IPL 2024 KKRvs SRH Qualifier 1: જાણો કઇ ટીમની થઇ શકે છે જીત, આ 5 ખેલાડીઓ પર રહેશે સૌની નજર
IPL ની 17 મી સીઝનમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે ક્વોલિફાયર-1 ની મેચ રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે. જેમાં કોલકાતાની ટીમના 2 અને હૈદરાબાદની ટીમના 3 ખેલાડીઓ પર સૌ કોઇની નજર રહેશે. કેકેઆર ટીમના આ 2 પ્લેયર સુનીલ નરેન અને આંદ્રે રસેલ છે.
IPL 2024 KKR vs SRH Qualifier 1 : ઇન્ડિયન પ્રીમિયર લિગ 2024 (IPL 2024 LIVE) માં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે ક્વોલિફાયર -1 મેચ રમાશે. આ મેચ જીતનારી ટીમ ફાઇનલ રમશે. જ્યારે હારનારી ટીમને એક વધારે તક મળશે અને ક્વોલિફાયર -2 મેચ રમાશે. ક્વોલિફાયર -1 આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જેમાં કોલકાતા ટીમના 2 અને હૈદરાબાદના 3 ખેલાડીઓ પોતાનું સુપર પર્ફોમન્સ આપવા માટે તૈયાર છે. કેકેઆર ટીમના આ 2 પ્લેયર સુનીલ નરેન અને આંદ્રે રસેલ છે. જ્યારે હૈદરાબાદની ટીમના 3 સ્ટાર પ્લેયર ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા અને હેનરિક ક્લાસેન છે. સુનીલ નરેન અને આંદ્રે રસેલ બોલિંગમાં પણ ખુબ જ સારુ પ્રદર્શન કરી રહ્યા છે. તેવામાં કેકેઆર ટીમના 2 ખેલાડી પર સૌ કોઇની નજર રહેશે.
આ પણ વાંચો : આ ધાકડ પ્લેયરનો હવે ઓસ્ટ્રેલિયાની વર્લ્ડકપ ટીમમાં કરાયો સમાવેશ, IPL 2024 માં પણ મચાવી ચૂક્યો છે ધૂમ
હૈદરાબાદ બાદ ટીમના 3 સ્ટાર પ્લેયર ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા અને હેનરિક ક્લાસેન છે. સુનીલ નરેન અને આંદ્રે રસેલ બોલિંગમાં પણ કહેર કરી રહ્યા છે. તેવામાં હૈદરાબાદ ટીમને આ બંન્ને પ્લેયર સામે બોલિંગ અને બેટિંગ બંન્નેમાં જ સતર્ક રહેવાની જરૂર છે. આવો જાણીએ આ પાંચેય ખેલાડીઓનો સિઝનમાં રેકોર્ડ કેવો રહ્યો છે.
આ પણ વાંચો : IPL 2024 Qualifier 1 : આજે KKR vs SRH ની મેચમાં કઇ ટીમને મળી શકે છે ફાઈનલની Ticket?
સુનીલ નરેન
કેકેઆર ટીમના સ્ટાર સ્પિનર ઓલરાઉન્ડર સુનીલ નરેને 13 મેચમાં 461 રન બનાવ્યા છે. આ દરમિયાન 1 સદી અને 3 અડધી સદી પણ ફટકારી છે. નરેને 32 છગ્ગા અને 46 ચોગ્ગા ફટકાર્યા છે. તેણે બોલિંગમાં પણ 15 વિકેટ ઝડપી છે.
ટ્રેવિસ હેડ
હૈદરાબાદ ટીમના સ્ટાર ઓપનર ટ્રેવિસ હેડે 12 મેચમાં 533 રન બનાવ્યા છે. આ દરમિયાન 1 સદી અને 4 અડધી સદી પણ ફટકારી છે. હેડે 31 છગ્ગા અને 61 ચોગ્ગા ફટકાર્યા છે.
આ પણ વાંચો : Ahmedabad એરપોર્ટ પર IPL ની 3 ટીમો પહોંચે તે પહેલા પહોંચ્યા આતંકવાદી અને અચાનક…
અભિષેક શર્મા
સનરાઇઝર્સ હૈદરાબાદના સ્ટાર ઓપનર અભિષેક શર્માએ 13 મેચમાં 467 રન બનાવ્યા છે. આ દરમિયાન 3 ફિફ્ટી પણ ફટકારી છે. તેમણે 41 છગ્ગા અને 35 ચોગ્ગા ફટકાર્યા છે.
આંદ્રે રસેલ
કેકેઆર ટીમના સ્ટાર ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર આંદ્રે રસેલે 13 મેચમાં 222 રન બનાવ્યા છે. આ દરમિયાન 1 અડધી સદી પણ ફટકારી છે. રસેલે 16 છગ્ગા 20 ચોગ્ગા ફટકાર્યા છે. તેમણે બોલિંગમાં પણ 15 વિકેટ ઝડપી છે.
આ પણ વાંચો : 17 વર્ષમાં જે કોઈ ટીમ ન કરી શકી તે KKR એ કરી બતાવ્યું, બનાવ્યો આ ખાસ રેકોર્ડ
આ હોઇ શકે છે બંન્ને ટીમ પ્લેઇંગ 11
કોલકાતા નાઇટ રાઇડર્સ : રહેમાનતુલ્લાહ ગુરબાજ (વિકેટ કીપર), સુનીલ નરેન, વેંકટેશ અય્યર, શ્રેયસ અય્યર (કેપ્ટન), રિંકૂ સિંહ, આંદ્રે રસેલ, રમનદીપ સિંહ, અનુકુલ રોય, મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણા અને વરૂણ ચક્રવર્તી
સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, નીતીશ રેડ્ડી, રાહુલ ત્રિપાઠી, હેનરિક ક્લાસેન (વિકેટ કીપર) અબ્દુલ સમદ, શાહબાજ અહેમદ, સનવીર સિંહ, પૈટ કમિંસ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, વિજયકાંત વ્યાસકાંત, ટી.નટરાજન.