આઈ.પી.ઍલ.પૂરી - થોડાં પ્રશ્નો વાતાવરણમાં મૂકતી ગઈ.
આગાઉ પણ ipl અને એની પ્રસ્તુતતા વિશે આપણે થોડીક વાત કરેલી જ છે અને એ અનુસંધાન સાથે ગઈકાલે અમદાવાદના દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં આઈપીએલની ફાઇનલ મેચ રમાઈ ગઈ અને આપણે સૌ રંગેચંગે આ ઉજવણીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગ પણ લીધો અને વળી સુગંધમાં સોનુ ભળે એમ આપણી ગુજરાત titan ચેમ્પિયન બનતા આપણા પ્રત્યેક ગુજરાતીની છાતી ગજ ગજ ફૂલી.આમ તો ભારતમાં લોકોના ક્રિકેટ પ્રેમની અતિ ઘેલછા જોઈને જાણà
08:01 AM May 31, 2022 IST
|
Vipul Pandya
આગાઉ પણ ipl અને એની પ્રસ્તુતતા વિશે આપણે થોડીક વાત કરેલી જ છે અને એ અનુસંધાન સાથે ગઈકાલે અમદાવાદના દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં આઈપીએલની ફાઇનલ મેચ રમાઈ ગઈ અને આપણે સૌ રંગેચંગે આ ઉજવણીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગ પણ લીધો અને વળી સુગંધમાં સોનુ ભળે એમ આપણી ગુજરાત titan ચેમ્પિયન બનતા આપણા પ્રત્યેક ગુજરાતીની છાતી ગજ ગજ ફૂલી.
આમ તો ભારતમાં લોકોના ક્રિકેટ પ્રેમની અતિ ઘેલછા જોઈને જાણી ને થોડુંક પણ એના વિશે ગમતું કે અણગમતું બોલવું કે લખવું એ એક નાનકડુ જોખમ બની જતું હોય છે. પણ એક રાષ્ટ્રભક્ત તરીકે જો આપણે વિચારીએ તો આઈપીએલની આખી શૃંખલા અને એ પછી અમદાવાદમાં રમાયેલી ફાઇનલ મેચ અને એ મેચ પહેલા અને પછી થયેલી ઉજવણીઓ એ બધાને એક સાદા નાગરિકની દ્રષ્ટિથી નિહાળીએ તો થોડાક પ્રશ્નો જરૂર થાય છે.
૧. અંતિમ મેચ પૂર્વે જે રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં આપણે ધાર્યું હોત તો ઉજવણીમાં ગુજરાતી અસ્મિતાની સુગંધ વાળા લોકસંગીત, ગરબા, દુહાઓ, છંદ કે એવું બીજું ઘણું આપણે દુનિયા સામે વધારે પ્રમાણમાં મૂકવાની તક ચૂકી ગયા હોય એવું નથી લાગતું?
૨. ભવ્ય સમાપન સમારંભમાં મુંબઈના બોલિવૂડના ખૂબ જાણીતા ચહેરાઓને બોલાવવાને બદલે ગુજરાતના નામાંકિત કોઈપણ કલાના કલાકારોને રજૂ કરી શકાયા હોત. બોલિવૂડના આ કે તે ગુજરાતી કલાકાર ભાઈ કે બહેન સામે કોઈ વાંધો કે વિરોધ નથી પણ જ્યારે વિશ્વની સામે આપણા આદરણીય પ્રધાનમંત્રીનું નામ જે સ્ટેડિયમ સાથે જોડવામાં આવ્યું છે તેના ગૌરવગાનને શોભેને એથી આગળ વધીને ગુજરાતની ઓળખ લોકો સુધી વિશ્વ સુધી પહોંચાડવાની આ એક નાનકડી તક હતી જે કદાચ વેડફી નાંખવામાં આવી હોય એવું નથી લાગતું?
૩. આઈપીએલની ફાઈનલ મેચ માટે થયેલા જુદા જુદા પ્રકારના ખર્ચાઓ જે કદાચ લાખોની સંખ્યામાં વેચાયેલી ટિકિટોમાંથી નીકળી જતા હશે પણ સરવાળે તો લોકોના ખિસ્સામાંથી નીકળી ગયેલા એ પૈસા આપણે કોઈકને કોઈક રીતે સહેજ કરકસર કરીને બચાવી ન શક્યા હોત?
૪. અગાઉ એક સમાચાર એવા પણ મળેલા કે થોડાક યુવા મિત્રોએ ભેગા થઈને પૈસા ભેગા કરીને લગભગ રૂપિયા ૫૦ હજાર આઈપીએલની મેચ ઉજવણી અને તેનો આનંદ વ્યક્ત કરવા માટે એકઠા થઈને ભેગા કર્યા અને પછી તેને ખર્ચ્યા. યુવાનોની ક્રિકેટ તરફની ઘેલછા ખોટી છે એમ તો નહીં કહીએ રમત ગમત તરફનું યુવાનોનું વલણ આ રીતે સકારાત્મક થતું હોય તેની સામે પણ આપણો કોઈ વાંધો કે વિરોધ ન હોય પણ એ આનંદ અને ઉત્સાહ રમત પૂરતો મર્યાદિત રાખી શકાયો હોત.
ઉદાહરણ તરીકે એ મિત્રોએ કે પછી બીજા મિત્રો એ ઉજવણી પાછળ કરેલા આવા લખલૂટ ખર્ચાઓને આપણી સામૂહિક માધ્યમોના માધ્યમથી લોકો શિક્ષણના માધ્યમથી શું અગાઉથી એ ઉજવણીના ખર્ચના પૈસા ગરીબ બાળકોના પોષણ કે ૫શિક્ષણ પાછળ લગાવી શકાય તેવું કોઈક સકારાત્મક આયોજન ન વિચારી શક્યા હોત?
Next Article