CSK vs RCB : ધોનીનો ફિનિશિંગ ટચ ક્યાં ખોવાઈ ગયો?
- ચેપોકમાં RCBનો 17 વર્ષ પછી વિજય!
- ધોની મેદાને મોડો આવ્યો, ફેન્સ નારાજ!
- RCBનું શાનદાર પરફોર્મન્સ, CSKની નબળી શરુઆત
- જોશ હેઝલવુડની ઘાતક બોલિંગથી CSK ના બેટ્સમેન ઘૂંટણીએ
- CSKની બેટિંગ ઓર્ડર પર પ્રશંસકોએ ઉઠાવ્યા સવાલ
- RCBએ ચેપોકમાં ઈતિહાસ રચ્યો!
- CSK માટે ધોનીનો ફિનિશિંગ ટચ ક્યાં ખોવાઈ ગયો?
- IPL 2025: RCBની જીત કે CSKની નિષ્ફળતા?
CSK vs RCB : કોઇ પણ પરીક્ષા મહેનત કર્યા વિના ક્યારે પણ પાસ ન કરી શકાય. જો તમારી સામે લક્ષ્ય છે તો તેના માટે તમારે મહેનત કરવી જ પડશે. આ આપણને નાનપણમાં આપણા માતા-પિતા અને ગુરુ શીખવાડતા હતા, પરંતુ તાજેતરમાં જો તમે IPL માં CSK vs RCB ની મેચ જોઇ હશે તો તમે થોડા કન્ફ્યુશ થઇ જશો. શું ખરેખર લક્ષ્ય સુધી પહોંચવું જરૂરી પણ છે ખરા? આ મેચ જોયા બાદ ઘણા લોકોના મનમાં આ પ્રકારના સવાલો થઇ રહ્યા છે. શું છે તેની પાછળનું કારણ આવો જાણીએ આ આર્ટિકલમાં આગળ.
CSK ને શું ખરેખ RCB એ જ હરાવ્યું?
શુક્રવાર, 28 માર્ચ 2025ના રોજ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 9મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને તેમના ઘરઆંગણે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક)માં 50 રનથી હરાવી દીધું. આ જીત સાથે RCBએ 17 વર્ષના લાંબા અંતરાલ બાદ ચેપોકમાં CSK સામે વિજય મેળવ્યો, જે 2008 પછીની પ્રથમ સફળતા છે. આ મેચમાં RCBના ઝડપી બોલર જોશ હેઝલવુડની ઘાતક બોલિંગ અને ટીમના બેટિંગ પ્રદર્શને ચેન્નઈને હાર તરફ ધકેલી દીધું. જોકે, અહીં માત્ર RCB ના ખેલાડીઓ દ્વારા જ આ જીત મળી છે તે કહેવું થોડું ખોટું રહેશે. જીહા, ચેપોકમાં રમાયેલી ચેન્નઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેગલુરું વચ્ચેની મેચમાં ચેન્નઈને જે લક્ષ્ય મળ્યું હતું ત્યા પહોંચવા માટે CSK ની ટીમે પ્રયત્ન પણ ન કર્યો. આ અમારું માનવું નથી તમે કોઇ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જોઇ લો, તમને આ પ્રકારની ચર્ચા કરતા ક્રિકેટ ફેન્સ મળી જશે. સૌથી નવાઈની વાત એ છે કે, ચેન્નઇની ટીમને લોકો ખાસ ધોનીના કારણે પસંદ કરે છે અને તે જ ધોની હવે જાણે તેના ફેન્સના ઇમોશન સાથે રમી રહ્યો હોય તેવું તેના ફેન્સને લાગવા લાગ્યું છે.
His own fans are fed up with this overhyped Thala aka the sympathy star of Chepauk Dhoni 🤣🤣#CSKvsRCB #ViratKohli #ViratKohli𓃵 #MSDhoni
— 𝓚𝓪𝓻𝓽𝓱𝓲𝓴 (@karthii_8) March 29, 2025
ધોની પર ઉઠ્યા સવાલ
કહેવાય છે કે, જ્યારે ટીમને જરૂર હોય ત્યારે એક ખેલાડી હંમેશા સંકટમોચન બનીને સામે આવી જાય તે નામ ધોની. પણ શું આ તાજેતરમાં કહેવું યોગ્ય છે? ગઇકાલે જ્યારે ટીમને ધોનીની સૌથી વધારે જરૂર હતી ત્યારે તે ડ્રેસિંગ રૂમમાં મેચ નિહાળી રહ્યો હતો. જ્યારે ટીમનો સ્કોર 75 રન પર 5 વિકેટ હતો ત્યારે સૌ કોઇ વિચારી રહ્યું હતું કે હવે તેમનો ક્રિકેટનો હીરો ધોની મેદાને આવશે અને પોતાના જુના અંદાજમાં આવીને ટીમને જીત અપાવવાનો પ્રયત્ન કરશે. પણ ફેન્સના સપના ત્યારે ચકનાચુર થઇ ગયા જ્યારે ટીમના 75 રને 5 મી વિકેટ રચિન રવિન્દ્રના રૂપમાં પડી અને મેદાને શિવમ દૂબે આવ્યો. જોકે, તે પછી ટીમના 80 રન થયા ત્યારે શિવમ દૂબે પણ આઉટ થઇ ગયો ત્યારે પણ ફેન્સ ધોનીની રાહ જોતા રહ્યા અને તે ડ્રેસિંગ રૂમમાંથી મેચ નિહાળતો રહ્યો.
Thala Dhoni when it comes to bat in high scoring run chase pic.twitter.com/ceV2RDiSCy
— Abhishek (@be_mewadi) March 28, 2025
જોકે, ધોનીના ફેન્સને સૌથી વધારે નવાઇ ત્યારે લાગી જ્યારે શિવમ દૂબેના આઉટ થયા બાદ પણ ધોની મેદાનમાં ન આવ્યો અને તેણે આર.અશ્વિનને બેટિંગ માટે મોકલી દીધો. જોકે, અશ્વિનના આઉટ થયા બાદ ધોની મેદાનમાં આવ્યો પણ ત્યા સુધી ઘણું મોડું થઇ ચુક્યું હતું. અંતિમ ઓવરમાં ધોનીને તાબડતોડ બેટિંગ કરી પણ તે ટીમને જીત અપાવવા માટે પૂરતી નહોતી. બેટિંગ ઓર્ડરના ખરાબ મેનેજમેન્ટ પર હવે ફેન્સ પોતાનો ગુસ્સો સોશિયલ મીડિયામાં ઠાલવી રહ્યા છે.
RCBનું શાનદાર પ્રદર્શન
મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી RCBએ 20 ઓવરમાં 196 રનનો મજબૂત સ્કોર ઉભો કર્યો. કેપ્ટન રજત પાટીદારે અડધી સદી ફટકારીને ટીમને મજબૂત આધાર આપ્યો, જ્યારે ટિમ ડેવિડના આક્રમક શોટ્સે સ્કોરને વધુ ઊંચાઈએ પહોંચાડ્યો. CSK તરફથી નૂર અહમદે 3 વિકેટ ઝડપીને થોડો પ્રતિકાર કર્યો, પરંતુ RCBના બેટ્સમેનોને રોકવામાં ટીમ સફળ રહી નહીં. ચેપોકની પીચ પર સ્પિનરોને ખાસ મદદ ન મળતાં બેટિંગ માટે અનુકૂળ વાતાવરણ બન્યું, જેનો RCBએ ભરપૂર લાભ લીધો. જણાવી દઇએ કે, 197 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી CSKની શરૂઆત નબળી રહી.
✌ in ✌ for @RCBTweets 🥳
Plenty to celebrate for Royal Challengers Bengaluru as they beat #CSK and add 2️⃣ more points to their account! 🙌🙌
Scorecard ▶ https://t.co/I7maHMwxDS #TATAIPL | #CSKvRCB pic.twitter.com/WnXJJhTuVM
— IndianPremierLeague (@IPL) March 28, 2025
જોશ હેઝલવુડે પોતાની બાઉન્સરથી CSKના ટોપ ઓર્ડરને તોડી નાખ્યું, જેમાં કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ શૂન્ય પર આઉટ થયા. રાહુલ ત્રિપાઠી અને રચિન રવિન્દ્ર પણ સસ્તામાં પેવેલિયન ભેગા થયા. મધ્યમાં રવિન્દ્ર જાડેજાએ 25 રનની લડત આપી, પરંતુ તે પૂરતું ન સાબિત થયું. નવમા નંબરે બેટિંગ કરવા આવેલા એમએસ ધોનીએ 16 બોલમાં 30 રન (3 ચોગ્ગા, 2 છગ્ગા) ફટકારીને ચાહકોનું દિલ જીત્યું, પરંતુ મેચ જીતાડવા માટે આ પ્રયાસ અપૂરતો રહ્યો. CSK 20 ઓવરમાં 146/8 રન જ બનાવી શકી.
હેઝલવુડનો જાદુ અને RCBની ટીમવર્ક
RCBની જીતનો હીરો જોશ હેઝલવુડ રહ્યો, જેણે 4 ઓવરમાં 21 રન આપીને 3 મહત્વની વિકેટ ઝડપી. યશ દયાલે પણ તેની ઝડપી બોલિંગથી CSKના બેટ્સમેનોને પરેશાન કર્યા. RCBના બોલરોએ પીચની અણધારી ઉછાળ અને બેવડી ઝડપનો ઉપયોગ કરીને CSKને દબાણમાં રાખ્યું. આ સિઝનમાં RCBની બીજી જીતે ટીમનો આત્મવિશ્વાસ વધાર્યો છે, જ્યારે CSKને પ્રથમ હારનો સામનો કરવો પડ્યો.
આ પણ વાંચો : IPL 2025 : ધોનીની મોટી કબૂલાત – ‘જો તે વિકેટકીપર ન હોત તો તે..!