવિડ મિલર 16 બોલમાં ફક્ત 24 રન બનાવી શક્યો. અબ્દુલ સમદ પણ સસ્તામાં આઉટ થયો. તે 2 રન બનાવીને આઉટ થયો.મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 22 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. વિલ જેક્સે બે વિકેટ લીધી. જેક્સે પૂરન અને પંતની વિકેટ લીધી. ટ્રેન્ટ બોલ્ટે 20 રન આપીને ત્રણ વિકેટ લીધી.
વિલ જેક્સે મચાવી ધૂમ
આ પહેલા મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે 28 બોલમાં 54 રન અને રિયાન રિકલ્ટને 32 બોલમાં 58 રન બનાવ્યા. અંતે, નમન ધીર 11 બોલમાં 25 રન બનાવીને અણનમ રહ્યા. ડેબ્યુટન્ટ કોર્બિન બોશે 10 બોલમાં 20 રન બનાવ્યા. બે વિકેટ લેનારા વિલ જેક્સે પણ બેટિંગમાં 29 રન બનાવ્યા.